આબોહવા

આબોહવા

 

આબોહવા એ વાતાવરણની લાંબાગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જે-તે પ્રદેશની 35 કે તેથી વધુ વષોની વર્ષાઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં, આબોહવા એ ઘણાં વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. | હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. હવામાન બદલાવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ. ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. આપણી ખેતી-પ્રવૃત્તિ પર હવામાનની ઘણી અસર થાય છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજેરોજનું હવામાન દેશોવતો નકશાઓ બહાર પાડે છે. – ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ, ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને “મોસમી પવનો’ કહે છે. અરબી ભાષાનો મૂળ શબ્દ “મૌસિમ” (Mausim) પરથી આ પવનોને “મોસમી પવનો’ નામ આપવામાં આવ્યું છે. એશિયાખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે.

 

 

ઋતુ-પરિવર્તન

ઋતુ-પરિવર્તનનાં મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારેબાજ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. પૃથ્વીની ધરી 23.5° નમેલી છે અને કક્ષાની સાથે 66.50નો ખૂણો બનાવે છે. પૃથ્વીનાં ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. 22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રી લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21 જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતાં હોવાથી દિવસ લાંબો બને છે.પૃથ્વીની ધરી ‘ પૃથ્વીની ધર/ઉ. ધ્રુવકર્કવૃત્ત-વિષચવતે સૂર્યનાં કિરણો દે. ધ્રુવે,22 ડિસેમ્બર 21 જૂને 16.1 ટકતુ-પરિવર્તન ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનનાં ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવાં લક્ષણો આપે છે. આથી જ આ આબોહવા ‘મોસમી આબોહવા’ તરીકે ઓળખાય છે.

 

 

ભારતની આબોહવાની વિવિધતા

ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયાકિનારાની સમ આબોહવાનો અનભવ કરે છે જ્યારે દરિયાકિનારાથી દૂર જતાં ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. દક્ષિણ ભાગ ઉષ્ણ કટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. પરિણામે દેશના જુદા-જુદા ભાગો  ભાગોમાં આવેલાં સ્થળોનો તાપમાન અને વરસાદ માં ઘણો મોટો તફાવત નોંધાય છે. દા.ત., ઉત્તરે લદાખમાંવત નોધાય છે. દા.ત. ઉત્તરે લદાખમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં -45° સે સધી ની જાય છે. રાજસ્થાનમાં આવેલા શ્રીગંગાનગર તેમજ અલવર ‘ત્યાનમા આવેલા શ્રીગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51° સે જેટલું ઊંચુ નોંધાયેલ છે. એ ૪ રતિ પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેમી વરસે છે. ચરાપં ની10 કિમી દૂર આવેલું મૌસીનરમ (Mawsynram) પણ ચોવીસ ક્લાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણપ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાનપગ વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેમી વરસાદ પર છે. દરીમાં કોઈ એક પ્રદેશમાં પરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવા). લાવ દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલ હોય એવી વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે ગાવાજના તોફાનો (Thunder Storm), ધૂળની ડમરીઓ અને ઉષ્ણ કટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશો : થતી રહી છે. આમ, ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. આબોહવાને અસર કરતાં પરિબળો A પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ. પવનો. ભેજવરસાદ વગેરે વાતાવરણીય ઘટકોનાં પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતાં કેટલાંક પરિબળો છે જે આબોહવાને અસર કરતાં પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતાં

 

 

પરિબળો નીચે મુજબ છે :

અક્ષાંશ :

પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે-તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્ત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશોને અનુસરે છે. બે ક્રમિકઅક્ષાંશો વચ્ચે આશરે 111 કિમીનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યનાં કિરણો લગભગ લંબ પડે છે તેથી ત્યાં બારેમાસ ગરમી પડે છે. ભારત ઉષ્ણ કટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે.

 

 

સમુદ્રથી અંતર :

સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશનાં અંતરો એ આબોહવા પર અસર કરનાર બીજું મહત્ત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપ-લે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે. પરિણામે, સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય છે. જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. ભારતમાં મુંબઈ દરિયાકિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે જ્યારે નાગપુર કે દિલ્લી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. – સમુદ્ર સપાટીથી ઊંચાઈ : સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેનાં બહુ ઊંચાં શિખરો | બારેમાસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતાં ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ, મેઘાલયના પહાડીપ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે 1° સે અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5° સે તાપમાન ઘટે છે.

 

 

વાતાવરણીય દબાણ અને પવનો :

ભારત ઉત્તર-પૂર્વી વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલ છે. આ પવનો ઉત્તર ગોળાધના ઉષ્ણ કટિબંધીય ગદાબપટના ભારે દબાણ પટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના પરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો તેથી તેને ‘વ્યાપારી પવનો’ કહે છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પરંતુ ભારતની દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર તથા પૂર્વમાં બંગાળની ખાડી છે. આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સંબ વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ લાભસમયે દક્ષિણે હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે તેથી હિંદ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકી દબી ને આવે છે. આ પવનોને દક્ષિણ-પશ્ચિમ મોસમી પવનો કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. તીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે. જેનાથી આબોહવાની દેધિકાચમય પરતો થોડો તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જૈટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટબ આ રીનો આઈ .ટી.સી.ઝોન જેવી ઘટનાઓએ ઘણી અસરો કરી છે. આમ છતાં એ કંદરે ભારતની મોસમી આબોર્ડ લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *