ગુજરાતના લોકમેળા

ગુજરાતના લોકમેળા

Ø  શામળાજીનો મેળો

 • આ મેળો અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે મેશ્વો અને પિંગળા નદીના સંગમ સ્થાન પાસે ભરાય છે.
 • કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી આ મેળો ભરાય છે.
 • આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ આવે છે. તેથી તે ‘આદિવાસી મેળા’ તરીકે પણ ઓળખાય છે. આ મેળાનું ‘રણઝણીયુ વાગે પેંજણીયુ…….’ ગીત પ્રખ્યાત છે.

Ø  ભવનાથનો મેળો

 • આ મેળો જૂનાગઢ જિલ્લાના ગીરનાર પર્વતની તળેટીમાં મહાશિવરાત્રિ મહા વદ તેરસ દરમિયાન ભરાય છે. અહી આ મેળામાં હજારોની સંખ્યામાં અઘોરી બાવા ઉતરી આવે છે. અહિયાં દિગંબર સાધુઓના સ્નાન કરવાનું મહત્વ છે.

Ø  તરણેતરનો મેળો

 • આ મેળો ગુજરાતનો સૌથી પ્રખ્યાત મેળો છે. તે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ છઠ સુધી ભરાય છે.
 • દંતકથા મુજબ અર્જુને અહી દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્યવેધ કર્યો હતો.
 • આ મેળામાં આહીર, રબારી, ભરવાડ, કાઠી કોમના યુવાનો રંગબેરંગી ભારત ભરેલી છત્રીઓ સાથે આવે છે, જે આ મેળામાં વિશિષ્ટ આકર્ષણ છે. આ મેળામાં ભરવાડ યુવક-યુવતીઓ ‘હુડા’ નૃત્ય કરે છે.
 • આ મેળામાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. ઉપરાંત અહી કોળી કોમની સ્ત્રીઓ ત્રણ તાળી રાસ રમે છે.
 • અહી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે.

Ø  ગિરનારની લીલી પરિક્રમા

 • ગિરનાર પર્વતની આસપાસ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ઉતરી આવે છે.

Ø  વૌઠાનો મેળો

 • આ મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા વૌઠા નામના સ્થળે યોજાય છે. સાત નદીઓના સંગમ જેમાં સાબરમતી, હાથમતી, વાત્રક, મેશ્વો, માઝમ, ખારી અને શેઢી નદીનો સમાવેશ થાય છે.
 • આ મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો ગણાય છે. આ મેળામાં ગધેડા અને પશુઓના વ્યાપાર માટે જાણીતો છે.
 • આ મેળો કાર્તિકી અગિયારસથી કાર્તિકી પૂર્ણિમાના દિવસોમાં ભરાય છે. અહી શ્રદ્ધાળુંઓ ‘સપ્ત સંગત’ માં સ્નાન માટે આવે છે.
 • ગુજરાતના મધ્યમાં આવેલા ધોળકાનું મહત્વ પુરાણોમાં છે. મહાભારતના વિરાટનગરનું સ્થાન અત્યારના ધોળકામાં છે. જ્યાં પાંડવો તેરમાં વર્ષે અજ્ઞાતવાસ ગાળવા રહ્યા હતા.

Ø  પલ્લીનો મેળો

 • આસો સુદ નોમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામે આ મેળો ભરાય છે. જેમાં વરદાયીની માતાની પલ્લી નીકળે છે. આ મેલા દરમિયાન માતાજીની પલ્લીને શુદ્ધ ઘી ચઢાવવાની પરંપરા રહેલી છે.
 • દર વર્ષે પલ્લીમાં 10 લાખ જેટલા ભાવિકો ઉમટી પડે છે. પલ્લી દરમિયાન શુદ્ધ ઘીનો અભિષેક કરવાની જૂની પરંપરા છે. જેમાં અંદાજે 4 લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે.

Ø  માણેકકોઠારીનો મેળો

 • આ મેળો ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલ રણછોડરાયજીના મંદિરમાં ભરાય છે.
 • રણછોડરાયજીના મંદિરે પૂનમે મેળો ભરાય છે, પરંતુ શરદ પૂનમના દિવસે ભરાતા આ મેળાનું અનેરું મહત્વ રહેલું છે. દંતકથા મુજબ આ દિવસે રણછોડરાયજી સાક્ષાત હોય છે. અને તેમને રત્નજડિત મુગટ ચઢાવવામાં આવે છે.

Ø  કવાંટનો મેળો

 • પૂર્વ ગુજરાતના રાઠવા આદિવાસીઓને રંગીન પોષાક, સંગીત, નૃત્ય અને આકર્ષક ઘરેણાનો અનહદ શોખ હોય છે. છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે હોળીના પાંચમાં દિવસે આ મેળો ભરાય છે.
 • મેળા દરમિયાન રાઠવા આદિવાસીઓ માટીમાંથી બનાવેલા ઘોડા અને અન્ય દૈવી આકૃતિઓને ગામની બહાર આવેલા દેવના સ્થાને મૂકી આવે છે અને માને છે કે, દેવને તેઓએ ખુશ કર્યા છે.
 • આ આદિવાસીઓનો મેળો છે. અહી આ મેળામાં આદિવાસી યુવક-યુવતીઓ દ્વારા પાવા, ઢોલ, તૂર અને પીહો જેવા સંગીતના સાધનો સાથે મેળામાં વિવિધ નૃત્ય કરવામાં આવે છે.

Ø  ગાય ગૌહરીનો મેળો

 • ગુજરાતનો આ મેળો દાહોદના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ભરાય છે. જે 300 વર્ષનો ઈતિહાસ ધરાવે છે. આમાં મુખ્ય ભીલ જાતિના લોકો ભાગ લે છે. આ મેળો દિવાળી પછી બેસતા વર્ષે અને ભાઈબીજના દિવસે યોજાય છે. આ મેળામાં ગાય સાથે બળદની પણ પૂજા થાય છે.

Ø  ગોળ ગધેડાનો મેળો

 • દાહોદ જિલ્લાના જેસાવાડા ખાતે આ મેળો ભરાય છે. હોળી પછી પાંચમે-સાતમે કે બારમે દિવસે ભરાય છે. મેદાનની મધ્યમાં 20 થી 25 ફૂટ ઊંચા લાકડાનો સ્તંભ ઉભો થઈ શકે તેવી રીતે ચાર પાંચ ફૂટના બે આડા લાકડાના કટકા બેસાડવામાં આવે છે.
 • થાંભલાની ટોચ પર ગોળ પોટલી લટકાવવામાં આવે છે. જેમાં ગોળની પોટલી કોઈ યુવાન ગોળ લેવા માટે ઉપર ચઢી જાય છે તે વખતે તેને લાકડી વડે ફટકારે છે. આ મેળામાં કન્યાના ઘેરામાંથી મનપસંદ કન્યાને પરણી શકવાનો રીવાજ પ્રચલિત છે.

Ø  રવેચીનો મેળો

 • કચ્છના રાપર ખાતે આ મેળો ભરાય છે.

Ø  કાત્યોકનો મેળો

 • પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે કાર્તિકી પૂર્ણિમાના રોજ આ મેળો ભરાય છે. આ મેળામાં મોટી માત્રામાં ઊંટની લે-વેચ થાય છે.

Ø  અંબાજીનો મેળો

 • બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી યાત્રાધામમાં બાવન શક્તિપીઠ આવેલી છે. સામાન્ય રીતે દરેક પૂનમે અહી મેળા જેવું જ વાતાવરણ હોય છે પણ કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો માસની પૂનમે મોટા મેલા ભરાય છે. તેમાય ભાદરવી પૂનમનો મેળો સૌથી મોટો ગણાય છે. આ મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ ત્રણ દિવસ ચાલે છે.

Ø  ભાડભૂતનો મેળો

 • ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે. અહી ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

Ø  બહુચરાજીનો મેળો

 • મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમે બહુચર માતાના મંદિરના પ્રાંગણમાં આ મેળો ભરાય છે.
 • મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરા ખાતેના સૂર્યમંદિરના પ્રાંગણમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઊજવવામાં આવે છે.

Ø  ચિત્ર-વિચિત્રનો મેળો

 • સાબરકાંઠા જિલ્લાના ગુણભાખરી ખાતે હોળીના પખવાડિયા પછી આ મેળો ભરાય છે. મહાભારતના ચિત્ર અને વિચિત્રના નામ પરથી આ મેળાનું આયોજન થાય છે. આ આદિવાસીઓનો મેળો છે. આ મેળામાં આદિવાસી યુવક-યુવતીઓ લગ્ન સબંધથી બંધાય છે.

Ø  ડાંગ દરબાર

 • ડાંગ જિલ્લાના આહવા ખાતે હોળી-ધૂળેટી પર્વ દરમિયાન આ મેળો ભરાય છે. આ આદિવાસી નૃત્ય મહોત્સવ છે. આ ડાંગ દરબાર રાજ્ય સરકાર દ્વારા આદિવાસી મુરબ્બીઓને સમ્માનિત કરવામાં આવે છે.

Ø  પાલોદરનો મેળો

 • મહેસાણા જિલ્લાના પાલોદર ખાતે આવેલ ચોસઠ જોગણી માતાનાં મંદિરે ફાગણ વદ અગિયારસથી તેરસ સુધી આ મેળો ભરાય છે. આ મેળાની વિશેષતા એ છે કે, તેમાં પાક અને વરસાદ વિશેની આગાહી કરવામાં આવે છે.

Ø  માધવપુરનો મેળો

 • પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ચૈત્રી સુદ નોમથી તેરસ સુધી આ મેળો ભરાય છે. જેમાં કૃષ્ણ અને રુકમણીના લગ્ન યોજાય છે. જેમાં એક દુહો જાણીતો છે.
 • “માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન, પરણે રાણી રુકમણી જ્યાં વર દુલ્હા ભગવાન” એ પંક્તિ પ્રખ્યાત છે.

Ø  ગળદેવનો મેળો

 • દાહોદ વિસ્તારના આદિવાસીઓનો મેળો છે. કોઈ બાળક શરીરે ગળતું હોય તો તેના માતા-પિતા બાળકની બીમારી દૂર કરવા ગળદેવની બાધા રાખે છે.

Ø  ચુલનો મેળો

 • પંચમહાલ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓ હોળીના બીજા દિવસે ચૂલ મેળો ભરાય છે. આ મેળામાં ખાડો કરી લાકડાના મોટા કટકા સળગાવી હાથમાં નાળિયેર અને પાણીનો લોટો લઈ ઉઘાડા પગે સળગતા અંગારા પર સાતવાર એક છેડેથી બીજા છેડે જાય છે. આ પ્રસંગે લોકો પોતાના બાળકો અને પશુઓના રક્ષણ માટે અગ્નિદેવની બાધા રાખે છે.

Ø  રંગ પંચમીનો મેળો

 • પંચમહાલ જીલ્લામાં નવા વર્ષે યોજાતા રંગ પંચમીનો મેળો આદિવાસી ખેડૂતો પોતાની ગાયને રંગથી શણગારે છે. જમીન પર સૂતેલા માણસો ઉપર પશુ દોડાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *