ભારતના સાંસ્કૃતિક સ્થળો

સાંસ્કૃતિક સ્થળો

 

 

Ø  હમ્પી

 • હમ્પીનો શાબ્દિક અર્થ વિજેતા એવો થાય છે. તે વિજયનગર સામ્રાજ્યની પૂર્વ સમયની રાજધાની હતી. કર્ણાટકમાં એક નાનું સ્થળ છે. આમ છતાં પણ આ એક મહત્વપૂર્ણ ધાર્મિક તથા સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ નામ હમ્પીને કન્નડ શબ્દ ‘હમ્પ’ થી લેવામાં આવેલ છે. જે ‘પમ્પા’ એટલે કે તુંગભદ્રા નદીના પ્રાચીન નામથી ઉદભવેલ છે. હમ્પીમાં અશોક યુગની નાના પથ્થર પર કોતરેલ શિલાલેખ છે. પરંતુ આ વિજયનગરના શાસકોથી સંરક્ષણ આપવામાં આવ્યું છે. હમ્પીમાં બધા સ્મારકોને વર્ષ-1986માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળો જાહેર કરવામાં આવ્યા છે. હમ્પીમાં ઘણા મંદિરોનો સમૂહ છે. જેમાં વિઠ્ઠલ મંદિર સમૂહમાં આવેલો પથ્થરનો રથ સૌથી આકર્ષિત છે. જે કર્ણાટક પર્યટન વિભાગનું પ્રતિક ચિહ્નો છે. આ સ્મારકને ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ધાર્મિક, નાગરિક તથા સૈન્ય કિલ્લા, આ કિલ્લાઓમાં ઘણા બધા દ્વાર છે. તથા તેમાં નિવાસ સ્થાન છે. કે જેની ઓળખ ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. અહી હિંદુ મંદિરોમાં અચ્યુતરાય મંદિર, બાવાડી લિંગ મંદિર, ચંદ્રમોલેશ્વર મંદિર તથા હજારી રામ મંદિર આવેલ છે.

 

Ø  જયપુર

 • જયપુર અમ્બેરની જૂની રાજધાની તથા વર્ષ 1727 માં સવાઈ જયસિંહ બીજા દ્વારા સ્થાપિત શહેરનું મિશ્રણ છે.

હાલમાં આ શહેર રાજસ્થાન રાજ્યનું પાટનગર છે અને તેને ભારતના ગુલાબી શહેર તરીકે ઓળખવામાં આવે છે.

હાલમાં આ શહેર 6 સેક્ટરોમાં વિભાજિત છે. જેમાં રહેણાક ક્ષેત્રો માટે અલગ વ્યવસ્થા છે. અહી રાજપૂતકળાના ઘણા ઐતિહાસિક સ્મારકોનું નિર્માણ થયેલ છે. જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

અહિયાં જંતર-મંતર વૈધશાલાનું સવાઈ જયસિંહ બીજા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને વર્ષ 2010માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતમાં સામેલ કરવામાં આવ્યું. નાહરગઢ કિલ્લાનું નિર્માણ પહાડની શિખર પર થયેલ છે. જે જયસિંહ બીજાનું નિવાસસ્થાન હતું. હવામહેલ વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે.

કછવાહ રાજપૂતોનો આમેર મહેલ સૌથી પ્રાચીન સ્મારકોમાનો એક અને શહેરની સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. તેની સાથેના સ્મારકો જેમાં જયગઢ કિલ્લો અને સિટી પેલેસનો સમાવેશ થાય છે. તળાવની મધ્યમાં જળમહેલ એક અદભૂત આશ્ચર્ય છે. આ ઉપરાંત ગોવિંદદેવજી મંદિર, કનક વૃંદાવન જેવા ધાર્મિક સ્થળો ભગવાન કૃષ્ણની ઉપાસના માટે પણ પ્રસિદ્ધ છે.

 

 

જયપુર આ ક્ષેત્રને શિલ્પકલા માટે જાણીતું છે. આ ઉપરાંત બાંધણી, સ્ટેમ્પ છાપકામ (બ્લોક પ્રિન્ટીંગ), પથ્થરની કોતરણી, તારકશી (એક પ્રકારનું જડતર કામ), જરી, ગોટા (સોના કે ચાંદીનું ભરતકામ), વગેરે હસ્તકલાના ઉત્તમ ઉદાહરણ છે. આભૂષણની ડિઝાઈન માટે જયપુરમાં લાખની બંગડીઓ, હાથીદાંતના આભૂષણોના નિર્માણની જયપુર મુખ્ય કેન્દ્ર છે. વર્તમાનમાં જયપુર સાહિત્ય સમારોહના માધ્યમથી જયપુર દુનિયામાં પોતાની અલગ ઓળખાણ બનાવી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ તથા પ્રખ્યાત કલાકારો ભાગ લેવા આવે છે.

 

 

Ø  બોધગયા

 • બોધીગાય બિહાર રાજ્યના ગયા જિલ્લામાં આવેલું છે. બોધીગયામાં મહાબોધિ મંદિર આવેલું છે. આ મંદિર અને તેના પરિસરને વર્ષ 2002માં વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સ્થળને બોધિમંડળ તરીકે પણ માનવામાં આવે છે. જ્યાં ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. બોધિ વૃક્ષ પણ અહિંયા સ્થિત છે.

બોધીગયામાં બુદ્ધ પૂર્ણિમા જે વૈશાખ મહિનામાં આવે છે તેમાં મેળાનું આયોજન કરવામાં આવે છે.

ઐતિહાસિક ર્દષ્ટિએ આ સ્થળને ઉરૂવેલા, વજ્રસેના, સમબોધિ અથવા તો મહાબોધિ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ બધા નામ બોધ દ્વારા મોક્ષ પ્રાપ્તિ સાથે જોડાયેલા છે. બોધ પરિસરમાં બોધ મઠને બોધીમંડળ વિહાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

 

Ø  અયોધ્યા

 • અયોધ્યા એક પ્રાચીન ઐતિહાસિક નગર છે. જ્યાં શ્રી રામનો જન્મ થયો હતો. અયોધ્યા ઉત્તરપ્રદેશ રાજ્યમાં ‘સરયૂ’ નદીના કિનારે આવેલું છે. અને ઐતિહાસિકરૂપથી કૌશલ સામ્રાજ્યનો ભાગ હતો.

આ શહેર બાબર દ્વારા બાંધવામાં આવેલ બાબરી મસ્જીદના કારણે પણ વિવાદમાં રહેલ છે.

 

 

Ø  અમૃતસર

 • શરૂઆતમાં અમૃતસરને રામદાસપૂરના નામથી ઓળખવામાં આવતું. હરમંદિર સાહેબ અથવા સુવર્ણ મંદિર જે શીખ સમુદાયનું સૌથી જૂનું અને સૌથી પવિત્ર ગુરૂદ્વારા અમૃતસરમાં આવેલું છે. આ શહેર આ કાલીદળ અથવા ખાલસા શીખ સમુદાયના લૌકિક પ્રાધિકરણનું મુખ્ય કેન્દ્ર છે. જે શીખના પ્રમુખ સંપ્રદાયો અને ગુરુદ્વારાની રખેવાળી માટે જવાબદાર છે.
 • સુવર્ણ મંદિરને યુનેસ્કો દ્વારા વર્ષ 2004માં વિશ્વ વિરાસતમાં સામેલ કર્યું હતું. આ શહેર પાકિસ્તાનની વાઘા બોર્ડર નજીક આવેલું છે.
 • આ આ શહેરને વર્ષ 1919માં થયેલા જલિયાવાલા બાગ નરસંહાર માટે પણ યાદ કરાય છે. આ નરસંહારમાં બ્રિટીશ જનરલ ડાયરે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળી ચલાવવાનો આદેશ કર્યો હતો. જેનું સ્મારક પણ અહિયા આવેલું છે. અંતિમ શીખ શાસક મહારાજા રણજિતસિંહની શાસન ભૂમિ અને ત્યાં તેમના શાસનકાળની સ્મૃતિઓનું સંગ્રહાલય આવેલ છે. તથા ગોવિંદગઢ કિલ્લો અને રામબાગ ઉદ્યાન મુખ્ય સ્થળો છે.

Ø  દિલ્હી

 • સ્વતંત્ર ભારતની રાજધાનીના રૂપમાં દિલ્હી ભારતીય સંસ્કૃતિ અને વિરાસતનું પ્રમુખ કેન્દ્ર છે. દિલ્હી સલ્તનતને બાદ કરતા દિલ્હી ભારતની રાજધાની રહી છે. બ્રિટીશરોએ ભારતની રાજધાની કોલકત્તાથી ખસેડી દિલ્હીમાં સ્થાનાંતરિત કરી હતી. પાંડવોનું પ્રાચીન નગર ઈન્દ્રપ્રસ્થનો સબંધ પણ દિલ્હી સાથે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે દિલ્હી શહેરના 12૦૦ વિરાસત ભવનોની યાદી તૈયાર કરી જેમાં દિલ્હીમાં આવેલો હૂમાયુંના મકબરાને 1993માં, કુતુબમિનાર પરિસરને 1993, લાલ કિલ્લા પરિસરને 2007માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતમાં સામેલ કરવામાં આવ્યા હતા.
 • ભારતની સૌથી મોટી મસ્જીદ જામા મસ્જીદ ચાંદની ચોકના મધ્યમાં આવેલી છે. આ ક્ષેત્રમાં મુઘલો દ્વારા બનાવવામાં આવેલો લાલ કિલ્લો પણ આવેલો છે.

18મી સદીમાં નિર્માણ કરવામાં આવેલું વિશાળ જંતર-મંતર તેમજ અન્ય સ્મારક સફદરજંગનો મકબરો મુઘલ શૈલીના ભવનો અને બગીચાઓ માટે પ્રસિદ્ધ છે.

 • દિલ્હીમાં આવેલું રાષ્ટ્રપતિ ભવન જેનું નિર્માણ 1912 થી 1929ની વચ્ચે કરવામાં આવ્યું હતું. તેમજ તેની ડીઝાઈન ‘એડવિન લ્યુટીન્સ’ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
 • દિલ્હીમાં આવેલ સંસદ ભવનનું નિર્માણ 1912 થી 1927માં કરવામાં આવ્યું હતું તેમજ તેની ડિઝાઈન ‘એડવિન લ્યુટીન્સ’ અને ‘હાર્બટ બેકર’ દ્વારા કરવામાં આવી હતી. દિલ્હીના લાલ કિલ્લામાં રખરખાવ માટે દાલમિયા ગ્રુપને જવાબદારી સોંપવામાં આવેલી છે.

 

Ø  ચંદીગઢ

 • ચંદીગઢ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હરિયાણા અને પંજાબની રાજધાની છે. વાસ્તુકલાની ર્દષ્ટિએ એક અજાયબી છે. કારણ કે આ ભારતનું પ્રથમ સુનિયોજિત શહેર છે.
 • આ શહેરની ડીઝાઈન પ્રસિદ્ધ સ્વીસ-ફાન્સિસ વાસ્તુકાર “લા-કાર્બુઝીયર” દ્વારા બનાવવામાં આવી હતી. ચંદીગઢનું વિધાનસભા ભવન પ્રસિદ્ધ સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ છે. ભારતમાં વનઆચ્છાદિત ક્ષેત્રોમાં ચંદીગઢનું સ્થાન ત્રીજા નંબરે છે.

ચંદીગઢ શિવાલિક પર્વતમાળાની તળેટીમાં સ્થિત છે. અને તેના ઉત્તરે ‘સુખના તળાવ’ આવેલું છે.

એક અન્ય વાસ્તુશાસ્ત્રિય સ્થાપત્ય રોક ગાર્ડન આવેલું છે. જે નેક્ચંદ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. આ ઉધાનમાં ધાતુના તારો, માટીના વાસણ, તૂટેલી બંગડીઓ, મડગાર્ડ, કાંટા, વાંસ જેવી સામગ્રીઓથી વિભિન્ન મૂર્તિઓ બનાવામાં આવી છે. આ શહેરમાં રોઝ ગાર્ડન પણ આવેલું છે.

જેનું નામ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસૈનના નામ પરથી રખાયું છે. આ ઉદ્યાન ગુલાબની 825થી વધારે પ્રજાતિઓ તેમજ વિવિધ ઔષધી છોડ જોવા મળે છે.

 

 

Ø  અગરતલા

 • આ ત્રિપુરા રાજ્યની રાજધાની છે. તે અહોરા નદીના કિનારે વસેલું છે. જે ભારત અને બાંગ્લાદેશ સીમા નજીક આવેલ છે. આ શહેરનું નામ બે શબ્દ અગર (એક મોંઘુ સુગંધિત તેલ) અને ભારતીય સંવિધાનની વિશેષ ભાષાઓમાંની એક છે.

પ્રખ્યાત ઉજ્જ્યંત મહેલ અગરતલામાં આવેલ છે. આ શહેર ધાર્મિક પરંપરાનું પ્રમાણ વધારે છે.

શહેરમાં સૌથી જૂનું અને મહત્વપૂર્ણ મંદિર લક્ષ્મી નારાયણ મંદિર છે. જે ઉજ્જયંત મહેલના પરિસરમાં છે. અહીનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર દુર્ગા પૂજા છે, લોકો હિંદુ ધર્મમાં આસ્થા રાખે છે. અહી ખર્ચી અને ગરિયા પૂજા જેવા આદિવાસી તહેવારો ઉજવવામાં આવે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *