નામાંકિત વ્યક્તિઓ સંગીત

નામાંકિત વ્યક્તિઓ સંગીત

Ø  બેગમ અખ્તર

 • તેમની ઓળખ તેમના કરતા મલ્લિકા-એ-ગઝલ અથવા ગઝલની રાણી તરીકે વધારે પ્રસિદ્ધ હતી. તેમનું મૂળ નામ અખ્તરીબાઈ ફૈઝાબાદી હતું. તેઓ ભારતની સર્વાધિક પ્રસિદ્ધ ગઝલ ગાયકોમાંના એક હતા. તેમણે શાસ્ત્રીય સંગીતની સાથે ફિલ્મ સંગીતમાં પણ પોતાનો સૂર આપેલો. જ્યારે તેઓ આકાશવાણી સાથે જોડાયા તે સમયે તેમને ગાયકીના પ્રસિદ્ધ વ્યક્તિ ગણવામાં આવતાં.
 • તેમને ઘણા પુરસ્કારો પણ પ્રદાન કરવામાં આવેલા. જેમ કે, ગાયન માટે સંગીત નાટક અકાદમી સન્માન. તેમને પદ્મશ્રી અને મરણોપરાંત સન્માનિત કરવામાં આવેલ. ‘હમારી અટારિયા’, ‘પિયા કાહે રૂઠા’ વગેરે તેમની પ્રસિદ્ધ કૃતિઓ છે.

Ø  પંડિત ભીમસેન

 • તેઓ આધુનિક સમયના સર્વાધિક પ્રસિદ્ધ ગાયકોમાંના એક હતા. તેઓ ઘણા રાગોમાં નિપૂર્ણ હતા. તેમનો સબંધ કિરાના સંગીત ઘરાનાથી હતો. તેઓ ‘ખ્યાલ’ ગાયકીના નિષ્ણાંત હતા. તેમણે ગંધર્વ વિદ્યાલયમાંથી શિક્ષણ મેળવેલ તેમજ ઠુમરી તથા ભજનોમાં તેમની સારી પકડ હતી. તેમના લોકપ્રિય ગીતોમાં ‘પિયા મિલન કી આશ’ અને ‘મિલે સૂર મેરા તુમ્હારા’ નો સમાવેશ થાય છે. તેઓએ ‘કલાશ્રી’ તથા ‘લલિત ભાટિયાર’ રાગોનું સર્જન કરેલ. તેમને પદ્મશ્રી, સંગીત નાટક અકાદમી જેવા ઘણાં સન્માન મળેલ.

Ø  આમિર ખુશરો

 • ઐતિહાસિક રૂપથી ઘણી વ્યક્તિ સંગીત સાથે જોડાયેલ છે. પરંતુ એમાં આમિર ખુશરોનું નામ પોતાના સમયાનુસાર સંગીતના કાને અલગ જ તરી આવ્યા. આજે પણ તેમની રચનાઓ ઘણી દરગાહોમાં ગાવામાં આવે છે. તેના કેટલાક પ્રસિદ્ધ દોહાઓમાં ‘ચાપ તિલક મોસે છીની તોસે નૈના લડાઈ’ નો સમાવેશ થાય છે. આમીર ખુશરો અલાઉદ્દીન ખીલજીના સમકાલીન હતા.
 • તેઓ સામાન્ય રીતે ફારસી અને આરંભિક ઉર્દુ માં કવિતાઓ લખતા. ખુશરોને ઘણી રચનાઓનો શ્રેય આપવામાં આવે છે. જેમ કે, ગઝલ, ખ્યાલ અને તરાના તેને “કવાલીના પિતા” ની સંજ્ઞા આપવામાં આવે છે. તેમણે સિતારની શોધ કરી હોવાનું કહેવાય છે. તેમની સૌથી પ્રસિદ્ધ રચનાઓમાં “નૂહ સીફીર, મસનવી દુવાલ તથા રાની ખ્રીજો ખાન” નો સમાવેશ થાય છે.

Ø  લતા મંગેશકર

 • ભારતના ‘મેલોડી ક્વીન’ તરીકે પ્રખ્યાત લતા મંગેશકર ભારતમાં સર્વશ્રેષ્ઠ પાશ્વ ગાયકોમાંના એક છે. તેઓએ 13 વર્ષની ઉંમરમાં ગાયકીનો આરંભ કરેલ અને તેઓ હજુ સુધી ગાયિકી સાથે જોડાયેલા છે. તેઓએ મુગલ-એ-આઝમ, સંગમ વગેરે ફિલ્મોમાં ગીત ગયા છે. તેમને લોકપ્રિય હિન્દી ફિલ્મોના ગીતો માટે ઘણી વખત ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂકેલ છે.
 • તેમણે વિવિધ ભાષાઓમાં ૩૦,000 ગીત ગયા બાદ તેમનું નામ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સર્વાધિક ગીત ગાનારા ગાયિકાના રૂપમાં સામેલ કરવામાં આવેલ છે.
 • તેમના સ્વર પ્રસિદ્ધ અને વિનમ્રતાને ધ્યાનમાં રાખીને પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે.

Ø  ઉસ્તાદ બિસ્મીલા ખાં

 • તેઓએ શરણાઈને મહત્વ આપી શાસ્ત્રીય વિદ્યાલયોમાં તેને સ્થાન આપવા બદલ ઓળખવામાં આવે છે.
 • તેઓ સંગીતકારોની એક લાંબી પેઢીથી સંબંધિત છે કે જેઓએ બિહારના ડૂમરાવ દરબારમાં સંગીતવાદન કરેલ. તેઓ ઠુમરી, કજરી, સાવની, ચૌતી વગેરે વાદયકલાઓમાં નિપૂર્ણ હતા.
 • તેઓ ભારતના પ્રથમ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી શરણાઈવાદન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ.

તેઓને યુ.એસ.એ ના પ્રતિષ્ઠિત લિંકન સેન્ટર હોલના સંગીત સમારોહમાં વાદન કરનાર પ્રથમ ભારતીય તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયેલ.

તેમને વર્ષ 2001માં ભારતરત્ન, પદ્મસન્માન જેવા ઘણા પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે. તેમને મધ્યપ્રદેશ સરકાર દ્વારા તાનસેન પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલ છે.

Ø  એ.આર.રહેમાન

 • તેઓનું મૂળ નમ દિલીપકુમાર હતું.

તેઓએ ઓક્સફોર્ડ યુનીવર્સીટીના ટ્રીનીટ સંગીત વિશ્વ વિદ્યાલયમાંથી પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતનું ઔપચારિક પ્રશિક્ષણ લીધેલ છે.

તેઓને પ્રથમ અવસર મણીરત્નમની રોઝા ફિલ્મથી મળેલ. આ ઉપરાંત તેઓએ ઘણી ફિલ્મોમાં સંગીત આપેલ છે તથા વિશ્વભરમાં તેમના સંગીતસંગ્રહ ની 4 કરોડથી પણ વધારે નકલો વેચાઈ ચૂકી છે.

સ્લમ ડોગ મીલેનીયોરમાં સંગીત આપવા બદલ ઓસ્કાર એવોર્ડ મળેલ છે.

ભારત સરકાર દ્વારા વર્ષ 2000માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવેલ.

Ø  એમ.એસ. સુબ્બાલક્ષ્મી

 • કર્ણાટક સંગીતના સર્વપ્રસિદ્ધ ગાયિકા હતાં.

તે પોતાના સ્વરના ઉતાર-ચઢાવને નિયંત્રિત કરવા તંબુરા નામનું વાદ્યયંત્ર વગાડતાં હતાં.

તેમણે હિન્દુસ્તાની સંગીત પણ શીખેલ અને તેઓ ગઝલ તથા ઠુમરી વિશેનું જ્ઞાન ધરાવતા હતા.

વર્ષ 1998 માં ભારતનું સર્વોચ્ચ સમ્માન ‘ભારતરત્ન’ પ્રાપ્ત કરનાર પ્રથમ સંગીતકાર હતાં. તેમને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, રોમન મેગ્સેસ સમ્માન તથા આંતરરાષ્ટ્રીય સંગીત સંસ્થાઓ દ્વારા ઘણા પુરસ્કાર મળેલ છે.

Ø  પંડિત હરિપ્રસાદ ચોરસિયા

 • તેઓ વિશ્વવિખ્યાત ભારતીય વાંસળીવાદક છે.

તેઓએ પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતનો વાંસળી સાથે ઉપયોગ કરેલ તેમજ પોપ, જાક, રોક વગેરેમાં વાંસળીના સ્વર ઉમેરેલ.

તેઓને ભારત સરકાર દ્વારા સન્માન, પદ્મભૂષણ મળી ચૂકેલ છે.

Ø  ગુલામ અલી ખાન

 • તેઓ પોતાના સમયમાં શ્રેષ્ઠ સંગીત ગાયકોમાંના એક હતા. તેઓએ હિન્દુસ્તાની સંગીતનું પ્રશિક્ષણ મેળવેલ. આમાં છતાં તેઓને ઠુમરી તથા ખ્યાલમાં નિપૂર્ણતા મેળવેલ.
 • તેઓનો સબંધ પટીયાલા સંગીત ઘરાનાથી હતો.

‘યાદ પિયા કી આયી’, ‘આયે ના બાલમ’, ‘ક્યાં કરું સજની’ વગેરે લોકપ્રિય ગીત તેઓએ ગયેલ.

વર્ષ 1962માં તેઓને પદ્મભૂષણ તથા સંગીત નાટક અકાદમી સન્માન પ્રદાન કરવામાં આવેલ.

એમની સંગીત સ્મૃતિમાં ‘મોટા ગુલામ અલી ખા યાદગાર સભા’ દ્વારા ‘સબરંગ ઉત્સવ’નું આયોજન કરવામાં આવે છે.

Ø  ઉસ્તાદ અમઝદ અલી ખાન

 • અમઝદ અલી ખાન સંગીત વંશપરંપરાની સેનિયા બંગાસ સ્કૂલની સરોદવાદકોની લાંબી પેઢી થી સબંધિત છે.

આ સંગીત ઘરાના રબાબ (ઈરાની લોક વાદ્યયંત્ર) ને વિકસિત કરવા માટે પ્રખ્યાત છે જેને આજે સરોદના સ્વરૂપે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમનો પરિવાર મિયા તાનસેનના વંશજોથી સબંધિત છે. તાનસેન મુગલકાળમાં નવરત્નોમાંના એક પ્રખ્યાત દરબારી સંગીતકાર હતા. અહમદ અલી ખા દ્વારા ઘણા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંગીત સમારોહ, કાર્નેગી હોલ (અમેરિકા), રોયલ અલ્બર્ટ હોલ (લંડન), મોઝાર્ટ હોલ વગેરેમાં પોતાની કલાનું પ્રદર્શન કરેલ છે.

તેમને ઘણા એવોર્ડ અને વર્ષ 1975માં પદ્મશ્રી, સંગીત નાટક અકાદમી એવોર્ડ, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ વગેરે પ્રદાન કરવામાં આવેલ છે.

Ø  પંડિત રવિશંકર

 • તેઓ આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધી મેળવનાર સિતારવાદક હતા. ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વ પ્રસિદ્ધી આપવામાં તેમનો ફાળો મહત્વનો છે.

તેઓએ વર્ષ 1967માં લોસ એન્જેલસ ખાતે ‘ક્યૂનારા સ્કુલ ઓફ મ્યુઝીક’ ની સ્થાપના કરેલ.

તેઓને ઘણા આંતરરાષ્ટ્રીય સન્માન, આંતરરાષ્ટ્રીય સંગીત વેંસકો સન્માન, મેગ્સેસ પુરસ્કાર વગેરે પ્રાપ્ત થયેલ છે.

તેઓને ભારતરત્નથી પણ સન્માનિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેઓને પ્રતિષ્ઠિત નાટક અકાદમીઓની ફેલોશીપ પ્રદાન કરવામાં આવેલ છે.

વર્ષ 1949 થી 1955 સુધી આકાશવાણી સંગીત નિર્દેશક અણ રહેલ તથા તેઓએ ‘મેરા જીવન મેરા સંગીત’ નામથી પોતાની આત્મકથા પણ લખેલ છે.

સંગીતક્ષેત્રની વિખ્યાત કલાકાર નોરા જોન્સ અને અનુષ્કા શંકર તેમની પુત્રીઓ છે.

Ø  ડૉ.ભૂપેન્દ્ર હજારિકા

 • તેઓ  બહુમુખી પ્રતિભા ધરાવતા એક ગીતકાર, ગાયક, કવિ, ફિલ્મ નિર્દેશક અને શ્રેષ્ઠ સંગીતકાર હતા.

તેઓ અસમ રાજ્યના વતની હતા. તેઓએ જનતાની અવાજને મુખ્ય ધારામાં સમ્મેલિત કરેલ.

તેઓ ભારતીય લોકનાટ્ય સંગઠન (IPTA) સાથે જોડાયેલ હતા અને તેના માટે તેઓએ ઘણાં નાટકોની રચના પણ કરેલ.

તેઓને પદ્મશ્રી તથા પદ્મભૂષણ પુરસ્કાર, સંગીત નાટક અકાદમી સન્માન જેવા ઘણાં એવોર્ડ પ્રાપ્ત થયેલ. મરણોપરાંત તેઓને પદ્મવિભૂષણ પ્રદાન કરવામાં આવેલ.

તેઓની વિવધ પ્રતિભાને કારણે ભારત સરકાર દ્વારા તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવેલ.

Ø  ઉસ્તાદ વિલાયત ખાન

 • તેઓ વિશ્વના પ્રસિદ્ધ તબલાંવાદકોમાંના એક છે.

તેઓએ હિન્દુસ્તાની તથા કર્ણાટકી એમ બેઉ સંગીત કલાઓનું પ્રશિક્ષણ મેળવેલ છે. તથા તેઓએ ભારતીય અને પાશ્ચાત્ય સંગીત વચ્ચેના અંતરને બરાબર કરવાનો પ્રયાસ પણ કરેલ છે.

તેઓ પદ્મશ્રી પ્રાપ્ત કરનાર સૌથી ઓછી આયુના તબલાવાદક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *