ભૌતિક વિજ્ઞાન

ભૌતિક વિજ્ઞાન

 • અવકાશને વાદળી રંગ પ્રકાશના પ્રકીર્ણનને આભારી છે.
 • લઘુર્દષ્ટિ ખામીમાં માઈનસ ગ્લાસ પહેરવા પડે છે.
 • રોકેટની ગતિ એ વેગ્માનનો નિયમ દર્શાવે છે.
 • લાઉડ સ્પીકર વિધુત ઉર્જાને ધ્વની ઊર્જામાં રૂપાંતર કરે છે.
 • માઈક્રોફોન એ ધ્વની ઊર્જાનું વિધુત ઊર્જામાં રૂપાંતર કરે છે.
 • ઈલેક્ટ્રીક મોટર પાવર ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરે છે.
 • ડાયનેમો યાંત્રિક ઊર્જાનું વિધુત ઊર્જામાં રૂપાંતર કરે છે.
 • પ્રકાશવર્ષ એ લંબાઈનો એકમ છે.
 • દીવામાં કેશાર્કષણને કારણે તેલ ઉપર ચડે છે.
 • સબમરીનમાંથી બહાર જોવા પેરિસ્કોપનો ઉપયોગ થાય છે.
 • ફેધમ એ ઊંડાઈ માપવાનું સાધન છે.
 • આઈન્સ્ટાઈન દ્વારા સાપેક્ષવાદનો નિયમ આપવામાં આવ્યો છે.
 • પાણીમાં સાબુ કે ડીટરજન્ટ ઉમેરવાથી કપડાં જલદી સાફ થઈ જાય છે. કારણ કે સાબુ તથા ડીટરજન્ટ પાણીનું પૃષ્ઠતાણ ઘટાડી નાકે છે.
 • ઓલ્ટોમીટર વિમાનોની ઊંચાઈ માપવા માટે વપરાય છે.
 • ડેસીબલ ધ્વનીની તિવ્રતા  માપવા માટેનો એકમ છે.
 • રડારનું પૂર્ણ નામ રેડિયો ડીટેકશન એન્ડ રેન્જીંગ છે.
 • સોનાર નું પૂર્ણ નામ સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જીંગ
 • સોનાર ધ્વનીના પરાવર્તનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે.
 • કોઈ વસ્તુ પર બળ લગાવવામાં આવે તો તેનો વેગ બદલાઈ જાય છે.
 • વેગ સદિશ રાશી છે.
 • જેનું વર્ણન કરવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે છે. તેને સદિશ રાશી કહે છે.
 • સદિશ રાશિમાં વેગ, લંબાઈ, અંતર વગેરે ઉદાહરણ છે.
 • જેનું વર્ણન કરવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે તેવી રાશિને અદિશ રાશિ કહે છે.
 • અદિશ રાશિના ઉદાહરણ તાપમાન, ઊર્જા વગેરે છે.
 • પ્રકાશનો રંગ તરંગલંબાઈ ઉપર આધારિત હોય છે.
 • કોઈ પણ વસ્તુનું તાપમાન પરમ શૂન્ય તાપમાનથી ઓછું કરવા અશક્ય છે.
 • પરમ શૂન્ય તાપમાને કોઈ પણ ગેસનું દબાણ શૂન્ય હોય છે. કારણ કે, વાયુના પરમાણુની ગતિ થંભી જાય છે.
 • ચુંબકીય ક્ષેત્ર માપવા માટે ફ્લક્સમીટરનો ઉપયોગ થાય છે.
 • કોઈ પણ તારમાં વિધુતપ્રવાહ પસાર કરતા તેમાંથી વિધુત અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન થાય છે.
 • સ્વતંત્રતા પૂર્વક લટકાવેલ ચુંબક ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.
 • લોખંડ ચુંબકીય પદાર્થોની ચુંબકશીલતા ઘણી બધી ઊંચા પ્રકારનીહોય છે.
 • નરમ લોખંડમાંથી વિધુત ચુંબક બનાવવામાં આવે છે.
 • ચુંબકીય બળરેખાઓ એકબીજાને ક્યારેય કાપતી હોતી નથી.
 • બે સમાન ધ્રુવના ચુંબક વચ્ચે અપાકર્ષણ થાય છે, જ્યારે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ હોય છે.
 • વિધુતઘંટીમાં વિધુતચુંબકનો ઉપયોગ થાય છે.
 • ધ્વનિ એ સંગત તરંગો છે. તેને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે.
 • ઘન પદાર્થમાં ધ્વનિને પસાર થવાનો વેગ વધારે હોય છે.
 • ડેસીબલ ધ્વનિની તીવ્રતા માપવા માટેનો એકમ છે.એકમ સમયમાં થતા આંદોલનની સંખ્યાને આવૃત્તિ કહે છે. તેને ફ વડે ઓળખવામાં આવે છે. F = ફ્રિકવન્સી
 • તાપમાન બદલાવા ને કારણે ધ્વનિની ઝડપ બદલાઈ જાય છે.
 • મનુષ્ય 20 Hz થી 20,000 Hz સુધીની તીવ્રતા ધરાવતી ધ્વનિનો અવાજ સાંભળી શકે છે.
 • 20,000 Hz કરતાં વધારે તીવ્રતાવાળા અવાજને અલ્ટ્રાસોનિક કહે છે.
 • ચામાચિડિયું અલ્ટ્રાસોનિક પ્રકારનો અવાજ ઉત્પન્ન કરી શકે છે.
 • 20 Hz કરતા ઓછી તીવ્રતાવાળા અવાજને ઈન્ફ્રાસોનિક કહે છે.
 • ધ્વનિના વેગથી વધારે વેગ ધરાવતા અવાજને સુપર સોનિક કહે છે.
 • કોઈ પણ સ્થિતિસ્થાપક પદાર્થ ઉપર અમુક હદ સુધી બળ લગાડવામાં આવે તો મૂળ સ્થિતિ ધારણ કરી શકે છે. પરંતુ હદ કરતાં વધારે બળ લગાડવામાં આવે તો તૂટી જાય છે, જેને હૂકનો નિયમ કહે છે.
 • કોઈ પદાર્થની તેની ગતિને અવરોધવાના ગુણને શ્યાનતા કહે છે.
 • શ્યાનતાને પોઈસીલ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે.
 • એવો વેગ જેના દ્વારા કોઈ પદાર્થ કે તત્વ એ ગુરુત્વાકર્ષણના વિસ્તારમાંથી બહાર નીકળી જાય તેને પલાયન વેગ કહે છે.
 • કોઈ પણ પ્રવાહીનો ગુણધર્મ એવો હોય છે જે પદાર્થને તરતા રાખે છે. તેને તારકબળ કહે છે.
 • ન્યૂટનનો પ્રથમ નિયમ જડત્વનો નિયમ છે.
 • જ્યાં સુધી પદાર્થને બાહ્ય બળ લગાડવામાં ન આવે તો તે પોતાની મૂળ સ્થિતિ જાળવવા પ્રયત્ન કરે છે, જેને ન્યૂટનનો પ્રથમ નિયમ કહે છે.
 • ન્યૂટનનો બીજો નિયમ વેગ્માનનો નિયમ છે.
 • આઘાત અને પ્રત્યાઘાત સામસામે સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. જેને ન્યૂટનનો ત્રીજો નિયમ કહે છે.
 • પ્રકાશના કિરણનું વાંકા વળવાને પ્રકાશનું વક્રીભવન કહે છે.
 • પ્રકાશનો વેગ વધુ તેમ વક્રીભવનાંક ઓછુ અને પ્રકાશનો વેગ ઓછો તેમ વક્રીભવનાંક વહુ હોય છે.
 •  જાંબલી રંગના પ્રકાશનો વક્રીભવનાંક લાલ રંગના પ્રકાશ કરતા વધારે છે.
 • લાલ આ રંગ પ્રકાશનો વક્રીભવનાંક જાંબલી રંગ કરતાં ઓછો હોય છે.
 • પ્રકીર્ણન ઉપરની શોધના કારણે સી.વી. રામનને 1930માં નોબલ પ્રાઈઝ મળ્યું હતું.જેને રામન અસર કહે છે.
 • મનુષ્યને પૂર્ણ પોતાના શરીરને અરીસામાં જોવા માટે તેની લંબાઈના અડધી લંબાઈ જેટલો અરીસો હોવો જોઈએ.
 • લઘુર્દષ્ટિની ખામીવાળી વ્યક્તિઓને અંતર્ગોળ કાચનો ઉપયોગ કરવાનું સૂચન ડોક્ટર આપે છે.
 • ગુરુર્દષ્ટિની ખામીવાળી વ્યક્તિઓને બહિર્ગોળ કાચનો ઉપયોગ કરવો હિતાવહ છે.
 • જે પદાર્થ વિધુતપ્રવાહનું વહન કરતા નથી તેને અવાહક કહે છે.
 • અશુદ્ધ પાણી જ વિધુતપ્રવાહનું વહન કરે છે. શુદ્ધ પાણી વિધુતનું અવાહક છે.
 • વિધુતપ્રવાહને માપવા માટે ampereનો ઉપયોગ થાય છે.
 • AC વિધુતપ્રવાહના ધ્રુવો સતત બદલાતા રહે છે.
 • તારની લંબાઈ વધારે તેમ અવરોધ વધારે હોય છે.
 • વોલ્ટેજ વધારવા માટે ટ્રાન્સ્ફોર્મરનો ઉપયોગ થાય છે.
 • વિધુત દબાણ માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે.
 • વિધુતપ્રવાહના માપન માટે એમીટરનો ઉપયોગ થાય છે. કારણ કે તેમાં વિધુત અવરોધ ઓછો હોય છે.
 • હિટરનો તાર નાઈક્રોમનો બનાવેલો હોય છે.
 • એક અશ્વશક્તિ (હોર્સ પાવર) બરાબર 746 વોટ થાય છે.
 • પૃથ્વીની સપાટીથી નીચે જઈએ તેમ ‘g’ ના મૂલ્યમાં વધારો થાય છે.
 • વિધુત લેમ્પનો ફિલામેન્ટ ટંગસ્ટનનો બનેલો હોય છે.
 • ચુંબકમાં સૌથી આકર્ષણ શક્તિ તેના ધ્રુવો ઉપર હોય છે.
 • પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન તેમજ ન્યુટ્રોન બંને હોય છે.
 • X-Rays (એક્સ-રે) કિરણોની શોધ વિલ્હેમ રોન્ટજને કરી છે.
 • પરમાણુ રીએક્ટરમાં U-235 યુરેનિયમનો ઉપયોગ થાય છે.
 • ખનીજ રચનાને આધારે હીરો એ કાર્બનનું સ્વરૂપ છે.
 • કાર્ય – વસ્તુ પર લાગેલા બળ તથા બળની દિશામાં થતા વિસ્થાપનના ગુણન ફળને કાર્ય કહેવાય છે.
 • કાર્ય = બળ * બળની દિશામાં વિસ્થાપન
 • શક્તિ – કાર્ય કરવાની દરને શક્તિ કહેવાય છે.
 • 1 વોટ – 1 જુલ/સેકન્ડ = 1 ન્યુ. મીટર/સેકન્ડ
 • મશીનોની શક્તિ માં મપાય છે.
 • 1 H.P. = 746 વોટ
 • ઊર્જા – કાર્ય કરવાની ક્ષમતાને ઊર્જા કહેવાય છે. SI એકમ જુલ છે.
 • પદાર્થ – પ્રત્યેક વસ્તુ જે જગ્યા રોકે છે જેમાં દ્રવ્યમાન હોય છે જેનો અનુભવ આપણી જ્ઞાનેન્દ્રીયો દ્વારા કરી શકાય તેને પદાર્થ કહેવાય છે. દા.ત. લાકડી, પાણી, વાયુ….
 • પદાર્થ ત્રણ સ્વરૂપે પ્રાપ્ત થાય છે.
 • ઘન – સ્થિતિસ્થાપકતા
 • પ્રવાહી – દબાણ, ઉત્પ્લાવન, પૃષ્ઠતાણ, કેશાકર્ષણ, શ્યાનતા
 • વાયુ – વાયુમંડળીય દબાણ
 • દબાણ – કોઈ સપાટી ઉપર એકમ ક્ષેત્રફળ પર કાર્ય કરતા બળને દબાણ કહેવાય છે.
 • ઉત્પ્લાવન – જ્યારે કોઈ ઘન વસ્તુ પાણીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે તેના ભારમાં ઘટાડો થયો હોય તેવું લાગે છે. જેને ઉત્પ્લાવન કહેવાય છે. આ સિદ્ધાંત ‘આર્કિમીડીઝ’ નામના વૈજ્ઞાનીકે સૌપ્રથમ આપ્યો હતો.
 • પૃષ્ઠતાણ – દ્રવ્યની અંદરનો અણુ Cohesive Forceને કારણે પોતાના પાડોશી અણુઓ દ્વારા આકર્ષિત થાય છે. દ્રવ્યની ઉપરની સપાટી સ્વતંત્ર હોય છે. જેને સ્વતંત્ર સપાટી કહેવાય છે.
 • કેશાકર્ષણ – કેશનળીમાં પ્રવાહીના ઉપર અથવા નીચે જવાની ક્રિયાને કેશાકર્ષણ કહેવાય છે.
 • સ્નીગ્ધતા – કોઈ પ્રવાહી અથવા વાયુના સ્તર વચ્ચે થતી ઘર્ષણની ક્રિયા જે એકબીજાના સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે.
 • આદર્શ દ્રવ્યની શ્યાનતા શૂન્ય હોય છે. વ્યવહારમાં આવું દ્રવ્ય અસંભવ છે, પરંતુ જળ આદર્શ દ્રવ્યની નિકટની સ્થિતિ છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *