સંતો અને સમાજસેવકો

સંતો અને સમાજસેવકો

 • કચ્છના રણમાં ભૂલા પડેલા અનેક મુસાફરોના જીવ બચાવનાર અને ભૂખ્યાને ભોજન અને પાણી પહોચાડવા નાતે દાદા મેકરણ કચ્છના ખાંભડા ગામમાં થઈ ગયા. તેમની પાસે લાલિયો નામનો ગધેડો અને મોતિયો નામનો કૂતરો હતો.

 

 • ભાણસાહેબના પુત્રી ખીમસાહેબ રાપરમાં થઈ ગયા. તેમની અને ત્રિકમસાહેબની સમાધી રાપરમાં છે.
 • સતી તોરલે લૂંટારા જેસલને જીવનનું રહસ્ય સમજાવ્યું અને તેના મનમાંથી મૃત્યુનો ભય દૂર કરી તેનો હ્રદય પલટો કર્યો. જેસલ-તોરલની સમાધી અંજારમાં છે.

 

 • બારમી સદીના ગોરખનાથ-કાનફટા પંથની સ્થાપકની સમાધી અને મઠ ધીણોધર ડુંગર (કચ્છ) પર છે.

 

 • નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો. પરંતુ તેની કર્મભૂમિ જુનાગઢ બનાવી. જુનાગઢ ના રાજા રા’માંડલિકે તેમની ભક્તિની પરિક્ષા કરી. ગુજરાતી સાહિત્યમાં તેમણે પદ, ભજન, પ્રભાતિયાના સર્જક ગણાય છે. ક્રિષ્ના ભક્તિ પર તેમણે જ્ઞાનમાર્ગી અને ભક્તિમાર્ગી કવિતાઓ લખી.

 

 • મોજીદડના નથ્થુરામ શર્માએ બિલખામાં આનંદ આશ્રમ સ્થાપી શુદ્ધ સનાતન ધર્મ-કર્મ અનુસાર જીવન જીવવાની પ્રેરણા આપી.

 

 • ઉત્તરપ્રદેશના છપૈયા ગામમાં ઘનશ્યામનો જન્મ થયો. ત્યારબાદ તે હિમાલયમાં તપસ્યા કર્યા બાદ નીલકંઠથી ઓળખાયા. રામાનંદ પાસે દિક્ષા લીધા બાદ સહજાનંદ સ્વામીએ સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી અને ગુજરાતને કર્મભૂમિ બનાવી. આ સંપ્રદાયનું મૂળ સ્થાન વડતાલ અને ગઢડા છે. સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથ આપેલા છે.

 

 • વિસાવદર તાલુકાના સતાધારમાં ચલાળાના સંત આપા દાનાના શિષ્ય આપા ગીગા થયા. આજે પણ સતાધાર પવિત્ર સ્થાનક ગણાય છે. અહિંયા પાડાની પૂજા થાય છે.

 

 • ઈલાબેન ભટ્ટનું નામ ગુજરાતના સમાજ SEWA (સેલ્ફ એપ્લોયમેન્ટ વુમન એશોસિયેશન) ની સ્થાપના અમદાવાદ ખાતે કરી. તેમણે ગુજરાતનો પ્રથમ મેગ્સેસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પણ સેવા બજાવી.

 

 • પૂર્ણીમાબેન પકવાસા ગાંધીજીના અંતવાસી રહ્યા. ડાંગના આદિવાસીને શિક્ષણ આપવા માટે સાપુતારા ખાતે ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠની સ્થાપના કરી. ‘ડાંગના દીદી’ થી ઓળખાય છે.

 

 • હોમાઈ વ્યારાવાળા જેને ભારતના પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર તરીકે ઓળખવામાં આવે છે.પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.

 

 • દિવાળીબેન ભીલ લોક સંગીત ક્ષેત્રે જાણીતા છે જેમણે ગુજરાતના લતા મંગેશકર તરીકે ઓળખવામાં આવે છે.પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજકોટ આકાશવાણીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી.

 

 • મૂળ ઉના તાલુકાના આમોદરાના મહાત્મા મૂળદાસ થયા. પરંતુ તેની સમાધી અમરેલીમાં આવેલી છે.

 

 • સરસાઈ ગામે સંત રોહીદાસ અને બિલખામાં શેઠ સગાળશા થઈ ગયા.

 

 • વિધવા અને ત્યકતાના તારણહાર પુષ્પાબેન મહેતા જુનાગઢનાં અગ્રગણ્ય સમાજસેવિકા હતા.

 

 • અમરેલી જિલ્લાના પીપાવાવના સંત પિપા છે જે ભક્તિ આંદોલન સાથે સંકળાયેલા રામાનંદના શિષ્ય હતા.
 • તેઓ મૂળ રાજસ્થાનના રાજપૂત સમાજના હતા.

 

 • મૂળ દેવકીગાલોળના ભોજાભગત પાટીદાર સમાજના સાવલિયા પરિવારમાં તેમનો જન્મ થયો. તેમણે કર્મભૂમિ અમરેલી જિલ્લાના ફતેહપુરા (હાલ ભોજલધામ) ને બનાવી. વિરપુરના સંત જલારામના તેઓ ગુરુ હતા. તેમણે કટાક્ષમય ભાષામાં ગુજરાતી સાહિત્યમાં ચાબખા નામના સાહિત્ય પ્રકારની રચના કરી.

 

 • રાજકોટ જિલ્લાના વિરપુરના સંત જલારામ જેઓનો જન્મ લોહાણા પરિવારમાં થયો. અહિંયા કોઈ પણ જાતની દાનદક્ષિણા સ્વીકારવામાં આવતી નથી. ‘રોટલો ત્યાં હરી ઢૂકડો’ તેમણે આપેલો અમર વાક્ય છે.

 

 • મોરબી જિલ્લાના ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીનો જન્મ થયો. તેનું વાસ્તવિક નામ મૂળ શંકર હતું. તેમના ગુરુ વીરજાનંદ હતા. તેમણે મુંબઈ ખાતે ભારતીય વૈદિક ગ્રંથોનો આધાર લઈ 1875 માં આર્યસમાજની સ્થાપના કરી. ‘સત્યપ્રકાશ’ આર્યસમાજનું મુખપત્ર છે.

 

 • નેત્રયજ્ઞોના આયોજક વીરનગરના ડૉ. શિવાનંદ અધ્વર્યુની સેવાઓ જાણીતી છે.

 

 • ઘોઘાવદરના દાસી જીવણ જેમણે ગરબીની રચના કરી. ‘ગગન મંડળની ગાગરડી, ગાગરડી કોઈ દેખે નહિ’એ તેમની રચના છે.

 

 • વવાણીયાના જૈન મુની શ્રીમદ્ રાજચંદ્ર જેઓ મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. તેમણે શતાવધાનનો પ્રયોગ કર્યો હતો. તેમની સમાધી રાજકોટ ખાતે આવેલી છે.

 

 • આણંદજી સોનીએ જામનગરમાં ‘અણદાબાવાનો આશ્રમ’ સ્થાપ્યો. આ આશ્રમમાંથી અન્નક્ષેત્ર, દવાખાનું, ગૌશાળા, શાળા, પાઠશાલા વગેરેનું સંચાલન થાય છે.

 

 • ભાવનગર જિલ્લાના તલગાજરડાના મોરારી બાપુ ગુજરાતના પ્રસિદ્ધ સંત અને રામાયણના કથાકાર છે.

 

 • બગદાણાના બજરંગદાસજી મહારાજ, પાળીયાદના ઉનડ બાપુ, જુનાગઢમાં ભારતીબાપુ થયા.

 

 • મહેસાણા જિલ્લાના વિજાપુરના બુદ્ધિસાગરજી મહારાજે મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી હતી. જે સુખડીના પ્રસાદ માટે જાણીતું છે.

 

 • ગુજરાતી વિશ્વકોશ શ્રેણીના સ્થાપનામાં રસ લેનાર વિસનગરના સંનિષ્ઠ લોકસેવક સાકળચંદ પટેલ ઉત્તર ગુજરાતની અનેક સામાજિક અને શૈક્ષણીક પ્રવૃતિઓના પ્રેરક તરીકે જાણીતા છે.

 

 • અમદાવાદમાં ભિક્ષુ અખંડાનંદજીએ ધાર્મિક સાહિત્યની પરબ માંડી સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય દ્વારા લોકો સુધી ધાર્મિક સાહિત્ય પહોંચાડ્યું હતું. તેમની સ્મૃતિમાં અમદાવાદમાં અખંડઆનંદ આયુર્વેદ મહાવિદ્યાલય અને હોસ્પિટલો ચાલે છે.

 

 • ગુજરાતના અલગ રાજ્યની સ્થાપના માટે અથાગ પરિશ્રમ કરનાર ઈન્દુલાલ યાજ્ઞિકની ફકિરી જાણીતી છે. તેમનો આશ્રમ નેનપૂરમાં છે.

 

 • ખેડા જિલ્લાના રઢૂ ગામના મૂકસેવક રવિશંકર મહારાજ (વ્યાસ) જેઓ ગુજરાતમાં ભૂદાન પ્રવૃતિની શરૂઆત કરી તથા ખેતરોમાં બોરિંગ માટેનો પ્રયાસ કર્યો. આથી તેને બોરિંગવાળા બાબાથી પણ ઓળખવામાં આવે છે.

 

 • ચરોતરના બહારવટીયાને સુધારવા માટેના પ્રયત્નો કર્યા. તેમની આ પ્રવૃત્તિને ઝવેરચંદ મેઘાણીએ ‘માણસાઈના દિવા’ નવલકથામાં અંકિત છે. 1960માં ગુજરાતનું ઉદઘાટન તેમના હસ્તે થયું.

 

 • ચુનીલાલ મહારાજ પૂ. મોટા તરીકે જાણીતા થયા. આ સંતના આશ્રમો અને મૌન મંદિરો સુરત અને નડીયાદમાં છે.

 

 • બબલભાઈએ થામણામાં ગુજરાતની પ્રથમ બુનિયાદ શાળા શરૂ કરી. મોતીભાઈ અમીન ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક અને પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા હતા.

 

 • ગુજરાતમાં ‘સદવિચાર પરિવાર’ તરફથી સમાજસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. વડોદરા જીલ્લાના કારવણમાં કૃપલ્વાનંદજી તથા નારેશ્વરમાં રંગઅવધૂત મહારાજ થઈ ગયા.

 

 • નારાયણ ગુરુ, જુમ્માદાસ, માણેકરાવજી, છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીએ ગુજરાતમાં વ્યાયામ-પ્રવૃતિઓને વેગ આપ્યો.

 

 • વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં મકરંદ દવે અને કુંદનીકા કાપડિયાની આગેવાની હેઠળ અનેક કલ્યાણકારી કાર્યો થઈ રહ્યા છે.

 

 • પંચમહાલમાં ડાહ્યાભાઈ નાયક, સુખલાલભાઈ, અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા), કમળાશંકર પંડ્યા વગેરેએ ભીલો તથા હરિજનોની સેવા કરી છે.

 

 • ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિની શરૂઆત મોતીલાલ અમીન દ્વારા કરવામાં આવી. તેમને ‘ચરોતરના મોતી’ તરીકેની ઉપમા મળેલી છે.

 

 • મૂળ મહારાષ્ટ્રના રોહામાં જન્મેલા પાંડુરંગ શાસ્ત્રી આઠવલ્લે (દાદા) જેમણે ‘ભાવમંદિર’ આવેલું છે. તેમણે કૃષિ મંદિર, હીરા મંદિર જેવો વિચાર વ્યવસાય ક્ષેત્રે આપ્યો. દરિયાઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા માછીમારોને ‘મત્સ્યગંધા’ નામ આપ્યું. જેમના જીવન પરથી ‘આર્તનાદ’ ફિલ્મ બનેલી છે. 19 ઓક્ટોબર, જેમના જન્મ દિવસે ‘મનુષ્ય ગૌરવ દિવસ’ મનાવવામાં આવે છે.

 

 • વડોદરા જિલ્લાના સાણસદ ગામના શાંતિલાલ પટેલ જે પાછળથી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત પ્રમુખસ્વામી તરીકે ઓળખાયા. જેમણે વિશ્વભરમાં સૌથી વધારે હિંદુમંદિરોનું નિર્માણ કરાવ્યું. જે વિશ્વ રેકોર્ડ છે. ભારત સરકારે તેમની સ્મૃતિની યાદમાં 5 રૂપિયાની પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડેલ છે.

 

 • સ્વામી સચ્ચીદાનંદનો આશ્રમ ખેડા જિલ્લાના દંતાલી ખાતે આવેલો છે. ‘મારા અનુભવો’ તેમની આત્મકથા છે.
 • અમરેલી જિલ્લાના ચલાળાના કાનજી ભૂટા બારોટ જે આગવી શૈલીમાં લોકવાર્તા કહેવા માટે જાણીતા છે. જેને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

 

 • 2 જી ઓક્ટોબર 1869માં મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમણે વકીલાતનો અભ્યાસ ઇંગ્લેન્ડ ખાતે કર્યો. 1893માં ગુજરાતી વેપારી શૈખ અબ્દુલ્લાનો કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા ગયા. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ દૂર કરવા માટેની આંદોલનની શરૂઆત કરી. દક્ષિણ આફ્રિકા ખાતે ફીનીક્સ આશ્રમ અને ઈન્ડીયન નાતાલ કોંગ્રેસની સ્થાપના કરી. 1915માં ભારતમાં પરત ફરી આજીવન સત્યાગ્રહની શરૂઆત કરી. તેમણે દેશની આઝાદી માટે ચંપારણ સત્યાગ્રહ, અસહકાર ચળવળ, દાંડીકૂચ અને હિન્દ છોડો ચળવળ તેમના મહત્વના સત્યાગ્રહો હતા. યંગ ઈન્ડિયા તેમનું સામાયિક હતું. ‘સત્યના પ્રયોગો’ તેમની આત્મકથા છે. આ ઉપરાંત તેમણે હિંદ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ, ગ્રામ સ્વરાજ તેમના ગ્રંથો છે. સમાજવાદી વિચારસરણી તેમનો મુખ્ય વિચાર હતો. તે દરેક ધર્મ ક્ષેત્રે સમભાવ રાખતા.  ૩૦મી જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીના બિરલા ભવન ખાતે તેમનું  અવસાન થયું. આ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *