સાંસ્કૃતિક સ્થળો

સાંસ્કૃતિક સ્થળો

 

 

 

Ø  ગોલકુંડા

  • આ કુતુબ વંશની રાજધાની તથા દક્ષિણ ભારતનો સૌથી મોટા ગોલકુંડા કિલ્લાનું મુખ્ય કેન્દ્ર હતું. મધ્યકાળમાં ઘણી હીરાની ખાણો ગોલકુંડા ક્ષેત્રમાં મળી આવેલ. આ ખાણોમાંથી કોહિનૂર, હોપ ડાયમંડ, નરસ્ક હીરા જેવા પ્રખ્યાત હીરાઓ આજ ક્ષેત્રની ખાણોમાંથી મળી આવે છે.

 

ગોલકુંડાનો મતલબ થાય છે ‘ગડરિયાઓની પહાડી’(ઘેટા-બકરા કે પશુઓ ચરાવવાની જગ્યા) ગોલકુંડા કિલ્લાનું નિર્માણ સૌપ્રથમ, કાકાતીયા વંશ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 1507માં કુતુબદ્દીન શાહે આનો જીણોદ્વાર કરાવ્યો. આની પરિસરમાં ચાર કિલ્લા, આઠ દ્વાર તથા ચાર ખુલી શકે તેવા પુલ આવેલ છે.

 

 

આ કિલ્લામાં સ્થાપત્ય શિલ્પનું સૌથી મોટું સ્મારક ‘ફતેહ દરવાજો’ (વિજયદ્વાર) છે. મુગલ બાદશાહ ઔરંગઝેબના વિજયી સેનાનો પ્રવેશ કર્યા પછી તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

 

 

આના પ્રાંગણમાં ઘણી મસ્જીદો છે, પરંતુ સર્વાધિક પ્રસિદ્ધ તારામતિની મસ્જીદ છે. આને બળ હિસ્સાર પણ કહેવામાં આવે છે. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા તેને સંરક્ષિત સ્મારકમાં જોડવામાં આવેલ છે.

 

 

Ø  ગોવા

  • ગોવા પશ્ચિમી સહેલાણી માટે સુપ્રસિદ્ધ સ્થળ છે. આ ઉત્તરમાં મહારાષ્ટ્ર તથા પૂર્વ અને દક્ષિણમાં કર્ણાટકથી અને પશ્ચિમમાં અરબ સાગરથી ઘેરાયેલ છે. ભારતનું સૌથી નાનું રાજ્ય છે. જન સંખ્યાની ર્દષ્ટિએ આ ચોથું સૌથી નાનું રાજ્ય છે. અહી મિશ્રિત સંસ્કૃતી જોવા મળે છે.

 

ગોવા પર 1961 સુધી પોર્ટુગીઝોના શાસન હતું. આથી ગોવાના ઘણા ભાગોમાં તેમની સંસ્કૃતિ જોવા મળે છે. પણજીમાં આવેલ ફોન્ટેનહાસનને એક સાંસ્કૃતિક સ્થળ છે. જે ભારતીય- પોર્ટુગીઝ જાતી કે જે ગોવામાં વસે છે તેના જીવન સંસ્કૃતિ અને વાસ્તુક્લાને પ્રદશિત કરે છે. ગોવાના ઘણા ચર્ચોમાં ઈસાઈ ધર્મનો પ્રભાવ જોવા મળે છે. તેમની સંસ્કૃતિક ઉત્કૃષ્ટતાને કારણે યુનેસ્કોએ તેને 1986માં વિશ્વ વારસાના સ્થળમાં સમાવેશ કરેલ છે.

 

 

ચર્ચ ‘બોસ જીજર્સ બેસાલિકા’ ને યુનેસ્કોના વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરેલ છે. જેમાં સંત ‘ફ્રાંસીસ ઝેવિયર્સ’ ના અવશેષો સાચવી રાખવામાં આવેલ છે. સંત ફ્રાંસીસ ઝેવિયર્સને કેથોલિક સમૂહના ગોવાના સંરક્ષક સંત માનવામાં આવે છે. સાંસ્કૃતિક રૂપથી ગોવામાં ઘણી કળાઓ જેવી કે દેખણી, ફૂગડી તથા માન્ડો વગેરે જોવા મળે છે. અહિયા કોંકણી, અંગ્રેજી અને પોર્ટુગીઝ ભાષામાં સંગીત ફિલ્મ અને નાટકોનું પણ નિર્માણ થાય છે.

 

 

Ø  હૈદરાબાદ

  • આ ભારતના દુર્લભ શહેરોમાનું એક છે. જે આંધ્રપ્રદેશ અને 2014માં નવા રચાયેલા તેલંગાના રાજ્યનું પાટનગર છે. હૈદરાબાદ મુસી નદી કિનારે આવેલું છે. તેનો સમાવેશ ભારતના અધિક જન્સંખ્યાવાળા શહેરોમાં થાય છે.
  • મુસી નદી સિવાય હૈદરાબાદ માનવ નિર્મિત પ્રાકૃતિક તળાવ માટે પણ પ્રખ્યાત છે. જેમ કે, હુસેન સાગર તળાવ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે.

 

મહમદ કુલીના કુતુબશાહે વર્ષ 1591માં આ મધ્યકાલીન નગરની સ્થાપના કરી હતી. જ્યાં તેમના વંશે એક દશકથી પણ વધારે સમય માટે રાજ કર્યું હતું. વર્ષ 1724માં અસફ જાહના હાથમાં સત્તા આવતાં વંશ બદલાય ગયો અને નવા શાસકોને હૈદરાબાદ નિઝામ તરીકે ઓળખવામાં આવ્યા. આ બંને વંશો ચાર મીનાર તથા ગોલકુંડાના કિલ્લા જેવી ઐતિહાસિક ઈમારતોનું નિર્માણ કરીને શહેરને એક નવો આકાર આપ્યો.

 

 

હીરાની ખાણોને કારણે પણ આ શહેરને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધી મળેલ છે. હીરા તથા મૂલ્યવાન પથ્થરોનો વેપાર તેની સંસ્કૃતિનો મુખ્ય ભાગ છે. આ ઉપરાંત અસલી મોતીઓ માટે પણ હૈદરાબાદ પ્રખ્યાત છે એટલે કે, તેને ‘મોતીના શહેર’ તરીકે ઓળખવામાં આવે છે.

 

 

આ શહેરમાં અનેક બજારો આવેલા છે. જેમ કે, લાડ બજાર, બેગમ બજાર અને સુલતાન બજાર આ તમામ મધ્યકાલીન યુગથી ચાલતા આવેલ બજાર છે. આ શહેર હૈદરાબાદી બિરયાની તથા હૈદરાબાદી હલીમ (એક પ્રકારની વાનગી) માટે પણ પ્રખ્યાત છે.

 

 

આ શહેર આઈ.ટી. કંપનીઓનું પણ કેન્દ્ર છે કે જેણે સૂચના પ્રોદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ લાવી.

 

 

ઔષધીય કંપનીઓ દ્વારા અહી શોધ પ્રયોગશાળાઓ શરૂ કરવાના લીધે તેને ‘જીનોમ ઘાટી’ પણ કહેવાય છે.

 

 

હૈદરાબાદ ભારતના એવા શહેરોમાંથી છે કે જ્યાં આજે પણ ઉર્દુ ભાષા બોલાય છે તથા ઉર્દુ ભાષાના વિકાસ માટે રાષ્ટ્રીય પરિષદ જેવી અકાદમીઓના માધ્યમથી તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

 

 

Ø  માંડુ (માંડવગઢ)

  • મધ્યપ્રદેશના માંડવા જિલ્લામાં આવેલ એક વિશિષ્ટ શહેર છે. જે માંડવગઢ તરીકે પણ જાણીતું છે.
  • અહીના સુંદર કિલ્લાઓ એક મુખ્ય આકર્ષણ છે કે જેનું નિર્માણ 11મી સદીમાં તારંગા સામ્રાજ્યના પરમાર શાસકો દ્વારા કરવામાં આવેલ. આ કિલ્લાઓ વિંધ્ય પર્વતમાળા શિખર પર સ્થિત છે. જેની એક તરફ નર્મદા નદી ઘાટી અને બીજી તરફ માળવાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે.
  • અલાઉદ્દીન ખીલજીના આગમન પછી શહેરનું ભાગ્ય બદલાઈ ગયું. જેઓએ 13મી સદીમાં કિલ્લા પર અધિકાર કર્યા પછી માંડુંનું નામ બદલીને શાદિબાદ અથવા ‘ખુશીઓનું શહેર’ કરી દીધું. પોતાની પ્રાકૃતિક સુરક્ષા અને સામરિત સ્થિતિના કારણે કિલ્લો હમેશાથી એક ર્દઢ ગઢ બની રહ્યો. માંડું કિલ્લાની અનેક વિશેષતાઓમાંથી એક તેના 12 મુખ્ય દરવાજા છે જે કિલ્લામાં પ્રવેશ કરવા પહેલા પાર કરવાની આવશ્યકતા પડે છે. કિલ્લાનો હિંદુ ભાગ આજે પણ ઉપસ્થિત છે.

 

સુલતાન ગ્યાસુદ્દીન તુઘલકે દ્વારા નિર્મિત જહાજ મહલ બે કુત્રિમ સરોવરની વચ્ચે સ્થિત હતો જે એક તરતો નૌકાયાન જેવો દેખાતો હતો. રાણીઓ માટે મુખ્ય ભવન હિંડોળા મહલ હતો. જે ઈ.સ. 1425 દરમ્યાન બનાવવામાં આવેલ વાસ્તુકલાનો ઉત્કૃષ્ટ નમૂનો હતો.

 

 

માંડુ દુર્ગની વિશેષતા હોશંગ શાહનો મકબરો હતો. જે ભારતની સંગેમરમર નિર્મિત પ્રથમ સંરચના છે અને ભારતમાં અફગની વાસ્તુકળાના શ્રેષ્ઠ ઉદાહરણોમાંથી એક છે. માંડુથી જોડાયેલ સ્થાયી કથાઓમાંથી એક રૂપમતી અને બાજ બહાદૂરની દુ:ખદ પ્રેમગાથા છે. જ્યાં બલુઆ પત્થરની એક મોટી સંરચના છે જેનો બુર્જ હોવાનું અનુમાન લગાવી શકાય. પરંતુ વર્તમાનમાં તેને રૂપમતી મંડપના રૂપમાં જાણવામાં આવે છે. જે મધ્યપ્રદેશના પર્યટન આધાર ખૂબ જ મોટા ભાગનું નિર્માણ કરે છે.

 

 

Ø  મુંબઈ

  • પહેલા બોમ્બેના નામથી જાણીતું આ નગર ભારતની આર્થિક રાજધાની છે. બોમ્બે નામ પોર્ટુગીઝો દ્વારા આપવામાં આવ્યું હતું. બોમ્બે યુરોપ અને એશિયામાંથી માલ અને યાત્રીઓને લઈ જનાર યૂરોપીય જહાજોને લંગર નાખવા માટેનું એક મહત્વપૂર્ણ બંદરગાહ હતું.

 

વર્તમાનમાં આ નગરમાં પોર્ટુગીઝો, અંગ્રેજો અને મરાઠા શાસકોની વાસ્તુકલાની છાપ છે. વર્તમાનમાં આ નગર સાત દ્વિપો દ્વારા નિર્મિત છે. આ નગરની સૌથી પ્રતિષ્ઠિત ઈમારતોમાંથી એક વિક્ટોરિયા ટર્મિનલ છે. જેનું છત્રપતિ શિવાજી ટર્મિનસના રૂપમાં પુન: નામકરણ કરવામાં આવ્યું છે. વર્ષ 2004માં યુનેસ્કોએ તેને વિશ્વ વિરાસત સ્થળ ઘોષિત કર્યું હતું.

 

 

ચર્ચગેટની ઈમારતને 2009માં વિશ્વ વિરાસત સ્થળ ઘોષિત કરવામાં આવ્યું છે. આ નગર ભારતના મનોરંજનની રાજધાની છે. કારણ કે આ નગર બોલીવુડ (હિંદી ચલચિત્ર) ઉદ્યોગોનું શહેર છે. જે વિશ્વના મહત્તમ ચલચિત્રના નિર્માણ ઉદ્યોગમાંથી એક છે.

 

 

આ નગર દેશનું નાણાકીય કેન્દ્ર પણ છે. કારણ કે બોમ્બે-સ્ટોક એક્સચેન્જ ભાતનું રાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું ઘર છે.

 

 

મુંબઈ અનેક સમુદાયોના લોકો અને સંસ્કૃતિનું પણ ઘર છે. જે પોતાના ભાગ્યને બદલવા માટે આ નગરમાં આવે છે. જે ભોજન, સંગીત અને નગરની રંગશાળાથી પ્રતીબીમ્બીત થાય છે.

 

 

મુંબઈના આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ, ફિલ્મફેર પુરસ્કાર જેવા અનેક સમારોહ દેશભરના લોકોને આકર્ષિત કરે છે. આ ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલયમાં જે પ્રિન્સ ઓફ વેલ્સના મ્યુઝીયમ ઓળખાતું હતું.આમ પ્રાચીન ભારત માટે મુંબઈ વિશાલ કલા સંગ્રહ છે.

 

 

Ø  રાંચી

  • રાંચીએ ઝારખંડ રાજ્યની રાજધાની છે. પછી રાંચી શબ્દ ક્ષેત્રીય ભાષા ઓરાવના ‘આર્ચી’ શબ્દ પરથી લેવામાં આવેલ છે. જે એક વાંસના વનનો સંકેત આપે છે. આ નગર ગોડા પર્વત પર આવેલ છે. તેની આસપાસ વિશાળ વન આચ્છાદિત પ્રદેશ છે. રાંચીનું પ્રસિદ્ધ શૈલબાગ ગોંડા પર્વતને કોતરીને બનાવેલ છે. આ પર્વત પર અનેક પાણીના ધોધ આવેલા છે. પરંતુ તેમાં પ્રખ્યાત હુન્ડૂ એ પાણીનો ધોધ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *