ગુજરાતની શિલ્પ-સ્થાપત્ય કળા

ગુજરાતની શિલ્પ-સ્થાપત્ય કળા

 • ગિરનાર (જૂનું નામ-રૈવતક/ઉજજ્યંતા) પ્રાચીન સમયમાં ગુજરાતની રાજધાની તરીકે વિકાસ થયો. ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે ભારતનું કુત્રિમ સરોવર સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. અશોકનો સૂબો તુષાસ્ફ દ્વારા સુદર્શન તળાવમાંથી નહેરો કઢાવી. ક્ષત્રપ શાસકના રુદ્રદામાના સુબા સુવીશાખ અને ગુપ્ત શાસક સ્કંધગુપ્તના સુબા ચક્રપાણીદ્વારા સુદર્શન તળાવનું સમારકામ કરવામાં આવ્યું.

 

 • ગિરનારમાં મૌર્ય, ગુપ્ત અને ક્ષત્રપ શાસકોના શિલાલેખો આવેલા છે. રુદ્રદામાનો શિલાલેખ સંસ્કૃત ભાષામાં કંડારેલો છે.
 • સોલંકી યુગ દરમિયાન બંધાયેલ રુદ્રમહાલય, જે મૂળરાજ સોલંકી દ્વારા બાંધવાની શરૂઆત થઈ હતી અને તેનું બાંધકામ સિદ્ધરાજ જયસિંહે પૂર્ણ કરાવ્યું હતું. ગુજરાતની પ્રથમ બહુમાળી ઈમારત ગણાય છે.
 • દુર્લભરાજ દ્વારા બંધવાયેલા ‘દુર્લભસાગર’ જેનું સિદ્ધરાજ જયસિંહે પુન: નિર્માણ કરાવી ‘સહસ્ત્રલિંગ સરોવર’ નામે ઓળખાય છે. જેમની ફરતે 1008  શિવાલયો બંધાવ્યા હતા.
 • સોલંકી રાજા ભીમદેવ પહેલાના સમયમાં બંધાયેલા મોઢેરાનું સૂર્યમંદિર વાસ્તુકળા અને શિલ્પ-સ્થાપત્યનો સર્વ શ્રેષ્ઠ નમૂનો છે. દર વર્ષે શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલો ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.
 • વર્ષના જે ભાગમાં રાત અને દિવસ એકસરખા લાંબા હોય ત્યારે (20 માર્ચ, 22 સપ્ટેમ્બર) ઊગતા સૂર્ય અને આથમતા સૂર્યના કિરણો સૂર્યનારાયણની મૂર્તિ પર પડે છે. પુષ્પાવતી નદીના કિનારા પર આવેલું સૂર્ય મંદિર ભારતીય અને ઈરાની શૈલીનું ઉત્તમ નમૂનો છે. તેના મધ્યમાંથી કર્કવૃત નામની રેખા પસાર થાય છે.
 • ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ પાટણમાં ‘રાણકી વાવ’ નિર્માણ કરાવ્યું. યુનેસ્કોએ વર્ષ 2014 માં ‘વર્લ્ડ હેરીટેજ સાઈટ’ માં સ્થાન આપ્યું છે.
 • ધોળકાના શાસક વીર ધવલના જૈન મંત્રી વસ્તુપાળ અને તેજપાલ દ્વારા માઉન્ટ આબુ ઉપર અગિયારમી સદીમાં દેલવાડાના દેરાસરોનું નિર્માણ કરવામાં આવ્યું. જેને ‘લુણીગવસઈ’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. અહી વસ્તુપાલની પત્ની લાલીતાદેવી અને તેજપાળની પત્ની અનુપમાદેવીની યાદમાં ‘દેરાણી-જેઠાણીના ગોખ’ આવેલા છે. આ દેરાસરને ‘આરસપહાણ પર કોતરાવેલી કવિતા’ મુ બિરુદ મળેલ છે. જેના સ્થાપ્ત્યકાર શોભનદેવ હતા. આ ઉપરાંત માઉન્ટ આબુ પર સોલંકી કાળના વિમલમંત્રીએ ‘વિમલવસઈ’ નું નિર્માણ કરાવેલું. આ ઉપરાંત તેમણે ગીરનાર અને પાલીતાણા ખાતે જૈન દેરાસરો બનાવવામાં આવ્યા. પાલીતાણાના શેત્રુંજય પર્વત (કુંદનગિરી) પર 863 જૈન દેરાસરો આવેલા છે. આથી અ શહેરને ‘મંદિરોનું શહેર’ તરીકેની ઉપમા મળેલી છે.
 • અમદાવાદનું ખાતમુહૂર્ત અહમદશાહ બાદશાહે પાંચ મૌલવી દ્વારા ઈ.સ. 1411માં કરાવ્યું હતું. આ સમય દરમિયાન અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જીદ, સરખેજનો રોજો, રાણી સિપ્રી અને રાણી રૂપમતીની મસ્જીદ, કાંકરિયા તળાવ, સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, ચિંતામણીનું દેરું, દરિયાખાનનો ઘુમ્મટ, ત્રણ દરવાજા, વગેરે મુસ્લિમ સ્થાપત્યો જોવાલાયક છે.
 • મહંમદ બેગડાની રાજધાની ચાંપાનેર પણ તેની સ્થાપત્ય કલા માટે જાણીતું છે. બેગડાએ ત્યાં જામા મસ્જીદ, કેવડા મસ્જીદ, નગીના મસ્જીદ વગેરે બાંધકામો કરાવ્યા હતા. આ ઉપરાંત તેણે ચાંપાનેરની ફરતે કોટ બનાવડાવ્યો હતો અને ત્રણ દરવાજા બનાવડાવ્યા હતા. જે આ મુજબ છે : (1) બુધિયો દરવાજો, (2) અટક દરવાજો, (3) શહેનશાહ દરવાજો. આ ઉપરાંત અહી પતઈ રાવળનો મહેલ, નવલખા કોઠાર, મકાઈ કોઠાર, લાખુશિલા મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે. યુનેસ્કો દ્વારા વર્ષ 2004માં ચાંપાનેર વર્લ્ડ હેરીટેજ સાઈટ જાહેર કરવામાં આવી. ચાંપાનેરની બાજુમાં પાવાગઢ મહાકાલી માતાનું ગુજરાતની ત્રણ શક્તિપીઠોમાનું એક છે. અહી દૂધિયું તળાવ, છાસિયું તળાવ અને તેલીયું તળાવ આવેલું છે.
 • અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરાસરોનું નિર્માણ હરકુંવર શેઠાણી દ્વારા કરવામાં આવ્યું. જેના સ્થપિત પ્રેમચંદ સલાટ હતા.
 • મુઘલકાળમાં અકબરે સૌપ્રથમ વાર પોતાની સત્તા ગુજરાતમાં સ્થાપિત કરી, તેની યાદમાં તેમણે ફતેહપુર સિક્રી ખાતે વિજય સ્તંભનું નિર્માણ કરાવ્યું. શાહજહાંની યાદમાં આજનો અમદાવાદની શાહીબાગ વિસ્તાર જાણીતો છે. અહિયા તેમણે મુમતાઝની યાદમાં શાહી મહેલનું નિર્માણ કરાવ્યું. જે બ્રિટીશ શાસનકાળ દરમિયાન કલેકટર કચેરી તરીકે ઉપયોગમાં લેવાતું. વર્તમાન આ મકાન સરદાર પટેલ સ્મારક તરીકે ઓળખાય છે.
 • અમદાવાદના એલિસબ્રિજ અંગ્રેજ પત્નીના નામ પરથી નામકરણ કરવામાં આવેલું છે. નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજ લોખંડનો બનેલો આ પુલ બ્રિટીશરોનું મહત્વનું પ્રદાન ગની શકાય. વર્ષ 1902માં મહારાણી વિક્ટોરીયાની 100મી જન્મજયંતી નિમિતે ભરૂચ ખાતે વિક્ટોરિયા ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું. જે 2002ના ભૂકંપમાં નાશ પામ્યું.
 • વડોદરાના સયાજી શાસકો દ્વારા મહેલોનું નિર્માણ કરવામાં આવ્યું. આથી વડોદરાને મહેલોના શહેર તરીકેની ઉપમા મળેલી છે. શારદા પેલેસ, લક્ષ્મી પેલેસ, મકરપુરા પેલેસ જાણીતો છે. ભૂજનો આયના મહેલ, માંડવીનો વિજય વિલાસ પેલેસ, વાંકાનેરનો અમર પેલેસ, રાજપીપળાનો હજારીબાગ મહેલ, મોરબીમાં વાઘજી ઠાકોર દ્વારા મણી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.
 • પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પર નાનજી કાળીદાસ દ્વારા 79 ફૂટનું ઊંચું કીર્તિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. અહિયા ભારત મંદિર પણ આવેલું છે.
 • બાલકૃષ્ણ દોશીએ ગુજરાતના મહત્વના શિલ્પી છે. જેમને ચિત્રકાર એમ.એફ.હુસૈન સાથે મળીને અમદાવાદમાં શિલ્પ અને ચિત્રકળાના ઉત્તમ નમૂના સ્વરૂપે હુસૈન-દોશી ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું.
 • પ્રભાશંકર સોમપુરા દ્વારા સોમનાથ, અંબાજી અને વડોદરાના કાયાવરણ ખાતે મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું.
 • શ્રી ઠાકર આરસ અને કાંસાની પ્રતિમા વિદ્યાનમાં કુશળ કારીગર છે. તેમની બનાવેલી ગાંધીજીની પ્રતિમા અમેરિકા, કપડવંજ, સિદ્ધપુર અને લીલાપુરમાં મુકાયેલી છે.
 • કાન્તીભાઈ સોમપુરા અમદાવાદમાં આવેલ શહીદ સ્મારકના નિર્માતા છે.
 • લા-કાબુર્ત્ઝર આજના ગાંધીનગરની રચના કરવામાં આવી તથા અમદાવાદની આજુબાજુના વિસ્તારો તેમની આગવી શૈલી છે.
 • ગાંધીનગર જિલ્લામાં આવેલ અડલજની વાવ રાણી રૂડાદેવીએ પોતાના પતિ રત્નસિંહની યાદમાં બનાવવામાં આવી.
 • શેઠ જગડૂશાએ કચ્છમાં જૈન ધર્મનો ભદ્રેસર દેરાસરનું નિર્માણ કરાવ્યું.

 

 

Ø  ગુજરાતમાં ઉજવાતા મહોત્સવ

Ø  ઉત્તરાર્ધ મહોત્સવ

 • મોઢેરાના સૂર્યમંદિરના પ્રાંગણમાં પ્રતિ વર્ષ જાન્યુઆરી માસમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે. જે શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ છે. આ મહોત્સવનું આયુજ્ન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. આ નૃત્ય મહોત્સવમાં દેશના તમામ નૃત્ય કલાકારો અને લોકોને આમંત્રિત કરવામાં આવે છે અને નૃત્યોની રમઝટ બોલે છે. મહોત્સવ દરમિયાન સમગ્ર સૂર્યમંદિરને શણગારવામાં આવે છે.
 • મોઢેરા સૂર્યમંદિર ભીમદેવ પહેલા દ્વારા પુષ્પાવતી નદીના કિનારાપર ઈરાની શૈલીમાં બનાવવામાં આવ્યું. તેના પર કર્કવૃત નામની રેખા પસાર થાય છે.

 

Ø  પંચમહોત્સવ

 • પંચમહાલ જિલ્લાના પાવાગઢ 52 શક્તિપીઠ માનું એક મહાકાળી માતાનું મંદિર આવેલું છે. 44 કિમીની પાવાગઢની પરિક્રમામાં આઘેશ્વરી માતા, નારાયણબાપુનો આશ્રમ, ખૂણેશ્વર મહાદેવ, ગેબડીયા હનુમાન વગેરે ધાર્મિક સ્થળોને આવરી લેવામાં આવે છે.
 • ધાર્મિક આસ્થા અને પ્રકૃતિના સનીધ્યની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે અહિયા પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
 • ચાંપાનેર શહેર ચંપાની યાદમાં વનરાજ ચાવડાએ બનાવેલું. ત્યારબાદ મહમદ બેગડાએ અહિયાં જામા મસ્જિદનું નિર્માણ કરાવેલું. 2004માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતની યાદમાં તેને સ્થાન આપવામાં આવ્યું.

 

Ø  તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ

 • મહેસાણા જિલ્લાના વડનગર ખાતે 2003 થી તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ ગુજરાત સરકાર દ્વારા ઉજવવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય કક્ષાના સંગીતકારો પોતાની આગવી શૈલીમાં સંગીત રજુ કરે છે.
 • નરસિંહ મહેતાની દોહિત્રી અને શર્મિષ્ઠાની પુત્રી તાના અને રીરીની યાદમાં આ ઉત્સવ મનાવવામાં આવે છે. આ બંને બેલડીઓએ તાનસેનનો દાહ મલ્હાર રાગથી સમાવેલો.
 • શર્મિષ્ઠા તળાવના કિનારે તેનું આયોજન કરવામાં આવે છે. 2009 થી શ્રેષ્ઠતમ સંગીતમાં પ્રદાન કરનારને તાનારીરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. પ્રથમ આ પ્ર્સ્કાર વિજેતા લતા મંગેશકર હતા.

 

Ø  કચ્છ રણોત્સવ

 • 2006 થી કચ્છના ધોરડો રણ વિસ્તારમાં ડીસેમ્બર માસમાં કચ્છ રણોત્સવનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.
 • રેતી વિનાના કચ્છના રણ પ્રદેશ ચંદ્રની શીતળતામાં સફેદ ચાદર ઓઢીને સુતા હોય તેવું દ્રશ્ય નયનરમ્ય લાગે છે. ભુજના હમીરસર તળાવના કાંઠે કચ્છ કાર્નિવાલનું સમાપન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *