ગુજરાતની નદીઓ

ગુજરાતની નદીઓ

  રાવલ નદી

 • ઉદભવ સ્થાન – પૂર્વ ગીરના જંગલમાં આવેલા દુધાળા ગામના ઉપરના ભાગેથી આ નદી નીકળે છે.
 • અંતિમ સ્થાન – આ નદી ઝાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામ પાસે અરબી સમુદ્રને મળે છે.
 • બંધ – ઉના તાલુકામાં આવેલા મહોબતપરા ગામ પાસે નાનો બંધ અને ચિખલકુબા ગામ પાસે આ નદી પર મોટો બંધ બાંધવામાં આવેલો છે.

  ભાદર નદી

 • ઉદભવ સ્થાન – રાજકોટના જસદણ તાલુકાના આનંદપરના ઉચ્ચ પ્રદેશમાં આવેલા મદાવાના ડુંગરમાંથી નીકળે છે.
 • અંતિમ સ્થાન – પોરબંદરમાં આવેલા નવી બંદર પાસે અરબ સાગરને મળે છે.
 • સહાયક નદી – જમણી બાજુની સહાયક નદીઓમાં ગોંડલી, છાપરવાડી, ફોફળ, ઉતાવળી,મોજ અને વેણુ. જ્યારે ડાબી બાજુની સહાયક નદી વાસાવડી, સુરવા અને ગલોલિયા છે.
 • કિનારાના શહેર – જસદણ, આટકોટ, જેતપુર, નવાગઢ, ઉપલેટા, ધોળાજી, કુતિયાણા વગેરે.
 • બંધ – ગોમતા ગામે ભાદર-1 ડેમ બાંધવામાં આવ્યો છે જે નીલખા ડેમ તરીકે જાણીતો છે.
 • ગોંડલ નજીક શ્રીનાથગઢ મુકામે ભાદર-2 ડેમ બાંધવામાં આવેલો છે.
 • વિશેષતા – ભાદર ડેમનું બાધકામ પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં કરાયું હતું.

  આજી નદી

 • ઉદભવ સ્થાન – રાજકોટ જિલ્લાના લોધિકા ગામ પાસે.
 • અંતિમ સ્થાન – જામનગરના જોડિયા તાલુકા નજીક કચ્છના અખાતમાં સમાઈ જાય છે.
 • લંબાઈ – અંદાજીત 102 કિમી. (રાજકોટ જિલ્લામાં 63 અને જામનગર જિલ્લામાં 42 કિમી. જેટલો પ્રવાહ)
 • સહાયક નદી – ડોન્ડી, ન્યારી અને લાલપરી નદી
 • કિનારાના શહેર – રાજકોટ
 • વિશેષતા – આ નદીમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આજી નદી જળ શુદ્ધીકરણ યોજના શરૂ કરવામાં આવી છે.
 • આ નદી ગુજરાતની ઉત્તર-પશ્ચિમ દિશાએ વહે છે.
 • સરકારશ્રીની સૌની યોજના દ્વારા નર્મદા નદીનું પાણી આ નદીમાં ઠાલવવામાં આવ્યું છે.

 ભોગાવો નદી

 • ભોગાવો નદી મુખ્યત્વે બે શહેરોમાં વહે છે. તેના આધારે તેના બે ભાગ પાડવામાં આવ્યા છે.
 • વઢવાણ ભોગાવો
 • ઉદભવ સ્થાન – ચોટીલા તાલુકાના નવાગામ પાસે આવેલા ડુંગરોમાંથી નીકળે છે.
 • અંતિમ સ્થાન – નળસરોવરમાં સમાઈ જાય છે.
 • વહેણ – આ નદી ઉત્તર તરફ વહે છે.
 • કિનારાના શહેર – ચોટીલા, સાયલા, મૂળી અને વઢવાણ
 • બંધ – આ નદી પર ગૌતમગઢ પાસે ‘નાયકા’ બંધ અને સુરેન્દ્રનગર પાસે ‘ધોળીધજા’ બંધ બાંધવામાં આવ્યા છે.
 • લીમડી ભોગાવો
 • ઉદભવ સ્થાન – ચોટીલા તાલુકાના ભીમોરાના ડુંગરોમાંથી નીકળે છે.
 • અંતિમ સ્થાન – સાબરમતી નદીમાં સમાઈ જાય છે.
 • વહેણ – આ નદી ઉતર તરફ વહે છે.
 • કિનારાના શહેર – લીમડી
 • બંધ – આ નદી પર સાયલા તાલુકાના થોરીયાળી ગામ પાસે બંધ બાંધવામાં આવેલા છે.

 રૂપેણ નદી

 • ઉદભવ સ્થાન – મહેસાણા જિલ્લામાં આવેલા ટૂંગા પર્વતમાંથી
 • અંતિમ સ્થાન – કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.
 • લંબાઈ – અંદાજીત 156 કિમી.
 • કિનારાના શહેર – મહેસાણા
 • વહેણ – બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, કચ્છમાંથી આ નદી પસાર થાય છે.
 • સહાયક નદી – જમણી બાજુએ પુષ્પાવતી અને ડાબી બાજુએ ખારી આ નદીની સહાયક નદીઓ છે.
 • વિશેષતા – ઉત્તર ગુજરાતની કુંવારિકા નદી છે.

  પુષ્પાવતી નદી

 • ઉદભવ સ્થાન – આ નદી ઊંઝા તાલુકામાંથી નીકળે છે.
 • અંતિમ સ્થાન – આ નદી બેચરાજીમાં રૂપેણમાં જોડાય છે.
 • કિનારાના ધાર્મિક સ્થળ – મીરાં-દાતાર (ઉનાવા), ગણપતિ મંદિર (ઐઠોર), મોઢેરાનું સૂર્યમંદિર (મહેસાણા)
 • વિશેષતા – પુષ્પાવતીના કિનારે ઉતરાર્ધ મહોત્સવ યોજાય છે.
 • ઈતિહાસમાં આ ક્ષેત્ર ધર્મારાણ્ય ક્ષેત્ર તરીકે જાણીતું હતું.

ઓરસંગ નદી

 • ઉદભવ સ્થાન – મધ્યપ્રદેશમાંથી નીકળી છોટાઉદેપુર નજીક ગુજરાતમાં પ્રવેશે છે.
 • અંતિમ સ્થાન – આ નદી ચાંદોદ ખાતે નર્મદામાં સમાઈ જાય છે.
 • કિનારાના શહેર – છોટા ઉદેપુર, બોડેલી અને પાવી જેતપુર
 • વહેણ – છોટાઉદેપુર, વડોદરામાંથી પસાર થાય છે.
 • વિશેષતા – આ નદીની સહાયક નદી સુખી નદી છે.

 ઢાઢર નદી

 • ઉદભવ સ્થાન – ઢાઢર નદી છોટાઉદેપુરની ટેકરીઓમાંથી નીકળે છે.
 • વહેણ – વડોદરા, છોટાઉદેપુરમાંથી પસાર થાય છે.
 • વિશેષતા – ઢાઢર નદી જંબુસરની દક્ષિણમાં વિશ્વામંત્રી નદીમાં સમાઈ જાય છે.

  બ્રહ્માણી નદી

 • ઉદભવ સ્થાન – સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ પાસેના ગોલસણ ગામથી
 • અંતિમ સ્થાન – કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.
 • કિનારાના સ્થળ – સુંદર ભવાની તીર્થધામ, પાંડવોનું પવિત્ર કેદારનાથ
 • વિશેષતા – આ નદીના પટમાંથી રેતી પુષ્કળ પ્રમાણમાં મળે છે. અને બાંધકામ માટે સારી ગુણવત્તા ધરાવે છે.

  પાનમ નદી

 • ગોમા અને પાનમ નદી એ મહી નદીની ડાબી બાજુની સહાક્ય નદી છે.
 • પાનમ નદી પર પાનમ બંધ બાંધવામાં આવેલો છે.
 • હડફ નદી અને કોલીયારી નદી એ પાનમ નદીની સહાયક નદીઓ છે.
 • પાનમ નદીએ ગુણાવાડા તાલુકાના કાકચીયા ગામ પાસે મહી નદીને મળે છે.

પૂર્ણા નદી

 • ઉદભવ સ્થાન – સહ્યાદ્રી પર્વતમાળામાં પીપલદહાડ (પીપળનેરના ડુંગર)માંથી નીકળે છે.
 • અંતિમ સ્થાન – નવસારી નજીક અરબ સાગરમાં સમાઈ જાય છે.
 • કિનારાના શહેર – નવસારી અને મહુવા
 • સહાયક નદી – વાલ્મીકી અને ગીર આ નદીની સહાયક નદીઓ છે.
 • વિશેષતા – આ નદી કિનારે પૂર્ણા વન્યજીવ અભયારણ્ય છે.
 • આ અભયારણ્યનું નામ આ નદી પરથી રાખવામાં આવેલ છે.

સીપુ નદી

 • ઉદભવ સ્થાન – રાજસ્થાનમાં આવેલા શિહોરી અને માઉન્ટ આબુના ડુંગરોમાંથી નીકળે છે.
 • અંતિમ સ્થાન – ડીસા પાસે આવેલા ભડથ ગામ પાસે બનાસ નદીને મળે છે.
 • બંધ – બનાસકાંઠામાં સીપુ ડેમ બાંધવામાં આવેલો છે.

 અંબિકા નદી

 • ઉદભવ સ્થાન – મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા નાસિક જિલ્લાના સુરગાણા તાલુકામાં આવેલા કોટાબી ગામ નજીકથી સાપુતારાના ડુંગરો (વાસંદાની ટેકરીઓ) માંથી નીકળે છે.
 • અંતિમ સ્થાન – નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે અરબ સાગરમાં સમાઈ જાય છે.
 • સહાયક નદી – ખરેરા નદી, કાવેરી નદી અને ખાપરી આ નદીની સહાયક નદી છે.

 

  ઔરંગ નદી

 • ઉદભવ સ્થાન – આ નદી ધરમપુરના ડુંગરમાંથી નીકળે છે.
 • અંતિમ સ્થાન – આ નદી અરબ સાગરમાં સમાઈ જાય છે.
 • કિનારાના શહેર – વલસાડ
 • સહાયક નદી – માન અને તાન નામની બે વિશિષ્ટ નદીઓ આ નદીની સહાયક નદીઓ છે.

  કોલક નદી

 • ઉદભવ સ્થાન – કપરાડાના આંબા જંગલ ગામમાંથી
 • અંતિમ સ્થાન – આ નદી પારડી તાલુકાના કલક ગામ પાસે અરબ સાગરમાં સમાઈ જાય છે.
 • કિનારાના શહેર – ઉદવાડા
 • વિશેષતા – આ નદીમાં પટમાંથી કાલુ નામની મોતી આપતી માછલી મળી આવી છે.

દમણગંગા નદી

 • ઉદભવ સ્થાન – આ નદી ગુજરાતના દક્ષિણ સરહદ (પશ્ચિમ ઘાટ)માંથી નીકળે છે.
 • અંતિમ સ્થાન – આ નદી અરબ સાગરમાં સમાઈ જાય છે.
 • કિનારાના શહેર – વાપી
 • વહેણ – આ નદી વલસાડ જિલ્લામાંથી પસાર થાય છે.
 • બંધ – આ નદી પર મધુબન પરિયોજનાનું નિર્માણ કરવામાં આવેલ છે.
 • વિશેષતા – દક્ષિણ ગુજરાતની અંતિમ નદી (દક્ષિણતમ) છે.
 • ચોમાસામાં આ નદીમાં ઘોડાપુર આવે છે.
 • આ નદી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યો ઉપરાંત દીવ-દમણ અને દાદરા નગર હવેલી એમ બે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પસાર થાય છે.

  કરજણ નદી

 • ઉદભવ સ્થાન -સુરત જિલ્લાના ઉમરપાળા જંગલો (રાજપીપળાની ટેકરીઓ)માંથી.
 • અંતિમ સ્થાન – વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા બરકાલ ગામ પાસે નર્મદા નદીને મળે છે.
 • બંધ – નર્મદા જિલ્લાના ચાંદોદ તાલુકામાં આવેલા જીતગઢ ગામ પાસે બંધ બાંધવામાં આવેલો છે.
 • આ બંધના કિનારે વિસલખાડી આવેલી છે.
 • કિનારાના શહેર – ચાંદોદ, કરનાળી
 • સહાયક નદી – ડેડીયાપાડાના સાતપૂડાના જંગલોમાંથી નીકળતી તેરાવ આ નદી સહાયક નદી છે.

  બાલારામ નદી

 • ઉદભવ સ્થાન – બનાસકાંઠા જિલ્લામાંથી નીકળે છે.
 • અંતિમ સ્થાન – દાંતીવાડા બંધની ઉપરવાસમાં બનાસ નદીને મળે છે.
 • કિનારાના ધાર્મિક સ્થળ – બાલારામ મહાદેવનું મંદિર
 • વિશેષતા – આ નદી કિનારે પાલનપુર રજવાડા સમયનો બાલારામ પેલેસ આવેલો છે.
 • આ નદીની આસપાસનાં જંગલો બાલારામ, અંબાજી વન્ય જીવ અભયારણ્ય તરીકે આરક્ષિત કરવામાં આવેલા છે.
 • આ નદી સંપૂર્ણપણે બનાસકાંઠા જિલ્લામાં જ વહે છે.

હાથમતી

 • ઉદભવ સ્થાન – આ નદી અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે.
 • અંતિમ સ્થાન – આ નદી સાબરમતી નદીમાં સમાઈ જાય છે.
 • કિનારાના શહેર – ભિલોડા, હિમતનગર
 • બંધ – સાબરકાંઠાના હિમતનગરમાં હાથમતી ડેમ બાંધવામાં આવ્યો છે.
 • સહાયક નદી – ગુહાઈ નદી હાથમતીની સહાયક નદી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *