તાજ મહલ

તાજ મહલ

  • ભારતવર્ષમાં લાંબા સમયગાળા સુધી મોગલ બાદ્શાહોનું શાસન રહ્યું. એમણે પોતાના શાસનકાળમાં અનેક ઐતિહાસિક કિલ્લા તેમજ મકબરા બનાવડાવ્યા. અનેક ભવ્ય ઈમારતો આજે પણ એમની યાદને તાજી કરે છે. મોગલ બાદશાહ શાહજહાંએ પોતાની પ્રેમિકા મુમતાજમહલની યાદમાં તાજમહેલનું નિર્માણ કરાવડાવ્યું હતું. આ આજે વિશ્વની આઠ અજાયબીઓમાંથી એક માનવામાં આવે છે. આ વિશ્વપ્રસિદ્ધ ઈમારત છે.
  • તાજ મહેલ મોગલ વાસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તેની વાસ્તુશૈલીમાં ફારસી, તુર્ક તથા ભારતીય ઈસ્લામિક વાસ્તુકલાના ઘટકોનું અનુખું સંમેલન દેખાય છે. ઈ.સ. 1983માં તાજ મહેલ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું અને તે સાથે તેને વિશ્વ ધરોહરની સર્વત્ર પ્રશંસિત અત્યુત્તમ માનવીય કૃતિઓમાનું એક કહેવામાં આવ્યું. તાજ મહેલને ભારતની ઈસ્લામી કળાનું રત્ન પણ ઘોષિત કરવામાં આવ્યો છે.
  • તાજ મહેલનો સફેદ ઘુમ્મટ સંગેમરમરના પથ્થરોથી જડેલો છે. તાજ મહેલનું બાંધકામ ઈ.સ. 1653 માં પૂર્ણ થયું હતું. તાજ મહેલની બાંધકામમાં 20,000 કારીગરોને કામે લેવામાં આવ્યા હતા અને તેનું નિરિક્ષણ અમુક સ્થપતિઓએ સામુહિક રીતે કર્યું હતું. ઉસ્તાદ અહમદ લાહૌરી આ સ્થપતિ સમૂહના વડા હતા.
  • વર્ણન – તાજમહેલ ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં સ્થિત છે. આ યમુના નદીના જમણા તટ પર સંગેમરમરના ચબૂતરા પર ઊભું છે. આગ્રા કિલ્લાથી ઉત્તરની તરફ બે માઈલ ચાલ્યા પછી તાજમહેલ સ્થિત છે. એની બહાર એક વિશાળ દ્વાર બનેલો છે. એ લાલ પથ્થરો પર કુરાનની આયતો લખી છે. અહિયા એક સંગ્રહાલય પણ છે. એમાં મોગલ સમ્રાટોના ચિત્ર તેમજ અસ્ત્ર – શસ્ત્ર રાખ્યા છે. મુખ્ય ભવનની આગળ બંને તરફ વ્રુક્ષ લાગ્યા છે. ઠેર-ઠેર પાણીના ફુવારા બનેલા છે. એક નાના તળાવમાં લાલ તેમજ આસમાની કમળ ખૂબ જ સોહામણા લાગે છે. આ યાત્રીઓના મનને મોહી લે છે.
  • તાજમહલ પૂરા થયાની બાદ જ, શાહજહાંને પોતાના પુત્ર ઔરંગઝેબ દ્વારા પદભ્રષ્ટ કરી, આગ્રાના કિલ્લામાં નજરબંધ કરી દેવામાં આવ્યો. શાહજહાંના મૃત્યુ બાદ તેને તેની પત્નીની બાજુમાં દફનાવી દેવાયો હતો.
  • સ્થાપત્ય

Ø  મકબરો – આરસનો મકબરો એ તાજમહેલ પરિસરની મુખ્ય ઈમારત છે. આ મકબરો એક ચોરસ પાયા પર બાંધવામાં આવ્યો છે. આમાં અતિવિશાળ વ્ક્રાકાર કમાન ધરાવતો દરવાજો છે. આ ઈમારતની ઉપર એક મોટો ઘુમ્મટ છે. મોટાભાગના મોગલ મકબરાઓની જેમ જ આના મુખ્ય ભાગો ફારસી સ્થાપત્ય શૈલીમાં જોવા મળે છે.

Ø  મૂળ આધાર – મકબરાનો મૂળ આધાર એક વિશાળ બહુ-કક્ષીય સંરચના છે. આનો મુખ્ય કક્ષ ઘનાકાર છે, જેની પ્રત્યેક બાજુ 55 મીટર લાંબી છે. લાંબી બાજુ પર એક ભારી ભરખમ કમાન વાળો દરવાજો છે. તે ઉપર બનેલ કમાનવાળા છાપરા સાથે સંમિલિત છે.

Ø  મુખ્ય કમાન – તાજમહેલની મુખ્ય કમાનની બંને બાજ, એકની ઉપર એક હોય એવી બને બાજુએ બે-બે વધારાની કમાન છે. આવી જ કમાનો ચારે ખૂણામાં પણ આવેલી છે. જે વિકર્ણને સમાંતર છે. ખૂણામાં આવેલી ત્રાંસી કમાનોને કારણે તાજમહેલનો આકાર અષ્ટકોણ બને છે. પણ ખૂણે બનેલી આ ત્રાંસી બાજુઓ સીધી બાજુઓની સરખામણીમાં ખૂબ નાની હોવાથી ચોરસાકાર આભાસ કાયમ રહે છે.

                મકબરાની ચારે તરફ ચાર મિનારા બંધાયેલા છે. આ મીનારા મૂળ આધાર કે ઓટલાના ચારે ખૂણામાં આવેલા છે અને તે ઈમારતના ર્દશ્યને એક ચતુષ્કોણમાં ચોકઠાંમાં બાંધતો આભાસ કરાવે છે. મુખ્ય કક્ષામાં મુમતાજ મહલ તથા શાહજહાંની નકલી કબરો છે. તે ખૂબ અલંકૃત છે, તથા અસલ કબર નીચલા સ્તર પર આવેલી છે.

Ø  ઘુમ્મટ – મકબરા પર આરસનો ઘુમ્મટ છે. તાજનો સર્વાધિક સુંદર ભાગ માનવામાં આવે છે. તેની ઊંચાઈ લગભગ ઈમારતના પાયા જેટલી, લગભગ 35 મીટર છે, અને એક 7 મીટર ઊંચા નળાકાર પાયા પર સ્થિત છે. તેનો આકાર ડુંગળી જેવો હોવાથી તેને ડુંગળી આકારનો ઘુમ્મટ પણ કહેવાય છે. તેનું શિખર એક ઊલટા રાખેલ કમળથી અલંકૃત છે.

Ø  મિનારા – મુખ્ય આધારના ચારે ખૂણા પર ચાર વિશાળ મિનારા બાંધવામાં આવ્યા છે. તે દરેક 40 મીટર ઊંચા છે. આમીનારા તાજમહેલની પ્રતીરુપતા પ્રદર્શિત કરે છે. આ મીનારાઓને મસ્જિદમાં અજાન દેવા માટે બનાવવામાં આવતાં મિનારા સમાન જ બનાવવામાં આવ્યા છે. પ્રત્યેક મિનારા બે-બે છાપરા દ્વારા બનેલા ત્રણ સમાન ભાગોમાં વેંચાયેલો છે. મિનારાની ઉપર અંતિમ છાપરું છે, જેના પર મુખ્ય ઈમારત સમાન જ છતરી બનેલી છે. આના પર તેવો જ કમળાકાર આકૃતિ તથા કિરીટ કળશ પણ છે. આમીનારની એક ખાસ વાત છે, આ ચારે મિનારા બહાર તરફ હલકા ઢળેલા છે.

Ø  છતરીઓ – ઘુમ્મટ આકારને તેના ચારે ખૂણા આવેલી ચાર નાની ઘુમ્મટ આકારની છતરીઓથી બળ મળે છે. છતરીઓના ઘુમ્મટ, મુખ્ય ઘુમ્મટના આકારની પ્રતિકૃતિઓ જ છે. છતરીઓના સ્તંભઆકાર આધાર, તેની છત પર આંતરિક પ્રકાશની વ્યવસ્થા માટે ખુલ્લો રખાયેલો છે. મુખ્ય ઘુમ્મટની સાથે-સાથે જ છતરીઓ તથા ગુલદસ્તા પર પણ કમળાકાર શિખર શોભા દે છે.

Ø  બાહ્ય શણગાર – તાજમહેલનું બાહરી અલંકરણ, મોગલ વાસ્તુકળાનું ઉદાહરણ છે. સપાટીના ક્ષેત્રફળ અનુસાર અલંકરણનું પ્રમાણ માપ પણ બદલાય છે. આ અલંકરણ ઘટક રોગન કે ગચકારી અથવા નકશી તથા રત્નજડિત છે.

Ø  આંતરિક અલંકરણ – તાજ મહેલનો આંતરિક કક્ષ પરંપરાગત અલંકરણ અવયવોથી જુદો છે. આંતરિક કક્ષ એક અષ્ટકોણ છે, જેના પ્રત્યેક ફળકમાં પ્રવેશ દ્વાર છે, જોકે કેવળ દક્ષિણ બાગની તરફનો પ્રવેશદ્વાર જ વપરાય છે. આંતરિક દીવાલો લગભગ 25 મીટર ઊંચી છે. તથા એક આભાસી આંતરિક ઘુમ્મટથી ઢંકાયેલી છે, જે સૂર્યના ચિહ્નથી સજાયેલી છે. આઠ આરસના ફળકોથી બનેલી જાળિઓનો અષ્ટકોણ કબરનોને ઘેરે છે, મુસ્લિમ પરંપરા અનુસાર  કબરની વિસ્તૃત સજાવટની મનાઈ છે. આ માટે શાહજહાં તથા મુમતાજ મહાલના પાર્થિવ શરીર આની નીચે તુલનાત્મક રૂપથી સાધારણ, અસલી કબરોમાં દફન છે. જેમના મુખ જમણી તથા મક્કાની તરફ છે.

Ø  ચારબાગ – વિશાળ ૩૦૦ મીટરનો ચારબાગ, એક મોગલ બાગ કહેવાય છે. બાગની મધ્યમાં એક ઉચ્ચસ્તરીય પર બલા તળાવમાં તાજમહેલના પ્રતિબિંબનું દર્શન થાય છે. આ મકબરા તથા મુખ્યદ્વારની મધ્યમાં બનેલો છે. અન્ય સ્થાનો પર બાગમાં વ્રુક્ષોને હારમાળા છે તથા મુખ્ય દ્વારથી મકબરા સુધી ફુવારા છે. ચારબાગ બગીચા ફારસી બાગોથી પ્રેરિત છે તથા ભારતમાં પ્રથમ મોગલ બાદશાહ બાબર દ્વારા બનાવાએલા હતા.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *