ગુજરાતની નદીઓ

ગુજરાતની નદીઓ

Ø  સરસ્વતી નદી

  • ઉદભવસ્થાન – બનાસકાંઠાના દાંતા તાલુકાના ચોરીના ડુંગર (અંબાજી પાસે કોટેશ્વર ડુંગર) માંથી નીકળે છે.
  • અંતિમસ્થાન – કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.
  • કિનારાના શહેર – દાંતા, પાટણ, સિદ્ધપુર
  • બંધ – આ નદી પર મુક્તેશ્વર બંધ બાંધવામાં આવ્યો છે.
  • કિનારાના ધાર્મિક સ્થળ – કુંભારિયાના દેરા, રાણકી વાવ, દુર્લભ તળાવ, સહસ્ત્રલિંગ તળાવ, દશાવતાર મંદિર, સિદ્ધપુરમાં અલ્પા અને બિંદુ સરોવર, કપિલ મુનિનો આશ્રમ, રૂદ્ર મહાલય, મુક્તિધામ, મુક્તેશ્વારી મંદિર, કાર્તિકેય મંદિર
  • વિશેષતા – આ નદી કુંવારીકા નદી તરીકે જાણીતી છે.
  • વનરાજ ચાવડાએ આ નદી કિનારે અણહિલપુર પાટણની સ્થાપના કરી હતી.
  • આ નદી કિનારે આવેલા સિદ્ધપુર મુકામે કાર્તિકી પૂનમનો મેળો ભરાય છે.
  • સરસ્વતી નદી વિશેની માન્યતાઓ – કહેવાય છે કે આ નદીનું મૂળ ઉદભવ સ્થાન બદ્રીનાથ પાસે આવેલા ભીમસેતૂ નજીક ગૌમુખમાં છે.
  • આ નદી અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ સુધી આવીને ધરતીમાં લુપ્ત થઈ જાય છે. અને આબુ પાસે પુન:પ્રગટ થાય છે.
  • અંતે ગુજરાતમાંથી પસાર થતાં કચ્છના રણમાં આવી ફરી ધરતીમાં લુપ્ત થઈ જાય છે.

Ø  બનાસ નદી

  • ઉદભવસ્થાન – રાજસ્થાનના શિહોરી જિલ્લાના સીરણવાના પર્વતો (ઉદેપુરની ટેકરીઓ)માંથી નીકળે છે.
  • અંતિમસ્થાન – કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.
  • લંબાઈ – અંદાજીત 266 કિમી.
  • કિનારાના શહેર – કાંકરેજ, ડીસા, દાંતીવાડા, શિહોર
  • વહેણ – બનાસકાંઠા, પાટણ, કચ્છમાંથી પસાર થાય છે.
  • બંધ – આ નદી પર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે.
  • કિનારાના સ્થળ – સરદાર પટેલ કૃષિ યુનીવર્સીટી, ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ (મેથાણ) આ નદીના કિનારે આવેલા છે.
  • સહાયક નદી – બાલારામ, સીપુ, શુકેત, સેવરત, બાગીપા
  • વિશેષતા – નદીનો પ્રવાહ બે ભાગમાં વારાહી અને સાંતલપુર વિભાજિત થઈ અંતે કચ્છના રણમાં સમાઈ જાય છે.

Ø  સાબરમતી

  • ઉદભવસ્થાન – રાજસ્થાનના ઉદયપુર પાસેના ઢેબર સરોવરમાંથી
  • અંતિમસ્થાન – વૌઠાની આગળ ખંભાતના અખાતને મળે છે.
  • વહેણ – સાબરકાંઠા (પોશીના), બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદમાંથી પસાર થાય છે.
  • લંબાઈ – અંદાજીત 321 કિમી.
  • બંધ – મહેસાણા જિલ્લાના સતલાસણા મુકામે ધરોઈ બંધ, અમદાવાદના વાસણા મુકામે બેરેજ બાંધવામાં આવેલ છે. અને ગાંધીનગર નજીક સંત સરોવર આ નદી પર નિર્માણ કરવામાં આવ્યો છે.
  • કિનારાના શહેર – ગુણભાખરી, ગાંધીનગર, અમદાવાદ
  • કિનારાના ધાર્મિક શહેર – વૌઠા, સપ્તેશ્વર, અમરનાથ, મહુડી, ઘંટાકર્ણ મંદિર, બાર જ્યોર્તિલિંગ અમરનાથ, સંસ્કૃતિકુંજ, પુનીત વન, નર્મદા ઘાટ, ઈન્દ્રોડા પાર્ક, નારાયણઘાટ, અભયઘાટ, દધિચી આશ્રમ, ગાંધી આશ્રમ, હ્રદયકુંજ, ગાંધીઘાટ, રિવરફ્રન્ટ, ધોળેશ્વર મંદિર.
  • સહાયક નદી – સાબરમતી નદીની જમણી બાજુની સહાયક નદીઓ સેઈ, સિરી અને ઘામની છે. જ્યારે ડાબી બાજુની સહાયક નદીઓમાં વાકલ, હરણાવ, હાથમતી, ખારી અને વાત્રક.
  • વિશેષતાઓ – ગુજરાતનું વ્યાપારી પાટનગર અમદાવાદ અને રાજકીય પાટનગર ગાંધીનગર આ નદી કિનારે વસેલું છે,
  • આ નદીના કિનારે કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નામે નાગર વસાવ્યું હતું.
  • આ નદીના કિનારે અમદાવાદ ખાતે ભારતનો પ્રથમ રિવરફ્રન્ટ બન્યો છે.
  • આ નદી કિનારે ઊજવાતા વિવધ મેળા જેવા કે, ચિત્રવિચિત્રનો મેળો, કાળી ચૌદશનો મેળો, વસંતોત્સવ (ગાંધીનગર), પતંગોત્સવ, વૌઠાનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો.

Ø  વિશ્વમિત્રી નદી

  • ઉદભવસ્થાન – આ નદી પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે.
  • અંતિમસ્થાન – આ નદી ખાનપુર ગામ નજીક ખંભાતના અખાતને મળતા પહેલા ઢાઢર નદી અને ખાનપુર નદી સાથે જોડાય છે.
  • કિનારાના શહેર – વડોદરા, પંચમહાલ
  • વહેણ – આ નદી મહી નદી અને નર્મદા નદી વચ્ચે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે.
  • બંધ – આ નદી પર આજવા નજીક સયાજી સરોવર અને ઢાઢર શાખાનો દેવ બંધ બાંધવામાં આવેલ છે.
  • વિશેષતા – આજવા ડેમ આ નદી પર જ બાંધવામાં આવેલો છે.

Ø  મહી નદી

  • ઉદભવસ્થાન – મધ્યપ્રદેશમાં આવેલા માળવાના ઉચ્ચ પ્રદેશમાં વિંધ્ય પર્વત શ્રેણીની પશ્ચિમ ધાર પર આવેલા જયસમંદ સરોવરમાંથી નીકળે છે.
  • અંતિમસ્થાન – ખંભાતના અખાતને મળે છે.
  • લંબાઈ – આ નદીની કુલ લંબાઈ અંદાજીત 500 કિમી. છે અને ગુજરાતમાં આ નદીની લંબાઈ 180 કિમી. છે.
  • વહેણ – મહિસાગર, ખેડા,પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ જીલ્લામાં વહે છે.
  • બંધ – મહિસાગર જિલ્લામાં કડાણા બંધ અને ખેડા જિલ્લામાં વણાકબોરી બંધ બાંધવામાં આવેલ છે.
  • કિનારાના સ્થળ – કાવી-કંબોઈ, મહિસાગર વન (આણંદ)
  • સહાયક નદી – પાનમ, બનાસ, મેસરી, ગલતી
  • આ નદી ચરોતર વિસ્તારમાં વહે છે.
  • દરિયાની ભારતીના કારણે 70 કિમી. પ્રવાહમાં નદીનો પટ વિશાળ બન્યો છે.
  • વહેરા ખાડીથી આ નદી ‘મહિસાગર’ તરીકે ઓળખાય છે.
  • આ નદી પર 1979માં કડાણા બંધ બાંધવામાં આવ્યો હતો.

Ø  નર્મદા નદી

  • ઉદભવસ્થાન – છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં વિંધ્યાચલ પર્વતમાળાની અમરકંટકમાંથી રેવારૂપે અને મધ્યપ્રદેશમાં સાતપૂડાના મૈકલમાંથી નર્મદા નીકળે છે.
  • અંતિમસ્થાન – આલિયા બેટ પાસે ખંભાતના અખાતમાં સમાઈ જાય છે.
  • કિનારાના શહેર – હાંફેશ્વર, સુલપાણેશ્વર, શુકલતીર્થ, ચાંદોદ, કરનાળી, માલસર, ભરૂચ, નારેશ્વર, આલિયા બેટ
  • લંબાઈ – આ નદીની કુલ લંબાઈ 1321 કિમી. છે. ગુજરાતમાં આ નદીની લંબાઈ 160 કિમી. જેટલી છે.
  • બંધ – (1) નર્મદા ડેમ અને સરદાર સરોવર (2) જીતગઢ યોજના (3) નર્મદા સાગર યોજના (મધ્યપ્રદેશ)
  • વહેણ – હાટકેશ્વર (છોટાઉદેપુર), નર્મદા, વડોદરા, ભરૂચમાંથી પસાર થાય છે.
  • કિનારાના ધાર્મિક સ્થળ – હાંફેશ્વર, સુલપાણેશ્વરમાં મોખડી ઘાટ, કુમારપાળે બંધાવેલ ભરૂચનો કોટ, કબીરવડ, અલિયા બેટ, નારેશ્વર રંગઅવધૂતનો આશ્રમ
  • સહાયક નદી – કરજણ, ઓરસંગ, ઊછ, હિરણ, કાવેરી, અમરાવતી, ભૂખી
  • વિશેષતા – નર્મદા એ મુખત્રિકોણ બનાવતી નથી સીધી ખંભાતના અખાતને જઈને મળે છે.
  • સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ નદી દ્વારા પાણી પહોંચાડવા માટે સરકારશ્રીએ સૌની યોજના શરૂ કરી છે.
  • મધ્ય પ્રદેશમાં 20 ડીસેમ્બર, 1980થી નર્મદા કંટ્રોલ ઓથોરીટીની રચના કરવામાં આવેલી છે.

Ø  તાપી નદી

  • ઉદભવસ્થાન – આ નદી મધ્યપ્રદેશના બેતૂલ જીલ્લાની મહાદેવની ટેકરી માંથી.
  • અંતિમસ્થાન – આ નદી સુરતમાં આવેલા દુમ ખાતે ખંભાતના અખાતને મળે છે.
  • લંબાઈ – આ નદીની કુલ લંબાઈ 724 કિમી. છે ગુજરાતમાં આ નદીની લંબાઈ 144 કિમી જેટલી છે,
  • વહેણ – તાપી અને સુરત જિલ્લામાંથી પસાર થાય છે.
  • કિનારાના શહેર – સુરત, નિઝર, માંડવી
  • બંધ – આ નદી પર તાપી જિલ્લામાં ઉકાઈ બંધ અને સુરત જિલ્લામાં કાકરાપાર બંધ બાંધવામાં આવેલ છે.
  • સહાયક નદી – ગીરણા નદી, વાઘુર નદી, બોરી નદી, અનેર નદી વગેરે.
  • ઉપરાંત ઘુલીયા જિલ્લામાં આ નદીને પાંઝરા નદી, અમરાવતી નદી, વાંકી નદી અને બુરાઈ નદી મળે છે.
  • અન્ય સહાયક નદીઓમાં અરુણાવતી નદી શિરપુર જિલ્લામાં અને ગોમાઈ નદી નંદુબાર જિલ્લામાં તાપી નદીને મળે છે.
  • વિશેષતા – ગુજરાતમાં આ નદી હરણફાળ નામના સ્થળેથી પ્રવેશે છે.
  • તાપી નદીના મુખની અંદર મગદલ્લા બંદર આવેલું છે.
  • અરબ સાગરને મળતી હોય એવી તળગુજરાતની સૌથી મોટી નદી છે.
  • નર્મદા અને તાપી વચ્ચે સાતપૂડા અને વિંધ્યાચલની પર્વતમાળા આવેલી છે.

Ø  શેત્રુંજય નદી

  • ઉદભવસ્થાન – ગીરના જંગલમાં આવેલ ઘુંડી ટેકરીઓમાંથી નીકળે છે.
  • અંતિમસ્થાન – સુલતાનપુર પાસે ખંભાતના અખાતમાં આ નદી સમાઈ જાય છે.
  • વહેણ – આ નદી પૂર્વ તરફ વહે છે.
  • કિનારાના શહેર – અમરેલી, ધારી, પાલીતાણા વગેરે.
  • કિનારાના ધાર્મિક સ્થાન – ગળધરા, ખોડિયાર, પાલીતાણાનાં જૈન મંદિરો.
  • બંધ – અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ખોડિયાર બંધ અને ભાવનગર જિલ્લાના પાલીતાણામાં રાજસ્થળી બંધ છે.
  • વિશેષતા – આ નદી કિનારે ગળધરા ખોડિયાર મંદિરની સામે નદીના કાળા પથ્થરોમાંથી પાણીના ઝરણાઓ વહે છે.
  • શેત્રુંજય નદી પર ધારી મુકામે આવેલો ખોડિયાર બંધ 1967માં બનાવવામાં આવ્યો હતો.

Ø  મચ્છુ નદી

  • ઉદભવ સ્થાન – જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસે
  • અંતિમસ્થાન – માળિયા તાલુકાના હંજીયાસર ગામ પછી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.
  • સહાયક નદી – બેણીયા, મસોરો, આસોઈ, ખારોડીયો, બેટી, લાવરિયો, અંધારી, મહા જેવી નદીઓ.
  • કિનારાના શહેર – મોરબી વાંકાનેર, માળિયા
  • વિશેષતા – મચ્છ અને મત્સ્ય બે વ્યક્તિઓ પરથી આ નદીનું નામ મચ્છુ પાડવામાં આવ્યું છે.
  • આ નદી પર વાંકાનેરની ઉપરવાસમાં 1961માં મચ્છુ-1 ડેમ બાંધવામાં આવ્યો હતો.
  • મોરબી જિલ્લાના જોતપુર નજીક મચ્છુ-2 ડેમ 1972માં બાંધવામાં આવ્યો હતો.
  • 11 ઓગસ્ટ, 1979માં મચ્છુ-2 ડેમ તૂટતા મોરબી અને વાંકાનેરમાં મોટી જાનહાની થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *