રસાયણ વિજ્ઞાન

રસાયણ વિજ્ઞાન

 • રસાયણ વિજ્ઞાનની મહત્વની શાખા છે.
 • રસાયણ શબ્દ ઈજીપ્તના જૂના નામ કીમિયા ઉપરથી ઊતરી આવ્યો છે.
 • લેવાયસિયર વૈજ્ઞાનીકને આધુનિક રસાયણવિજ્ઞાનનો જન્મદાતા કહેવામાં આવે છે.
 • રસાયણવિજ્ઞાનના વિવિધ વિભાગ પડે છે. જેવા કે,
 • અકાર્બનિક રસાયણ
 • ઔધોગિક રસાયણ
 • કાર્બનિક રસાયણ
 • જીવ રસાયણ
 • ભૌતિક રસાયણ
 • ખેત રસાયણ
 • વિશ્લેષિક રસાયણ
 • ઔષધ રસાયણ
 • સમાન પ્રકારના પરમાણુઓથી બનેલા શુદ્ધ પદાર્થને તત્વ કહેવાય છે.
 • H, S, Na, Cu, Hg વગેરે તત્વના ઉદાહરણ છે.
 • બે કે વધારે અણુ ભેગા મળી સંયોજન બનાવે છે.
 • અલગ અલગ તત્વોના પરમાણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે મિશ્રણ બને છે.
 • મીઠાનું પાણી ક્પર સલ્ફેટ, ખાંડનું મિશ્રણ એ ઉદાહરણ છે.
 • પરમાણુ એ દ્રવ્યનો સૂક્ષ્મકણ છે, જે રાસાયણિક ક્રિયામાં ભાગ લઈ શકે છે.
 • પ્રોટોનનો શોધકકર્તા રૂધારફોર્ડ છે.
 • એસિડ એ સ્વાદે ખાટા હોય છે તેમંજ એસિડ ભૂરા લીટમસને લાલ બનાવે છે.
 • બેઈઝ સ્વાદે તુરા હોય છે તે લાલ લીટમસને ભૂરું બનાવે છે.
 • સલ્ફ્યુરિક એસિડ એ એસિડનો રાજા છે.
 • સૌથી ભારે પ્રવાહી પારો છે.
 • સૌથી હલકું તત્વ હાઈડ્રોજન છે.
 • સૌથી ભારે તત્વ યુરેનિયમ છે.
 • સૌથી સખત ધાતુ ઈરેડીયમ છે.
 • સામાન્ય તાપમાને પ્રવાહી રહેતી ધાતુ પારો છે.
 • સામાન્ય તાપમાને પ્રવાહી રહેતી અધાતુ બ્રોમીન છે.
 • બરફની ગલનગુપ્ત ગરમી 80 કેલરી છે.
 • હવામાં રહેલા વાયુઓ નાઈટ્રોજન 78%, ઓક્સિજન 20.9%, કાર્બન ડાયોક્સાઈડ ૦.૦4૦% અને આર્ગોન, નિયોન વાયુઓ છે.
 • હાસ્યવાયુ તરીકે નાઈટ્રસ ઓક્સાઈડ ઓળખાય છે.
 • પીરીયોડીક ટેબલના રચયિતા મેન્ડેલીફ છે.
 • ટીયરગેસનું રાસાયણિક નામ આલ્ફા ક્લોરો એસીટોફીનોન છે.
 • જલવાયુમાં કાર્બન મોનોક્સાઈડ અને હાઈડ્રોજનનું મિશ્રણ છે.
 • ડાયનેમાઈટનું રાસાયણિક નામ ગ્લીસરીન ટ્રાઈનાઈટ્રેટ છે.
 • ડાલ્ટને પરમાણુવાદનો સિદ્ધાંત આપ્યો છે.
 • સૌ પ્રથમ પરમાણુ વિખંડન ઓર્ટોહન દ્વારા કરવામાં આવેલું છે.
 • ફળોને સુરક્ષિત રાખવા માટે ફોર્મિક એસીડનો ઉપયોગ થાય છે.
 • પ્રોડ્યુસર ગેસ મુખ્યત્વે નાઈટ્રોજન અને કાર્બન મોનોક્સાઈડનું મિશ્રણ છે.
 • હાઈડ્રોકાર્બન એ કાર્બન અને હાઈડ્રોજનનું મિશ્રણ છે. હાઈડ્રો કાર્બન એ એક પ્રાકૃતિક સ્ત્રોત પેટ્રોલીયમ છે.
 • હાઈડ્રોકાર્બન સમૂહ, સમૂહનું નામ તથા ઉદા. નીચે આપેલા છે.
 • પેટ્રોલીયમ મુખ્યત્વે અનેક હાઈડ્રોકાર્બનનું એક જટિલ મિશ્રણ છે. જેમાં ઓક્સિજન, નાઈટ્રોજન તથા ગંધકયુક્ત કાર્બનિક મિશ્રણ અલ્પમાત્રામાં હોય છે.
 • પેટ્રોલીયમ એ શરૂઆતી તબક્કામાં એક કાળું તેલ હોય છે. જેમાં તેની ઉપરની સપાટી ઉપરથી પ્રાકૃતિક ગેસ મેળવવામાં આવે છે.
 • વિશ્વમાં સૌથી પ્રથમ પેટ્રોલીયમ કૂવો કર્નલ ડ્રેક દ્વારા ઈ.સ. 1859માં પેન્સીલવેનિયા ના ટાઈટસ વિલે નામના સ્થળે ખોદવામાં આવ્યો હતો.
 • ભારતમાં સૌ પ્રથમ તેલ કૂવો ઈ.સ. 1867માં આસામ રાજ્યમાં મકમ જગ્યાએ ખોદવામાં આવ્યો હતો.
 • વાસ્તવમાં પેટ્રોલીયમ ગેસ, ઈથેન, પ્રોપેન તથા બ્યુટેનનું મિશ્રણ હોય છે. તેમાં બ્યુટેન સૌથી ઝડપી અને સરળતાથી સળગે છે.
 • જલગેસ એ કાર્બન મોનોક્સાઈડ અને હાઈડ્રોજનનું મિશ્રણ હોય છે.
 • પેટ્રોલેટમ જે હાઈડ્રો કાર્બનનું મિશ્રણ છે, તેનો ઉપયોગ વેસેલીનના રૂપમાં થાય છે.
 • કોલસાના ચાર પ્રકાર છે :
 • એન્થ્રેસાઈટ 96%, લિગ્નાઈટ 38%, બીટુમીનસ 66%, પીટ – સૌથી ઓછું
 • પ્રાકૃતિક ગેસમાં મીથેન ગેસ હોય છે.
 • બાયોગેસમાં 65% મીથેન હોય છે.
 • એસીટીલિનનો ઉપયોગ પોલીવિનાઈલ ક્લોરાઈડ (PVC) બનાવવામાં થાય છે.
 • વિસ્ફોટક જેવા કે TNT તથા ડાઈનામાઈટ બનાવવામાં નાઈટ્રેક એસિડનો ઉપયોગ થાય છે.
 • ભૂરો અને લીલો કાચ બનાવવા માટે ક્યુપ્રિક ઓક્સાઈડનો ઉપયોગ થાય છે.
 • પોલીથીન એક થર્મોપ્લાસ્ટિક છે, જે ઈથીલિનના બહુલીકરણથી મળે છે.
 • સેલ્યુલોઝ કુદરતી રૂપમાં પ્રાપ્ત થતું બહુલક એટલે કે પોલીમર છે.
 • પ્લાસ્ટિક એ કુત્રિમ માનવસર્જિત પોલીમર છે. તેમના બે પ્રકાર છે :
 • થર્મોપ્લાસ્ટિક ઉદા. પોલીથીન , PVC, નાઈલોન, પોલીસ્ટીરીન
 • થર્મોસેટિંગ પ્લાસ્ટિક ઉદા. બેકેલાઈટ, ફીનોલ રેજિન, સીલીકોન, યુરીયા, ફોર્માલ્ડીહાઈડ વગેરે.
 • કુદરતી રબર આઈસોપ્રિન નામના મોનોમરનું પોલીમર છે, જે એક થર્મોપ્લાસ્ટિક છે. જેમને સલ્ફરની સાથે ગરમ કરી આકાર આપવામાં આવે છે.
 • નીઓપ્રિન કુદરતી રબર છે, જે ઉષ્મારોધી તરીકે ઉપયોગમાં લેવાય છે.
 • કુત્રિમ રેસાઓને રેયોન કહેવાય છે.
 • રબરમાં કાર્બન બ્લેક ભેળવીને તેની સખતાઈમાં વધારો કરવામાં આવે છે. પરમાણુ બોમ્બ પરમાણુ વિખંડનના સિદ્ધાંત ઉપર આધારિત હોય છે. પરમાણુ બોમ્બ બનાવવા માટે યુરેનિયમ (U235) અથવા પ્લુટોનિયમ (pu239) નો ઉપયોગ થાય છે. હાઈડ્રોજન બોમ્બ પરમાણુ સંલયનના સિદ્ધાંત ઉપર આધારિત છે.
 • હાઈડ્રોજન બોમ્બ પરમાણુ બોમ્બ કરતા 1000 ગણો શક્તિશાળી હોય છે. હાઈડ્રોજન બોમ્બ ડ્યુટેરીયમ અને ટ્રાઈટિયમ સંલયનથી બનાવવામાં આવે છે.

Ø  ધાતુ

 • સામાન્ય રીતે ધાતુઓ વિધુતની વાહક હોય છે. અને એસીડો સાથે પ્રક્રિયા કરીને હાઈડ્રોજન ગેસ વિસ્થાપન કરતી હોય છે.
 • 1869માં મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં 50 ધાતુઓ હતી જ્યારે આજ લગભગ 80 ધાતુને આપને જાણીએ છીએ.
 • બધી જ ધાતુઓ ઉષ્માની સુચાલન છે. પરંતુ ચાંદી ઉષ્માનું સૌથી વધારે વહન કરે છે. જ્યારે સીસામાં ઉષ્માનું વહન ઓછુ થાય છે.

Ø  અધાતું

 • પૃથ્વી ઉપર 22 અધાતુ તત્વ છે. જેમાંથી 11 ગેસ સ્વરૂપે છે. 1 દ્રવ્ય સ્વરૂપે બાકીના 10 ઘન પદાર્થો છે.
 • અધાતુ એ ધાતુ જેવા એક પણ ગુણધર્મ ધરાવતી નથી.
 • કાર્બન, ગંધક એ ઘન અધાતુ છે.
 • બ્રોમીન એ પ્રવાહી અધાતુ છે.
 • ઓક્સિજન, નાઈટ્રોજન જેવા ગેસ અધાતુ છે.
 • કાર્બનનું એક સ્વરૂપ ગ્રેફાઈટ અધાતુ હોવા છતાં વિધુતનું વહન કરે છે.

Ø  પાણી

 • પાણી એ હાઈડ્રોજન અને ઓક્સિજનનું બનેલ હોય છે.
 • શુદ્ધ પાણી રંગવિહીન, ગંધવિહીન, સ્વાદરહિત અને પારદર્શક હોય છે.
 • પાણીની શુદ્ધિ અને અશુદ્ધિને લઈને બે ભાગ પડે છે :
 • 1) કઠોર પાણી , 2) મૃદુ પાણી
 • પાણીની અસ્થાયી કઠોરતા કેલ્શિયમ, મેગ્નેશિયમના બાયકાર્બોનેટને કારણે હોય છે, જે પાણીને ગરમ કરવાથી દૂર થાય છે. પાણીની સ્થાયી કઠોરતા કેલ્શિયમ, મેગ્નેશિયમના ક્લોરાઈડ અને સલ્ફેટને કારણે હોય છે. તેને ગરમ કરવા છતાં પણ દૂર કરી શકાતી નથી.
 • ભારે પાણી – ડ્યુટેરીયમના ઓક્સાઈડ ને ભારે પાણી કહે છે.
 • તેમનો ઉપયોગ ન્યુટ્રોનના મંદક તરીકે ઉપરાંત ટ્રેસર તરીકે, ડ્યુટેરીયમના સંયોજન બનાવવા તેમજ આયોનિક અને અનઆયોનિક હાઈડ્રોજનને અલગ કરવામાં ભારે પાણીનો ઉપયોગ થાય છે.

Ø  એમોનીયા

 • એમોનીયા ગેસ હેબર પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. એમોનીયાનો ઉપયોગ બરફ બનાવવાના કારખાના થાય છે. ઉપરાંત કુત્રિમ રેસા બનાવવા તેમજ આંસુ ગેસ બનાવવા એમોનીયા ઉપયોગી છે.

Ø  કાચ

 • સૌ પ્રથમ કાચનું નિર્માણ પ્રાચીનકાળમાં મિસ માં થયું હતું. સાધારણ કાચ બનાવવા માટે સિલિકા વીરંજક પદાર્થ, ક્ષારિય પદાર્થનો ઓક્સાઈડ, કેલ્શિયમ ઓક્સાઈડ વગેરે પદાર્થોની આવશ્યકતામાં હોય છે.
 • જ્યારે તે દ્રવ્યની અવસ્થામાં બદલાય માટે તેને દ્રવ્ય કાચ કહેવાય. તેમને વિવિધ વાસણોમાં કાઢીને તેનું ‘અનિલીકરણ’ કરવામાં આવે છે.

Ø  કાચના પ્રકાર

 • જળકાચ – સોડીયમ કાર્બોનેટ તથા સીલીકાને ગરમ કરતાં સોડીયમ સીલીકેટ પ્રાપ્ત થાય છે. જે જળમાં વિલયન પામે છે. તેને જળકાચ કહેવાય.
 • ફોટોક્રોમેટીક કાચ – તે વિશેષ પ્રકારનું છે. તીવ્ર પ્રકાશમાં કાળું પડે છે. તે sunglassમાં વપરાય છે.
 • પાયરેક્સ કાચ – તેને બોરોસીલીકેટ કાચ પણ કહેવાય છે.
 • તેનું રાસાયણિક ચીરસ્થાયીત્વ તથા તાપીય પ્રતિરોધકતા સર્વાધિક હોય છે.
 • લેડક્રીસ્ટલ કાચ – લેડક્રિસ્ટલ કાચ નિર્મિત વસ્તુઓમાં પડોને એવી રીતે કાપવામાં આવે છે જેથી આ સ્તરથી પ્રકાશનું પરાવર્તન પ્રચુર માત્રામાં થાય છે. આ પ્રકારથી કાપેલા કાચમાં ઝગમગાટ પેદા થાય છે.
 • સોડા કાચ – તે સૂગમતાથી તૂટે છે. તેને સૌથી સસ્તું તથા નિમ્ન કક્ષાનું છે. તેને મૃદુકાચ પણ કહેવાય છે.
 • ઝેના કાચ – સર્વોત્તમ શ્રેણીનું કાચ છે. રાસાયણિક પાત્રો તથા વૈજ્ઞાનિક પ્રયોગ કરવામાં વપરાય છે. તે Zn તથા બેરીયમ બોરો સીલીકેટનું મિશ્રણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *