મુગલ યુગ

મુગલ યુગ

Ø  બાબર (1526 – 1529)

 • મૂળ નામ – ઝાહિરૂદ્દિન મુહમ્મદ બાબર
 • જન્મ – 14 ફેબ્રુઆરી, 1483, ફરગના ખાતે.
 • પિતા – ઉમર શેખ મિર્ઝા
 • માતા – કુતલુગ નિગારખાન બેગમ
 • પીતૃવંશ – તૈમુરનો વંશજ
 • માતૃવંશ – ચંગેઝખાનનો વંશજ
 • ઉપાધિ – તેની ઉદારતા માટે ‘કલન્દર’ તરીકે જાણીતો બન્યો.
 • આત્મકથા – તેણે તુર્કી ભાષામાં લખાયેલી પોતાની આત્મકથા તુજુકે-એ-બાબરીની રચના કરી હતી.
 • ભારતમાં મુગલ વંશની સ્થાપના બાબર દ્વારા થઈ. બાબરે ઈ.સ. 1526ના પાણીપતના બીજા યુદ્ધમાં ઈબ્રાહિમ લોદીને હરાવી દિલ્હી-આગ્રામાં મુગલ વંશની શરૂઆત કરી. આ સમયે ગુજરાતમાં સ્વતંત્ર રીતે મુઝફ્ફરશાહ દ્વિતીય રાજ કરતો હતો.

Ø  હુમાયુ (1529 – 1555)

 • તેનું મૂળ નામ નસીરૂદ્દીન મહંમદ હુમાયુ હતું.
 • જન્મ – 6 માર્ચ, 1508, કાબુલ ખાતે
 • તે બાબરનો સૌથી મોટા પુત્ર હતો.
 • હુમાયુએ ગુજરાતનો પ્રદેશ મેળવવા માટે ગુજરાતના સુલતાન બહાદુરશાહ સાથે સંઘર્ષ કર્યો.
 • હુમાયુએ બહાદુરશાહને ઈ.સ. 1531માં માળવાના માંડુમાં હરાવ્યો. બહાદુરશાહ ત્યાંથી કાઠીયાવાડ ભાગી ગયો. હુમાયુએ માળવા અને ગુજરાત (સૌરાષ્ટ્ર, કચ્છ સિવાયનું) જીતીને પોતાના ભાઈ અસ્કરીને વહીવટ સોંપ્યો.
 • પરંતુ આ સમયે બિહારમાં શેરશાહ સૂરીએ વિદ્રોહ કરતાં હુમાયુએ પાછું ફરવું પડ્યું અને તેના ભાઈ અસ્કરીને હરાવીને ઈ.સ. 1536માં બહાદુરશાહે ગુજરાતમાં ફરીથી તેનું શાસન સ્થાપ્યું.

Ø  અકબર (1556 – 1605)

 • જન્મ – 15 ઓક્ટોબર 1542
 • મૃત્યુ – 17 ઓક્ટોબર, 1605
 • હુમાયુએ ઈ.સ. 1531-32માં જ ગુજરાત જીતી લીધું હતું, પરંતુ તેની બેદરકારીને પરિણામે ગુજરાતના સુલતાન બહાદુરશાહે ઈ.સ. 1536માં ગુજરાત પાછું મેળવી લીધું હતું. તેથી શહેનશાહ અકબર તેને જીતીને પુન: મુગલ હકૂમત હેઠળ લાવવા ઈચ્છતો હતો.
 • સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજો ગુજરાતનો છેલ્લો સ્વતંત્ર સુલતાન હતો. તે સમયની અંધાધૂની ભરેલી રાજકીય પરિસ્થિતિમાં ઈતીમાદખાન નામના વજીરે અકબરને આમંત્રણ આપ્યું.
 • અ સઘળી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ઈ.સ. 1572ની બીજી જુલાઈએ અકબર ફતેપુર-સિક્રીથી ગુજરાત ઉપર આક્રમણ કરવા સૈન્ય સાથે ઉપડયો. 10 હજારનું અશ્વદળ અમદાવાદ તરફ રવાના કર્યું; જ્યારે અકબર અજમેર થઈ પાટણ આવ્યો; આથી સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજો ગભરાઈને જોટાણા તરફ નાસી ગયો. ત્યાંથી તેને કેદ કર્યો.
 • પાટણ જીતી અમદાવાદ ઉપર કબજો મેળવી, 21 મી નવેમ્બરના રોજ પોતાનો ખુત્બો પઢાવ્યો, સિક્કા પડાવ્યા અને તુલાદાન કરાવ્યું. આ વિજયની યાદમાં શાહી ઉત્સવ પણ મનાવ્યો.
 • અમદાવાદ સહીત ઉત્તર ગુજરાત માટે અઝીઝ કોકાને અને દક્ષિણ ગુજરાત માટે ઈતીમાદખાનને વહીવટ માટે નીમીને અકબર આગ્રા પરત ફર્યા.
 • ત્યાર બાદ મુલ્ક અને મુહમ્મદ હુસેન મિર્ઝાના નેતૃત્વ હેઠળ મુગલો સામે ગુજરાતમાં ફરીથી બળવો ફાટી નીકળ્યો; આથી રોષે ભરાયેલો અકબર જાતે જ સાંઢણી પર સવાર થઈ, લશ્કર સાથે અમદાવાદથી ફક્ત 10 કિમી દૂર સાબરમતી નદીને કિનારે આવી પહોંચ્યો.
 • અકબરે પોતાના ગુજરાત વિજયની યાદમાં ફતેપુર સિક્રીમાં બુલંદ દરવાજો (ભારતનો સૌથી ઊંચો દરવાજો) બનાવડાવ્યો હતો.
 • ગુજરાતમાં મુગલ શાસનની સ્થાપના કરી. ત્યારબાર ગુજરાત પ્રાંતની વહીવટી વ્યવસ્થા માટે નીચે મુજબ નિમણૂકો કરી:

    પ્રાંતનો સૂબો – મિર્ઝા અઝીઝ કોકા

    પ્રાંતના બક્ષી – ખ્વાજા અલી કઝવીન

    પ્રાંતના દિવાન – રાજા તોડરમલ

 • અકબર પોતે સૂબાઓ સત્તાશાળી ના બને તે માટે ખાસ કાળજી લેતો. નિર્બળ વહીવટ કરનાર સૂબાને તે પદભ્રષ્ટ કરતો અને નવા સૂબાની નિમણૂક કરતો.
 • અકબરે જ્યારે નાની ઉંમરમાં ગાદી સંભાળી ત્યારે તેના સંરક્ષક રહેલા બહેરામખાન જ્યારે મક્કા જતા હતા ત્યારે ગુજરાતના પાટણ પાસે તેમની હત્યા થઈ હતી. બહેરામખાનની કબર પાટણની નજીક આવેલી છે.
 • અકબર સમુદ્રદર્શન કરનાર પ્રથમ મોગલ બાદશાહ હતો.
 • અકબરના સમયમાં ગુજરાતમાં પુન: એક વાર શાંતિ, સલામતી અને આઝાદી સ્થપાયા. ફિરંગીઓની વેપારી પ્રવૃતિઓ પર અંકુશ મૂકી અકબરે ગુજરાતના વેપારની સમૃદ્ધી જાળવી રાખી.
 • અકબરના શાસન દરમિયાન જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ પર લેવાતા કર નાબૂદ થયા. રાજા તોડરમલ મારફતે જમીનની માપણી થઈ અને ખેડૂતોને મહેસૂલમાં રાહત પ્રાપ્ત થઈ.

Ø  જહાંગીર (1605 – 1626)

 • જન્મ – 30 ઓગસ્ટ, 1569 (ફતેપુરસિક્રી)
 • મૂળ નામ – સલીમ
 • પિતા – અકબર
 • માતા – હરખાબાઈ (આમેર (જયપુર)ના રાજા ભારમલના પુત્રી)
 • સલીમના જન્મ પછી અકબરે પગપાળા ચાલીને અજમેર ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહની યાત્રા કરી.
 • રાજ્યાભિષેક – અકબરના અવસાન બાદ 24 ઓક્ટોબર, 1605ના રોજ આગ્રાના કિલ્લા ખાતે થયો હતો.
 • આગ્રાના કિલ્લામાં જહાંગીરનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
 • ઉપાધિ – નુરુદ્દિન મોહમ્મદ જહાંગીર બાદશાહ ગાઝી.
 • પ્રયાગમાં શાહની ઉપાધિ ધારણ કરી
 • જહાંગીરના કાર્યો –
 • જહાંગીરના ગુજરાતના સૂબા મુતર્ઝાખાન બુખારી એ ગુજરાતમાં કડીના કિલ્લાનું નિર્માણ કર્યું.
 • જહાંગીરના સમયમાં ઈ.સ. 1608માં કેપ્ટન હોકિંગ્સે સુરત ખાતે કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી.
 • ઈ.સ 1613માં ‘હેક્ટર’ નામના જહાજમાં આવેલ સર ટોમસ રો જહાંગીરના દરબારમાં આવ્યો હતો. આ સમયે ઈન્ગ્લેન્ડમાં કિંગ જેમ્સ પ્રથમનું શાસન હતું.
 • જહાંગીર હિન્દુઓના ધાર્મિક તહેવારો જેવા કે રક્ષાબંધન, શિવરાત્રી, દશેરા, દિવાળી, હોળી દરમિયાન પોતે જ ભાગ લઈ, એક નવી પ્રણાલી પાડી હતી. જહાંગીરે જાતે રાખડી બંધાવી હતી.
 • સમ્રાટ જહાંગીરે ગુજરાતના જૈન સાધુ શ્રી વિજયદેવસૂરી અને શ્રી ભાનુચંદ્રોપાધ્યાયને માંડુ મુકામે ઈ.સ. 1617માં આમંત્રણ આપી, તેમની સાથે જૈનધર્મ અંગે ચર્ચા કરી હતી.
 • શ્રી વિજયદેવસૂરીને ‘જહાંગીરી મહાતપા (મહાન તપસ્વી)’ નું બિરુદ આપેલું જ્યારે શ્રી ભાનુચંદ્રજીને શાહજદા શહરીયારના શિક્ષક તરીકે નિયુક્ત કર્યા હતાં.
 • જહાંગીરે મુગલ ટંકશાળ માટે ખાસ અલાયદું મકાન બંધાવ્યું હતું.
 • તેણે ગુજરાતના પ્રવાસની યાદમાં નક્ષત્ર સિક્કાઓ પડાવ્યા હતા.
 • જહાંગીરે પોતાની ગુજરાતયાત્રા દરમિયાન રોગચાળો અને અમદાવાદની ગરમી-ધૂળથી ત્રાસી જઈને અમદાવાદને ‘ગર્દાબાદ’ (ધૂળિયું શહેર) ઉપનામ આપ્યું.

Ø  શાહજહાં (1627 – 1658)

 • શાહજહાંનું મૂળ નામ ‘ખુર્રમ’ હતું.
 • શાહજહાંના સમયમાં અમદાવાદમાં ‘મોતી મહેલ’ બન્યો હતો. સાબરમતી નદીકિનારે સુંદર તથા ભવ્ય રાજમહેલ આજે પણ હયાત છે; જે ‘સરદાર પટેલ સ્મારક ભવન’ તરીકે પ્રસિદ્ધ છે. અગાઉ ગુજરાતના ગવર્નરોનું નિવાસસ્થાન પણ હતો.
 • શાહજહાંના સમયમાં ગુજરાતમાં સત્યાશીયા નામે ઓળખાતો ભયંકર દુષ્કાળ સર્જાયો હતો. આ સમયે બાદશાહ તરફથી લગભગ 70 લાખના કરવેરા માફ કરાયા હતા અને અનેક રાહતકાર્યો શરૂ થયા હતા.
 • શાહજહાંના સમયમાં ઔરંગઝેબ ગુજરાતનો સૂબો હતો. આ સમયે તેણે કટ્ટરવાદી નીતિ અપનાવી.
 • શાંતિદાસ ઝવેરીએ બનાવેલા પાર્શ્વનાથ દેરાસરને તેણે મસ્જીદ બનાવી દીધું હતું. જેનો ખૂબ જ ઉગ્ર વિરોધ થયો હતો.
 • ઔરંગઝેબ બાદ આવેલા ગુજરાતના સૂબા દ્વારા શિકોહના સમયમાં આ મસ્જીદને ફરી મંદિર બનાવાઈ હતી.
 • શાહજહાંના સમયમાં અન્ય બંદરોની સાથે સુરત પણ ધીકતું બંદર હતું.
 • ગુજરાતનો કિનખાબ તથા પાટણના પટોળા પરદેશ નિકાલ થતા હતાં.
 • અમદાવાદ નગરની જાહોજહાલી પણ ભારતભરમાં સુપ્રસિદ્ધ હતી. અમદાવાદ કેળવણીનું કેન્દ્ર બન્યું હતું.

Ø  ઔરંગઝેબ (1658 – 1707)

 • ઔરંગઝેબનો જન્મ ગુજરાતના દાહોદમાં થયો હતો.
 • ઔરંગઝેબ પોતાના પિતાને કેદ કરી તથા પોતાના ભાઈઓની હત્યા કરી ગાદી ઉપર બેઠો હતો.
 • સમગ્ર મુગલકાળ દરમિયાન સુરત બંદરનો વિકાસ થયો. મુગલ સમયમાં સુરત ભારતમાં મોટામાં મોટું બંદર ગણાતું. મક્કાની યાત્રાએ જનાર યાત્રાળુઓ સુરત થઈને જતા, તેથી તે બાબુલમક્કા અને ‘બંદર-મુબારક’ કહેવાતું સુરત તે સમયના વિશ્વનાં મહાનગરોમાં સ્થાન પામ્યું હતું. સુરતના સૂબા મહાવતખાન હતા ત્યારે ઈ.સ. 1664 અને ઈ.સ. 1670માં શિવાજીએ સુરત પર ચઢાઈ કરીને લૂંટ્યું હતું.
 • ઔરંગઝેબના સમયમાં એકસરખી અને સમાન જકાત સમગ્ર હિન્દમાં દાખલ કરવામાં આવી હતી અને કારીગરો માટે સમાન વેતન ઠરાવવામાં આવ્યું હતું. તે ચુસ્ત સુન્ની અને અસહિષ્ણુ મુસ્લિમ પણ હતો. તેણે હોળી, દિવાળી, બળેવ જેવા ધાર્મિક તહેવારો ઊજવવા પર પ્રતિબંધ મૂક્યો, તેથી ગુજરાતના લોકો ખૂબ રોષે ભરાયા. તેના સમયમાં સુરત ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું. અહી અંગ્રેજ,ડચ, ફ્રેંચ વગેરે વેપારીઓની કોઠીઓ હતી. અમદાવાદ  સુતરાઉ, રેશમી અને ગરમ કાપડના ઉત્પાદન માટે જાણીતું હતું; જ્યારે સુરત જરી-કસબના ઉદ્યોગ માટે. ખંભાતથી કાપડ, ગળી, જરીવાળું કાપડ, પાટણના પટોળા વગેરેની ખૂબ નીકાસ થતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *