ગુજરાતના લોકનૃત્યો

ગુજરાતના લોકનૃત્યોus

 

 

Ø  યુદ્ધ નૃત્ય

 • પંચમહાલ જિલ્લાના ભીલો આ યુદ્ધ નૃત્ય માટે જાણીતા છે. હાથમાં તલવાર સાથે ઉન્માદમાં આવીને તેઓ ચિચિયારી પાડીને નૃત્ય કરે છે. નૃત્યનું કારણ કોઈ પ્રેમપ્રસંગ હોય છે. તલવાર ઉપરાંત નૃત્ય કરતી વખતે ભાલા, તીર-કામઠા વગેરે રાખવામાં આવે છે. આ નૃત્ય ‘ભીલ નૃત્ય’ તરીકે પણ ઓળખાય છે.

Ø  પઢાર નૃત્ય

 • નળકાંઠા વિસ્તારના પઢાર લોકોનું નૃત્ય છે. આ નૃત્યમાં પાણીમાં હોળી ચલાવતા હોય તે રીતે નૃત્ય કરવામાં આવે છે. તેથી આ નૃત્ય ‘હલેસા નૃત્ય’ તરીકે પણ ઓળખાય છે. તેઓ આ નૃત્ય દરમિયાન વાદ્ય તરીકે એકતારો, તબલાં, બગલીયું, મોટા મંજીરા વગાડતા હોય છે. તેથી તેને ‘પઢારોનું મંજીરા નૃત્ય’ પણ કહેવાય છે.

Ø  જાગ નૃત્ય અથવા માંડવી નૃત્ય

 • કેટલીક જ્ઞાતિઓમાં લગ્ન, જનોઈ કે સીમંતના પ્રસંગોએ માતાજીનો જાગ તેડે છે. પાંચમાં કે સાતમાં દિવસે માતાજીને વળાવતી વખતે બાજોટના ચાર ખૂણે ખપોટુ બાંધી તેના ચારેય છેડાને ઉપરથી ભેગા કરીને બાંધી દેવામાં આવે છે.

Ø  તલવાર નૃત્ય

 • ઓખામંડળના વાઘેરો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.

Ø  હાલી નૃત્ય (ઘેરીયા નૃત્ય)

 • તાપી અને સુરત જિલ્લાના હળપતિ આદિવાસીઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.

 

 • આ નૃત્યમાં પુરુષ અને સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઈ કમર ઉપર હાથ રાખીને સમૂહમાં નૃત્ય કરે છે. આ નૃત્યમાં ગીત ગવડાવનારને ‘કવિયો’ કહેવામાં આવે છે.

 

 ગોફ ગૂંથણ નૃત્ય

 • ગોફ ગૂંથણ એ સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય છે. આ નૃત્ય એક વિશિષ્ટ પ્રકારનો મનોહર રાસ છે.

 

 • આ નૃત્યમાં વણેલી સુંદર મજાની દોરીઓનો ગુચ્છ અદ્વર બાંધેલી કડીમાંથી પસાર કરી તેનો એકેક છેડો રાસધારીઓના હાથમાં અપાય છે.

 

 • પ્રારંભમાં ગરબી લઈને પછી દાંડિયારાસ રમે છે. રાસની સાથે બેઠક, ફૂદડી ને ટપ્પા લેતાં રાસે રમે છે. તેની સાથે રંગીન દોરીની મનોહર ગૂંથણી ગૂંથાતી જાય છે.

 

 • ગૂંથણી પૂરી થયા પછી અવળાં ચલનથી રાસની રમઝટ સાથે દોરીની ગૂંથણીને ઉકેલવામાં આવે છે. આ રાસમાં કોળીઓની છટા, તરલતા અને વિજળી વેગ આપણું મન હરી લે છે.

Ø  ગરબો

 • ‘ગરબો’ એ ગુજરાતનું વિશિષ્ટ લોકનૃત્ય છે. ‘ગરબો’ શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ગરબો એ માત્ર સ્ત્રી પ્રધાન સાહિત્ય પ્રકાર છે.

 

 • આ નૃત્યમાં કાણાવાળી માટલીમાં દીવો મૂકીને માતાજીના સ્થાનક આસપાસ ગોળ-ગોળ ઘૂમવામાં આવે છે. આમાં કાણાવાળી માટલી ‘શરીર’ નું દીવો ‘આત્મા’નું પ્રતિક છે.

 

 • આ નૃત્ય શક્તિ પૂજા માટે કરવામાં આવે છે. તે નવરાત્રી, હોળી, શરદપૂર્ણિમા અને માંગલિક પ્રસંગોએ કરવામાં આવે છે. ,માટીના ગરબામાં વચ્ચે છિદ્રો પાડવાને ‘ગરબો કોરાવવો’ કહે છે.

 

 • આ ઉપરાંત ગુજરાતમાં દાંડિયા-રાસ અને તાળી-રાસ પણ રમાય છે.

 

 • ગરબાના પિતા વલ્લભ અને ધોળાને ગણવામાં આવે છે. વલ્લભ અને ધોળાએ ‘શરગારનો ગરબો’ , ‘કજોડાનો ગરબો’, ‘કળીકાળનો ગરબો’, ‘આનંદનો ગરબો આપેલા છે.

Ø  ટીપ્પણી નૃત્ય

 • ટીપ્પણીએ શ્રમ હારી નૃત્ય છે. ચોરવાડ વિસ્તારની બહેનો દ્વારા તેને રજૂ કરવામાં આવે છે. પહેલાના સમયમાં ઓરડા, મંદિર કે અગાસી ભોંય પર માટીથી લીંપણ કરવા માટે તેને પગ વડે ખૂંદવામાં આવતી.
 • ટીપ્પણી એટલે લાકડી વડે ગોળ કે ચોરસ ત્રણ ચાર ઈંચના લંબચોરસ લાકડાના ટુકડા જળવામાં આવતાં. ભોય એકસરખી ટીંપાય તે માટે ગોળાકાર અને સામસામે બહેનો ઉભી રહી ધાબો ટીપતા.

 

 • લાંબા સમય સુધી ચાલતું આ કાર્ય કંટાળા જનક ન લાગે આથી વચ્ચે વચ્ચે ગીતો ગાતા અને સંગીતમય વાંજિત્રોનો ઉપયોગ કરતા.

Ø  આગવા નૃત્ય

 • ભરૂચ જિલ્લાના આદિવાસીઓ આ નૃત્ય કરી જાણે છે. તેમાં મંજીરા અને પુંગી વાદ્ય તરીકે વપરાય છે. હાથમાં લાકડી રાખીને આ નૃત્ય કરવામાં આવે છે.

Ø  ધમાલ નૃત્ય

 • ગીર વિસ્તારમાં જંબર ગામમાં વસતા સીદી (હબસીઓ) દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.
 • આ નૃત્ય તેઓ ઢોલકના ધબકારા સાથે નાળીયેરની કાચલીમાં કોડીઓ ભરીને તેને તાલબદ્ધ રીતે ખખડાવે છે અને સાથે મોરપીંછનો ઝૂડો હલાવે છે. (નાળીયેરની કાચલીમાં કોડીઓ ભરેલી હોય તેને ‘મશિરા’ કહેવાય છે)

  રૂમાલ નૃત્ય

 • મહેસાણા જિલ્લાના ઠાકોરના લોકો તથા પછાત કોમના ભાઈઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. પુરુષો હાથમાં રૂમાલ રાખીને આ નૃત્ય કરે છે.

ગરબી

 • ગરબી એ નવરાત્રીના સમયે લેવાતો પુરુષ નૃત્યનો પ્રકાર છે.
 • નવરાત્રી ઉપરાંત જન્માષ્ટમી અને જળજીલણી અગિયારસ જેવા ઉત્સવોએ ગવાય છે.
 • દયારામે કૃષ્ણ ભક્તિ આધારે ગરબીની રચના કરી. આથી તેને ગરબીના પિતા ગણવામાં આવે છે.

 મરચી નૃત્ય

 • તુરી સમાજની સ્ત્રીઓ દ્વારા શરીરની ચાલો વડે નૃત્ય કરવામાં આવે છે.

  ડાંગી નૃત્ય

 • આદિવાસી નૃત્ય ખાસ કરીને ડાંગ વિસ્તારમાં આ નૃત્ય પોતાની આગવી સંસ્કૃતિને રજુ કરે છે. જેને ‘ચાળો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં 27 પ્રકારના તાલ જોવા મળે છે.
 • ચકલી, મોર, મરઘી કે કાચબો જેવા પ્રાણીઓની નકલ નૃત્ય સ્વરૂપ દેખાડવામાં આવે છે.
 • થાળી, ઢોલક કે મંજીરા જેવા વાંજિત્રો તેની આગવી વિશેષતા છે.
 • ચાળો નૃત્ય પૂરું થવા આવે ત્યારે પુરુષના ખભા પરથી સ્ત્રીઓ જમીન પર ઉતરી પડે છે અને પુરુષના શરીરને સ્પર્શે છે. જેનો અર્થ એવો થાય છે કે પુરુષને પડેલી તકલીફ બદલ સ્ત્રીઓ માફી માંગે છે.

 હીંચ નૃત્ય

 • શ્રીમંત, લગ્ન કે જનોઈ જેવા શુભ પ્રસંગોએ રાંદલ માતાને તેડવા માટે આ નૃત્ય કરાય છે. આ નૃત્યમાં રાંદલ માતા ફરતે સ્ત્રીઓ રાંદલમાની સ્તુતિ કરતાં હીંચ લે છે કે હમચી ખૂંદે છે. આ નૃત્ય ‘હમચી નૃત્ય’ પણ કહેવાય છે.

Ø  મેર નૃત્ય

 • ખાસ પોરબંદરના ખમીરવંતી જાતી મેરનું મેર નૃત્ય જાણીતું છે.
 • લાંબી ભુજાવાળા, મુછાળા અને થોભાળા, પડછંદ શરીરવાળા, કેડિયાપર કસકસાવીને બાંધેલી ભેટ, કપાળપર છાજલું કરતી પેચવાળી પાઘડી પેરીને જુવાનીયાઓ રાસના મેદાનમાં ઉતરે ત્યારે વીર રસને સ્વરૂપે નૃત્ય ખડું કરે છે.
 • ઢોલ અને શરણાઈના તાલ સાથે સુરાતાનને બિરદાવતા હોય તે રીતે પગની ગતિ તાલ બદ્ધ જોવા મળે છે.

Ø  મેરાયો નૃત્ય

 • મેરાયો નૃત્ય બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોર કોમનું નૃત્ય છે.
 • સરખડ અથવા ઝુંઝાળી નામના ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝૂમખાં ગૂંથીને મેરાયો બનાવવામાં આવે છે આવા અનેક ઝૂમખાને એક લાકડીની આસપાસ ચોરસ પાટિયાને અઆધારે લટકાવવામાં આવે છે. તેના ઉપર મોર અને પોપટ બેસાડવામાં આવે છે. બધા ઝૂમખાંની વચ્ચે દિવડા પ્રગટાવવામાં આવે છે. એક માનસ કમરે નાળીયેરની કાચલી બાંધી તેમાં મેરાયાને રાખવામાં આવે છે.
 • આ રીતે મેરાયાને તોરકી મેળામાં ફરે છે અને ઢોલ વગાડવામાં આવે છે અને ‘હડીલા’ નામનો શૌર્ય ગાન ગાવામાં આવે છે.

Ø  ઢોલારાણો નૃત્ય

 • ઢોલારાણોએ ગોહિલવાડ પંથના કોળીઓનું નૃત્ય છે. ચોમાસાની ઋતુમાં ખળામાં પાક આવે ત્યારે તે જોઈને ખેડૂતના હૈયા હરખાઈ ઉઠે છે. ખાસ કરીને આ કાપણી પ્રસંગનું નૃત્ય છે. ભાવનગરની ઘોઘાસર્કલ મંડળી સરસ રીતે તેને ભજવે છે.

Ø  ભરવાડોના ડોકા રાસ અને હૂડા રાસ

 • સૌરાષ્ટ્રના ભરવાડો જયારે ડોકારાસ અને હૂડારાસમાં ખીલે છે ત્યારે ગોપ સંસ્કૃતિના સાચા ખમીરનાં દર્શન થાય છે. ભરવાડોના રાસમાં કાન ગોપીનાં ગીતો મુખ્ય હોવા છતાં ડોકારાસમાં ગીતને ઝાઝું સ્થાન નથી.
 • ઢોલના તાલે લાંબા આખા પરોણા લઈને દાંડિયા લે છે. આ વખતે પગના તાલ, શરીરનું હલનચલન અને અંગની આગવી છટા ઊડીને આંખે વળગે છે.
 • જ્યારે હોડારાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે તાલ સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે રાસ રમે છે. આ રાસ ગીત વગર પણ ઢોલના તાલે સરસ ઉપડે છે. ભરવાડ અને ભરવાડણોના ભાતીગળ પોષાકને કારણે રાસનું દ્રશ્ય હ્રદયંગમ બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *