નામાંકિત વ્યક્તિઓ  ભારતીય ફિલ્મ

નામાંકિત વ્યક્તિઓ ભારતીય ફિલ્મ

 

Ø  શ્યામ બેનેગલ

 • તેમનો મૂળ સબંધ વિજ્ઞાપન ક્ષેત્ર સાથે હતો. તેમને ઘણાં લોકપ્રિય વિજ્ઞાપનોનું સર્જન કરેલ.

તેમની પ્રથમ ડોક્યુમેન્ટરી વર્ષ 1962માં રજૂ થયેલ ગુજરાતી ભાષાની ‘ઘેર બેઠા ગંગા’ હતી. તેઓની પ્રથમ ફિલ્મ ‘અંકુર’ હતી. કેટલીક અન્ય રચનાઓ જેમ કે નિશાંત, મંથન, જુનૂન, કલયુગ, યાત્રા વગેરેનો સમાવેશ થાય છે.

તેમને વૃતચિત્રો માટે ખૂબ જ પ્રશંસા મળતી. જેમ કે ‘ભારત એક ખોજ’ તે જવાહરલાલ નહેરૂનું પ્રસિદ્ધ પુસ્તક ‘ડીસ્કવરી ઓફ ઈન્ડિયા’ પર આધારિત હતી.

Ø  સત્યજીત રે

 • તેઓ પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક હતા જેમાં ‘પાથેર પાંચાલી’ તેમની પ્રસિદ્ધ રચના છે. તદઉપરાંત ‘શતરંજ કે ખેલાડી’ પણ તેમની જ રચના છે.

તેમને વિશેષ પ્રસિદ્ધી ‘ઘરે-બાહિરે’ દ્વારા મળી હતી. જેમાં તેઓએ નારી જાતી તથા આ દુનિયામાં તેઓના સ્થાનને ઉજાગર કરેલ.

વર્ષ 1992માં તેમને ‘ભારતરત્ન’ તથા ‘દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ એચીવમેન્ટ’ થી સન્માનિત કરવામાં આવેલ.

ફ્રાન્સ સરકાર દ્વારા કલા માટે સર્વોચ્ય નાગરિક સન્માન ‘ધ લેજન્ડ ઓફ ઓનર’ થી સન્માનિત કરવામાં આવેલ,

તેઓને એકેડમી ઓફ મોશન પિક્ચર્સ દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટે વિશેષ ઓસ્કાર સન્માન આપવામાં આવેલ.

Ø  દાદાસાહેબ ફાળકે

 • ભારતીય ફિલ્મ ઉદ્યોગની આધારશિલા મૂકવા બદલ તેઓને ‘ભારતીય ફિલ્મ ઉદ્યોગના જનક’ કહેવામાં આવે છે.
 • તેઓએ 175 થી પણ વધારે ફિલ્મોનું નિર્માણ કરેલ જેમાં ‘રાજા હરિશ્ચંદ્ર’ અને ‘સત્યવાન સાવિત્રી’ તેમની પ્રખ્યાત રચના છે.

ફિલ્મ ક્ષેત્રે તેમને સૌથી મોટી વ્યાપારિક સફળતા ‘લંકા દહન’ થી મળેલ.

તેમના મૃત્યુ બાદ તેઓને અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ જેમાં ‘દાદાસાહેબ ફાળકે લાઈફ ટાઈમ એચિવમેન્ટ’ નો પણ સમાવેશ થાય છે.

Ø  ગુલઝાર

 • ગુલઝાર એક પ્રતિષ્ઠિત ગીતકાર, નિર્દેશક અને સ્ક્રીપ્ટ લેખક હતા.

‘સ્લમ ડોગ મિલેનીયોર (જય હો)’ માટે તેમને ઓસ્કાર એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો.

વર્ષ 2004માં તેમને પદ્મભૂષણ અને વર્ષ 2014માં દાદાસાહેબ ફાળકે સન્માન આપવામાં આવ્યું.

Ø  અમિતાભ બચ્ચન

 • અમિતાભ બચ્ચન આપણા સમયના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંના એક છે. તેઓ 40 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે. તેમને ‘એંગ્રી યંગમેન’ તરીકેની ખ્યાતી પ્રાપ્ત થઈ છે. પદ્મશ્રી (1984), પદ્મભૂષણ (2001), પદ્મવિભૂષણ (2015) થી સન્માનિત થયેલ છે. ફ્રાન્સ સરકાર દ્વારા સર્વીચ્ય નાગરિક સન્માન લેજેન્ડ ઓફ ઓનર પ્રાપ્ત થયું છે.

Ø  નરગીસ દત્ત

 • નરગીસ દત્તનું મૂળ નામ ફાતિમા રાશીદ હતું. તેમણે પોતાનું નામ બદલીને નિર્મલા દત્ત રાખી દીધું હતું. છતાં પણ ફિલ્મી નામ નરગીસ જ રહ્યું. ‘મધર ઈન્ડિયા’ માં મુખ્ય ભૂમિકા નિભાવ્યા પછી તેમનું નામ અમર થઈ ગયું. આ ફિલ્મને ઓસ્કાર માટે નામાંકિત કરવામાં આવી. તેમણે બરસાત, આવરા, શ્રી 420 વગેરે ફિલ્મોમાં અભિનય કર્યો. તેમને પદ્મશ્રી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ઘણાં ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત થયાંછે.

Ø  રાજકપૂર

 • રાજકપૂરને શોમેન ઓફ ઈન્ડીયન ફિલ્મના રૂપમાં વધારે લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. તેમને ભારતમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાના નામે ઓળખવામાં આવે છે. તેઓ એક સુપ્રસિદ્ધ નિર્માતા અને નિર્દેશક પણ હતા. તેમને પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અભિનય, નિર્દેશન અને નિર્માણ માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Ø  કમાલ અમરોહી

 • સૈયદ આમીર હૈદર કમાલ ભારતીય સિનેમામાં “પાકીઝા” ના નિર્દેશક તરીકે અમર છે. કમાલ અમરોહીએ હિન્દી તથા ઉર્દુ ભાષામાં કવિતાઓ લખી છે. કમાલ અમરોહીના પ્રસિદ્ધ ફિલ્મ “મુગલ-એ-આઝમ” ની સ્ક્રીપ્ટ લખી હતી. ઈ.સ. 1953માં કમાલ ફિલ્મની સ્થાપના કરી અને પાંચ વર્ષ પછી કમાલીસ્તાન સ્ટુડિયો પણ બનાવવામાં આવ્યો.

નૃત્યકાર

Ø  પંડિત બીરજુ મહારાજ

 • સૌથી લોકપ્રિય પંડિત બીરજુ મહારાજનું નામ બ્રીજમોહન નાથ મિશ્ર છે જે આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કથક નર્તક છે અને તેમનો સબંધ જૂના લખનૌ ઘરાનાથી હતો. ઉત્તરભારતમાં કથકને લોકપ્રિય બનાવવા માટેનું શ્રેય તેમને મળે છે. નૃત્ય તથા નાટય બંનેને મળીને તેમણે ‘ગોબર્ધન લીલા’, ‘માખણ ચોરી’, ‘ફાગ બહાર’ વગેરે જેવી આલોચક દ્વારા પ્રશંશનીય પ્રસ્તુતિની રચના કરે છે. તેમને પદ્મવિભૂષણ સંગીત નાટક અકાદમી સન્માન, કાલીદાસ સન્માન જેવા ઘણાં પુરસ્કાર પ્રાપ્ત થયા છે.

Ø  મલ્લિકા સારાભાઈ

 • મલ્લિકા સારાભાઈ નર્તકી તરીકે જાણીતા છે. તેઓ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના પુત્રી હતાં. તેઓ માત્ર નૃત્યકલા માટે જ નહિ પરંતુ ફિલ્મ નિર્માણ નૃત્ય નિર્દેશન, અભિનયમાં પણ નિપૂર્ણ હતાં. તેમની કૃતિઓ દ્રૌપદી, ‘શક્તિ ધ પાવર ઓફ ધ વુમન’, ‘સીતાપુત્રી’, ‘ગંગા’ વગેરેના માધ્યમથી મહિલાઓ સબંધી મુદ્દાઓ ઉઠાવ્યા છે. સર્વોચ્ચ નાગરિક સન્માન Palmedor આપવામાં આવ્યું છે. તેમને પદ્મભૂષણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

Ø  સોનલ માનસિંહ

 • સોનલ માનસિંહ પ્રખ્યાત ઓડીશાના નર્તકીઓમાના એક છે. તથા તેમણે સામાજિક કાર્યકર્તા, વિચારક અને દાર્શનિકરૂપથી ઓળખ મળી હતી. તેમને ભરતનાટ્યમ, છઉ નૃત્ય અને અન્ય સંગીતકળાઓમાં પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તેમને પદ્મભૂષણ, રાજીવ ગાંધી પુરસ્કાર અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Ø  મૃણાલિની સારાભાઈ

 • મૃણાલીની સારાભાઈ ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્યના નિર્દેશક રહી ચૂક્યા છે. તેઓ કથકલી, ભરતનાટ્યમ બંનેમાં નિપૂર્ણ હતાં. નાટક, સંગીત, નૃત્ય અને કઠપૂતળી નૃત્ય જેવી કલાઓમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અમદાવાદના પ્રખ્યાત દર્પણ એકેડમી ઓફ પર્ફોમિંગ આર્ટસની સ્થાપના કરી. તેમણે શિક્ષા શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ ટાગોરના માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત કરી અને તેમના આખા જીવનમાં તેમનો પ્રભાવ જોવા મળ્યો. ભારત સરકાર દ્વારા વર્ષ 1992માં પદ્મભૂષણ અને સંગીત નાટક એકાદમી ફેલોશીપ પણ પ્રાપ્ત કરી.

ચિત્રકળા

Ø  અમૃતા શેરગીલ

 • અમૃતા શેરગીલ સૌથી વધારે ખ્યાતીપ્રાપ્ત મહિલા ચિત્રકારમાંના એક હતા. તેઓ યુરોપમાં શિક્ષણ અને પ્રશિક્ષણ પ્રાપ્ત કરી ભારત આવ્યાં હતા. તેમનાં ચિત્ર ‘યંગ ગલ્સ’ પર યુરોપિયન શિક્ષણ પ્રશિક્ષણની છાપ દેખાતી હતી જેનાથે તેમને એસોસિયેટ ઓફ ગ્રેંડ સેલન ઈન પેરીસ માટે સૌથી નાની ઉમરના કલાકારના રૂપમાં પ્રસિદ્ધી મળી. તેઓ રવીન્દ્રનાથ ટાગોર અને યામિની રાયથી પ્રભાવિત કલાકારોના કોલકત્તા સ્કૂલના સદસ્ય બની ગયા.

Ø  રાજા રવિ વર્મા

 • રાજા રવિ વર્મા કોઈલ થમ્પુરણને 20મી સદીના સૌથી મોટા ચિત્રકાર માનવામાં આવે છે. તેઓ ત્રાવણકોર દેશી રિયાસતથી હતા. લાંબા સમય સુધી ત્યાંના રાજ પરિવારનું સંરક્ષણ તેમને મળતું હતું. તેઓ પૌરાણિક ચરિત્રોને પોતાની ચિત્રકલા વડે સજીવન કરવા માટે જાણીતા હતા. તેમણે સામાન્ય રીતે નળ અને દમયંતી, મહાભારત, રામાયણ વગેરેમાંથી સુંદર ર્દશ્યચિત્ર બનાવ્યા છે.

Ø  બી.સી. સાન્યાલ

 • તેઓ ભારતીય કલામાં આધુનિકવાદના અગ્રદત તરીકે જાણીતા છે. તેઓ માત્ર ચિત્ર જ નહિ પરંતુ જીવનપર્યત ઘણાં કલાકારો માટે ઉત્સુક શિક્ષક પણ રહ્યા. તેઓ એક પ્રસિદ્ધ મૂર્તિકાર પણ હતા અને તેમણે દિલ્હીમાં શિલ્પીચક્રની સ્થાપના કરી હતી. તેમણે લલિતકલા અકાદમી ફેલોશીપ અને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

Ø  એમ.એફ. હુસૈન

 • એમ.એફ.હુસૈનનું પૂરું નામ મકબૂલ ફિદા હુસૈન હતું અને તે આપણા સૌથી મહાન કલાકારોમાંના એક હતા. તેઓ કુશળ ચિત્રકાર, ફોરોગ્રાફર, નિર્દેશક અને ભારતીય સંસદના સદસ્ય હતા. પોતાના જીવનના પ્રારંભિક ચરણમાં તેમણે કલાકારના રૂપમાં કામ કર્યું પરંતુ તેઓ 20 વર્ષની ઉંમર સુધી અપ્રશિક્ષિત હતા. તેમણે મધ્યપ્રદેશથી મુંબઈ આવીને ઘણા વર્ષો સુધી પ્રશિક્ષણ માટે જે.જે.કલા વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો.

Ø  અવિન્દ્રનાથ ટાગોર

 • ઈન્ડીયન સોસાયટી ઓફ ઓરીએન્ટલ આર્ટ પ્રવર્તક અને પ્રમુખ માનવામાં આવે છે. તેઓ એક કુશળ ચિત્રકાર હતા અને ઘણાં પ્રભાવશાળી બંગાળ સ્કૂલ ઓફ આર્ટસના સંસ્થાપક હતાં. તેઓ પહેલેથી જ મુગલ અને રજપૂત શૈલીનું આધુનિકીકરણ કરીને ભારતીય કલા પર બ્રિટીશ પ્રભાવનો વિરોધ કર્યો. તેમની પ્રસિદ્ધ રચનાઓમાં ‘ગણેશ જનની’, ‘વિના પ્લેયર’, ‘ભારતમાતા’ વગેરે છે. એમને ઘણાં પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *