સાંસ્કૃતિક સ્થળો

સાંસ્કૃતિક સ્થળો

 

 

 લેહ

  • આ જમ્મુ કાશ્મીરમાં આવેલ છે.આલ્ચી ચોસ્કોર એક પ્રસિદ્ધ બૌદ્ધ મઠ છે. જેને વર્ષ 1998માં યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળની અસ્થાયી સૂચિમાં સામેલ કરવામાં આવેલ. લેહ મહેલ કે જે લદાખના રાજપરિવારનું નિવાસસ્થાન હતું. 1959ના તિબ્બત વિદ્રોહ બાદ લદાખ અને ધર્મશાળા ભારતમાં દલાઈલામાના મુખ્ય આવાસીય કેન્દ્રો રહ્યા છે. આ ક્ષેત્રનો પ્રમુખ ધર્મ બૌદ્ધ છે. નામગ્યાલ મઠ (વિજય મઠ) લેહનું મુખ્ય બૌદ્ધ કેન્દ્ર છે. જેને ‘સેમો ગોમ્પા’ અથવા ‘લાલ ગોમ્પા’ પણ કહેવામાં આવે છે.

વિશ્વ સ્મારક નિધિ દ્વારા લેહને 100 અત્યંત સંકટમય સ્થળોની સૂચિમાં સામેલ કરેલ છે. અધિક વર્ષા તથા પહાડોમાં થતા જળવાયું પરિવર્તનથી આ ક્ષેત્ર એટલું બધું પ્રભાવિત થઈ ચૂક્યું છે કે, તેની સ્થિતિમાં કોઈ સુધારો કરવો શક્ય નથી.

 

 

‘કાલચક્ર’ એ બૌદ્ધ દ્વારા સાંસ્કૃતિક રૂપથી માનવામાં આવે છે. દલાઈલામા તથા અન્ય સંન્યાસીઓ ઘણા અનુષ્ઠાનોમાં ભાગ લે છે તથા મંત્રોચ્ચાર પણ કરે છે. તહેવાર દરમિયાન એક દિવસ માટે નામગ્યાલ મઠના સંન્યાસીઓ કાલચક્ર અનુષ્ઠાન નૃત્ય પણ રજૂ કરે છે. શાંતીસ્તૂપ પણ લેહમાં પર્યટનનું કેન્દ્ર છે. જેનું નિર્માણ 1983માં જાપાનીઓ દ્વારા કરવામાં આવેલ હતું.

 

  નાગર્જુનાકોંડા

  • આ નગર આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લામાં સ્થિત છે. જે પહેલા વિજયપૂસના નામે ઓળખાતું હતું. પ્રાચીન સમયમાં તે બૌદ્ધ ધર્મનું સૌથી મહત્વનું કેન્દ્ર હતું. તે કૃષ્ણા નદીના કિનારે આવેલ છે. નાગાર્જુનાકોંડાનું નામ પ્રસિદ્ધ બોદ્ધ ભિક્ષુક નાગાર્જુનના નામ પરથી લેવામાં આવેલ છે. ઈતિહાસકારોના મત મુજબ બીજી સદીમાં તેમણે અહી નિવાસ કર્યો હતો અને તેમણે ઉચ્ચ પ્રતિષ્ઠિત માધ્યમિક શાળાનું નિર્માણ કરાવ્યું હતું. આ સમય દરમિયાન શાળા અને આશ્રમની આસપાસના સ્થળો, નાગાર્જુન પર્વત અથવા નાગાર્જુનાકોંડાના રૂપમાં ઓળખાતા હતા મધ્યકાળ દરમિયાન આ સ્થળ ઉપસ્થિત હતું. 1926 માં બ્રિટીશ અધિકારીના નિર્દેશે તેનું ઉત્ખનન કરવામાં આવ્યું. તેમને સ્તૂપ, માટીના વાસણો અને કેટલીક બુદ્ધ મૂર્તિઓના અવશેષ પ્રાપ્ત થયા છે. તેની મહત્વપૂર્ણ શોધ ઈશ્વાકુ કાળ દરમિયાન મળેલ યુદ્ધ ભૂમિ (અખાડો) છે.

 

પુરાતત્વવિદોએ ઉત્ખનન કાર્યોમાં અભિરૂચી દાખવીને સાબિત કર્યું કે આ સ્થળ પાષાણયુગમાં એક મહત્વપૂર્ણ રહેણાંકનું ક્ષેત્ર હતું. નાગાર્જુનસાગર બંધના નિર્માણ સમયે થયેલ ઉત્ખનનના સમયે  ઘણી બધી શોધો થયેલ છે.

 

 નાગાલેન્ડ

  • આ રાજ્ય પશ્ચિમમાં આસામ, ઉત્તરમાં અરૂણાચલ અને દક્ષિણમાં મણિપુરથી ઘેરાયેલ છે તેમજ પૂર્વમાં તે મ્યાનમારની સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. જે ભારતનું સૌથી નાણા રાજ્યોમાંથી એક છે. અહી 16 મુખ્ય જનજાતિઓ જેવી કે અંગામી, લોથા અને સુમી વગેરે જેવી જનજાતિઓનો સમાવેશ થાય છે.

ભારતના બીજા ભાગોથી અલગ નાગાલેન્ડમાં ભારતના ત્રણ રાજ્યોમાંથી એક છે કે જ્યાં ઈસાઈ ધર્મનું પ્રાધાન્ય છે. ત્યાની મુખ્ય ભાષા અંગ્રેજી છે. અહી જનજાતિઓની સંસ્કૃતિનો મુખ્ય આધાર નાગાલેન્ડની પરંપરાગત હસ્તકલા છે. નાગાલેન્ડમાં સૌથી વિશિષ્ટ હસ્તકલા વાંસની કળાઓ છે. વિવિધ પ્રકારની વિશેષ શાલોને કુળના આધારે વર્ગીકૃત કરી શકાય છે જેમ કે, નાગાઓની વિવધ જનજાતિઓની સંસ્કૃતિના ગીતો અને લોકકથાઓ મૌખિક રૂપથી પેઢી દર પેઢી ચાલતા આવે છે. નાગા જનજાતિઓના નૃત્યમાં દૈનિક જીવન અને યુદ્ધની કળાઓનો સમાવેશ થાય છે. ઘણા ગીતોમાં આ નાના સમુદાયોનું કૃષિ પ્રત્યેનું આકર્ષણનો પણ સમાવેશ થાય છે. જે તેમના અસ્તિત્વ માટે આજીવિકા મેળવવા એકબીજા પર નિર્ભર હોય છે.

 

 રામેશ્વરમ્

  • રામેશ્વર શહેર ચારધામ અથવા હિંદુઓના સૌથી વધુ મહત્વપૂર્ણ ચાર તીર્થ સ્થળોમાંથી એક છે. જે મન્નારની ખાડીના એક દ્વીપની મુખ્યભૂમિના દક્ષિણતમ છેડે આવેલ છે. આ શહેરોમાં મંદિરો અને તીર્થ સ્થળોના વધુ મહત્વને કારણે આ શહેરને દક્ષિણનું વારાણસી પણ કહેવામાં આવે છે. આ શહેરમાં આવનાર તીર્થ યાત્રીઓ મુખ્યત્વે પવિત્ર રામનાથ સ્વામી મંદિરની મુલાકાત લે છે.
  • ચોલ શાસકોએ આ મંદિરના નિર્માણનો આરંભ કર્યો હતો. પરંતુ મંદિરના મુખ્ય ભાગોનું નિર્માણ 16 અને 17 મી સદી દરમિયાન નાયકોના શાસન કાળ દરમિયાન થયું હતું. મંદિરનું ગર્ભગૃહ અને કેન્દ્રીય મિનારો 45 મીટર ઉંચો છે. આ મંદિરના ભવનમાં સુંદર થાંભલાઓ અને લાંબા ગલિયારો પરનું કોતરકામ જે દેવ અને દેવતાઓના જીવનને ચિત્રીત કરે છે.

 

  શ્રવણબેલગોડા

  • આ શહેર કર્ણાટકના હાસન જિલ્લામાં આવેલું છે અને જૈન ધર્મના સૌથી પ્રાચીન તથા શ્રદ્ધાશીલ સ્થળોમાંથી એક છે. આ શહેર જૈન ગુરુ બાહુબલીની (ગોમતેશ્વર) 17 મીટર ઊંચી નગ્ન પ્રતિમા માટે પ્રસિદ્ધ છે. બાહુબલી પહેલા તીર્થકરના પુત્ર હતા. તે એક અંકે અખંડ પ્રતિમા છે. એટલે કે તેને કેવળ એક લમ્બવંત પથ્થર પર કોતરણી કરવામાં આવે છે અને ઈન્દ્રાગીરી પર્વત પર આવેલું છે.

બાહુબલીની પ્રતિમા એ જ્યારે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને સંસારની બધી મોહમાયાનો ત્યાગ કરી દીધો હતો ત્યારની સ્થિતિને દર્શાવે છે. પ્રતિમા આખા વિશ્વમાં એટલા માટે પ્રસિદ્ધ છે કે તે વિશ્વની સૌથી ઊંચી અખંડ પ્રતિમા છે. આ મહામસ્તિકાભિષેક કે પ્રતિમાના પવિત્ર મસ્તક અભિષેકના તહેવાર માટે પણ પ્રસિદ્ધ છે.

 

 ફૂલોની ખીણ

  • ફૂલોની ખીણ ઉત્તરાખંડ રાજ્યમાં પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં આવેલું છે. તેમાં આવેલ વનસ્પતિની અવર્ણનિય પ્રજાતિઓ અને એલ્પાઈન ફૂલોથી સુંદર મેદાનો/ઘાસના મેદાનને કારણે ખીણને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવ્યું છે. નંદાદેવી મંદિર પરિસરની સાથે વર્ષ 1988માં આ ખીણને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો આપવામાં આવ્યો છે.

આ ખીણ પણ દુર્લભ અને લુપ્ત પ્રાણીઓ જેવા કે એશિયાઈ રીંછ, કસ્તુરી હરણ, લાલ શિયાળ, હિમદીપડા વગેરેનું ગૃહસ્થાન છે. વર્ષાના મોટાભાગના મહિનાઓમાં આબોહવા અનુકુળ ન હોવાને કારણે અહિયા પ્રાણીઓની સંખ્યા માર્યાદિત છે. અહિંયા એવા અનેક પક્ષીઓ છે જે ફૂલોની ખીણને પોતાનો માળો બનાવવા માટે પસંદ કરે છે. તેમાં હિમાલય, મોનલ તિલોર અને ઊંચાઈવાળા વિસ્તારોમાં રહેનાર અનેક પક્ષીઓ વિશેષરૂપથી અહિંયા જોવા મળે છે.

આ ક્ષેત્ર એક જૈવમંડલ આરક્ષિત (બાયોસ્ફેયર રીઝર્વ) પણ બનાવવામાં આવ્યું છે. કારણ કે તે હિમાલય અને જાસ્કર પર્વતમાળાઓની વચ્ચે એક મહત્વપૂર્ણ સંક્રમણક્ષેત્ર છે. વર્ષ 1862માં સંપૂર્ણ હિમાલયની યાત્રા કરનાર એડમંડ સ્મિથે આ ખીણનો લોકોને પરિચય આપ્યો હતો. વર્ષના મોટા ભાગના મહિનાઓમાં આ સ્થળે ભારેખમ બરફવર્ષા થાય છે, જેના કારણે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈપણ વસતીને પરવાનગી મળતી નથી અને વર્ષ 1983માં આ ક્ષેત્રમાં સરકારે પ્રાણીઓને ચરાવવા પર પ્રતિબંધ કરી દીધો હતો. તે સાર્વજનિરૂપથી માત્ર ગ્રીષ્મ ઋતુમાં એટલે કે જૂન થી ઓક્ટોબર સુધી ખુલ્લું રહે છે.

 

  રાખીગઢી

  • આ નગર હરિયાણાના હિસાર ગામમાં આવેલું છે. જે સિંધુ ઘાટી સભ્યતાનું સૌથી મોટા કેન્દ્રમાનું એક છે. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આ નગરની શોધ 1963માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી અનેક ઉત્ખનન કાર્ય થઈ ચૂક્યા છે. પુરાતત્વવિદના મત અનુસાર આ સ્થળ હડપ્પા અને મોહે-જો-દડોથી પણ જૂનું છે. સિંધુ ઘાટી સભ્યતાનું સૌથી મોટું સ્થળ હોવાને કારણે આ નગરને યુનેસ્કોની વિશ્વ વિરાસતની સૂચિમાં પણ સ્થાન મળી શકે છે.
  • પુરાતત્વવિદોના મત અનુસાર રાખીગઢી સરસ્વતી નદી કિનારે આવેલું હતું. સરસ્વતી નદી તે સમયે આ નગર પાસેથી વહેતી હશે જે ઈ.સ. પૂર્વે 2000માં સુકાઈ ગઈ હશે. રાખીગઢી નગરનો નાશ થવાનું એક કારણ સરસ્વતી નદી સુકાઈ જવું પણ ગણવામાં આવે છે 1997 પછી કરવામાં આવેલ અનેક ઉત્ખનનોના આધારે કહી શકાય કે રાખીગઢી ઘઘ્ઘર બેસિનમાં આવેલ સિંધુ ઘાટી સભ્યતાનું વિશાલ કેન્દ્ર રહ્યું હશે.

ઉત્ખનન દરમિયાન પ્રાપ્ત થયેલ હકરા પાત્ર તે સમયે સિંધુ ઘાટી સભ્યતાના લોકો દ્વારા ઉપયોગમાં લેવાયેલ માટીના વાસનોનો એક પ્રકાર છે. આ માટીના વાસણના કારણે કહી શકાય કે સિંધુ ઘાટી સભ્યતા ઈ.સ. પૂર્વે 3000-25૦૦ કેટલી જૂની છે. અહી પ્રાપ્ત થયેલ અન્ય કલા કૃતિઓમાં માટીની ઈંટો, કિંમતી ધાતુ, શંખ, રત્ન વગેરે છે. ઉપરાંત પાકા રસ્તાઓ, વિશાળ જળ સંગ્રહક પ્રણાલી વગેરે પરથી કહી શકાય આ નગર સારી રીતે નિર્માણ પામેલું સ્થળ હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *