ગુજરાતના બંદરો

ગુજરાતના બંદરો

* ગુજરાતમાં નાના મોટા ૪ર બંદરો આવેલા છે જેમાંથી ૧૧ મધ્યમ કક્ષાના, ૩૦ નાના અને ૧ મોટું બંદર

આવેલું છે.

– કંડલા પોર્ટનો વહીવટ કેન્દ્રસરકારવતી કંડલા પોર્ટ ટ્રસ્ટ કરે છે. જ્યારે બાકીના તમામ બંદરોનો વહીવટ | ગુજરાત મેરી ટાઈમ બોર્ડ કરે છે. (સ્થાપના : ૧૯૮૨)

* દિવ દમણનો વહીવટ કેન્દ્ર સરકાર કરે છે.

* ગુજરાતના ૧૫ જીલ્લા દરીયા કિનારે આવેલા છે.

કચ્છ

* કંડલા, જખૌ, મુદ્રાં, કોટેશ્વર, માંડવી, તુણા, ભદ્રેશ્વર, લખપત

* કંડલા :

૨૨.૫ ઉ.અ. અને ૭૮.૧૩ પૂ.રે. વચ્ચે આવેલું છે. – કચ્છના મહારાવ ખેંગારજી ત્રીજાના શાસન દરમીયાન ૧૯૩૧માં આ બંદર અસ્તિત્વમાં આવ્યું. – ભારત સ્વતંત્ર થયા બાદ કરાંચી બંદર પાકિસ્તાન જતાં તેના વિકલ્પ માટે આ બંદર વિકસાવવામાં આવ્યું. – કસ્તુરભાઈ લાલભાઈની અધ્યક્ષતામાં રચાયેલી વેસ્ટ કોસ્ટ મેજર પોર્ટ ડેવલપમેન્ટ કમીટી એ કંડલા સ્થાપનાની

પસંદગી કરી હતી. – ૨૦ જાન્યુઆરી, ૧૯૫૨ના રોજ જવાહરલાલ નહેરૂએ આ બંદરનું ખાતમુહુત કર્યું. જેને ૧૯૫૫માં મહાબંદર

તરીકે જાહેર કરાયું. – કંડલા મુક્ત વ્યાપાર ક્ષેત્રેગણવામાં આવે છે. – આ બંદરના કિનારે સુંદરીના વૃક્ષો પણ જોવા મળે છે. – અહીં IFFCO (ઈન્ડીયન ફાર્મસ ફર્ટીલાઈઝર કો. ઓપરેટીવ) નું કારખાનું આવેલું છે. બીજું કારખાનું

ગાંધીનગરના કલોલખાતે આવેલ છે.

કંડલા ગુજરાતનું  (સ્પેશિયલ ઈકોનોમીક ઝોન) ગણાય છે.

* માંડવી :

૨૨. ૪૯ ઉ.અ. અને ૬૯.૨૧ પૂ.રે. વચ્ચે આવેલું છે. – આ બંદરની સ્થાપના વર્ષ૧૯૮૧માં મહારાવ ખેંગારજીએ ટોપણ શેઠ નામના સાહસિકની મદદથી કરી

હતી. – જૈન પ્રબંધોમાં માંડવીનો ઉલ્લેખ “રીયા પત્તન” તરીકે થાય છે. – માંડવી રૂકમાવતી નદીના જમણી બાજુના કિનારે આવેલું મોસમી બંદર છે. – આ બંદરનો ઉપયોગ જુના સમયમાં રાજાઓ કચ્છની રાજધાની તરીકે કરતા હતા.

– અહીં વિજય વિલાસ પેલેસ આવેલો છે.

* જખી :

જખોના દરીયા કિનારાને મત્સ્ય ઉદ્યોગ તરીકે વિકસાવવામાં આવી રહ્યુ છે.

 

મોરબી

* નવલખી બંદર :- ૨૨. ૨૬ ઉ.અ. અને ૭૦.૨૦ પૂ.રે. વચ્ચે આવેલું છે . – આ બંદર વર્ષામેડી અને સુઈ ખાડીઓના સંગમ સ્થાન પર આવેલું છે. – રેખા એક બારમાસી બંદર છે. – આ બંદર સિંગખોળની નિકાસ માટે ખૂબ જ મહત્વનું છે.

જામનગર

* બેડી :

રર.૩૩ ઉ.અ. અને ૭૦.૦ર પૂ.રે. વચ્ચે આવેલું છે. – આ એક બારમાસી બંદર છે. – બેડી બંદર ખાતે નવુ બેડી બંદર અને રોઝી બંદર એમ બે બંદરો વિકસાવવામાં આવ્યા છે. – આ બંદરેથી પણ ખોળની નિકાસ કરવામાં આવે છે.

* સિક્કા :- ૨૨. ૬૯ ઉ.અ. અને ૬૯ ૪૯ પૂ.રે. વચ્ચે આવેલું એક બારમાસી બંદર છે. – આ બંદર પર રિલાયન્સ પોર્ટ એન્ડ ટર્મીનલ લિ. તથા દિગ્વીજય સિમેન્ટ કંપની તથા ભારત ઓમાનરીફાઈનરી લિ. દ્વારા કેયૂ જેટીઓ બાંધવામાં આવ્યા છે. – આ બંદરથી સિમેન્ટની નિકાસ કરાય છે અને અહીં સિમેન્ટ ઉદ્યોગ વિકસ્યો છે.

* જડીયા :- ૨૨.૪૩ ઉ.અ. અને ૭૮.૧૭ પૂ.રે. વચ્ચે આવેલું છે. – આ બંદરનો વિકાસ જામનગરના દિવાન મેરામણ ખવાસેએ કર્યો હતો. – કચ્છ સૌરાષ્ટ્ર અને રાજસ્થાનનું ઊન આ બંદરેથી નિકાસ થતું હોવાથી આ બંદરને જોડીયા ઊન” તરીકે

ઓળખવામાં આવે છે.

* સચાણા :

 – આ બંદરએ જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે.

 

 

દેવભૂમિ દ્વારકા

* રૂપેણ, ઓખા, સલાયા, પિંડારા, વાંડીનાર, પોસીના, લાંબા

* ઓખા :

 – ૨૨. ૨૮ ઉ.અ. અને ૬૯.૦૫ પૂ.રે. વચ્ચે આવેલું છે. – આ બંદર સયાજીરાવ ત્રીજા દ્વારા બનાવવામાં આવ્યુ છે. જે એક બારમાસી બંદર છે. – ગુજરાત ફિસરીજ એક્વટીઝ રીસર્ચ ઈન્ડસ્ટ્રીઝ ઓખા બંદર ખાતે આવેલું છે.

 

 

* સલાયા :

૨૨.૧૮ ઉ.અ. અને ૬૯.૩પ પૂ.રે. વચ્ચે આવેલું બારમાસી અને કુદરતી બંદર છે. – આ બંદર કાળુભાર અને ઘાની ટાપુઓથી રક્ષિત છે. – આ બંદર ફેરબદલીનું બંદર છે. – સલાયાથી મથુરા ૧૫00 કિ.મી. પાઈપલાઈન દ્વારા ખનીજ તેલની આયાત નિકાસ કરવામાં આવે છે. ઉપરાંત ESSAR ઓઈલ રિફાઈનરી અહીં આવેલી છે.

 

 

 

 

* લાંબા

:- આ બંદર ખાતે ગુજરાતનું સૌથી લાંબુ વિન્ડ ફાર્મ સ્થાપવામાં આવેલ છે. (પ્રથમ : માંડવી) – અહીં નજીકમાં હર્ષિદ માતાનું મંદિર આવેલું છે .

 

 

 

પોરબંદર

* પોરબંદર :

૨૧.૫૮ ઉ.અ. અને ૬૯.૩૭ પૂ.રે. વચ્ચે આવેલું એક બારમાસી બંદર છે. – દરીયાઈ વિશ્વમાં LPG આયાત કરનાર સૌપ્રથમ ખાનગી બંદર એટલે પોરબંદર. * નવીબંદર :- નવીબંદર ઘેડપ્રદેશમાં આવેલું છે.

 

 

 

 

ગીરસોમનાથ

* વેરાવળ, હિરાકોટ, મૂળદ્વારકા, ઘામરેજ, મઢવાટ, સિયાદ્રાજપુરા, સુત્રાપાડા, કાગ * વેરાવળ :- “વેરાકુળ” – ૨૦.૫૪ ઉ.અ. અને ૭૦.૨૨ પૂ.રે. વચ્ચે આવેલું છે. – અહીં મત્સય ઉદ્યોગનું સૌથી વધુ વિકાસ થયો છે. – અહીં માછલીઓના તેલ કાઢવાની રીફાઈનરી આવેલી છે તથા શાર્ક ઓઈલ પ્લાન્ટ આવેલો છે. – ટોલેમીએ વેરાવળનો ઉલ્લેખ “સુરાષ્ટ્રીન” તરીકે કરેલ છે.

 

 

 

જુનાગઢ

* માંગરોળ, ચોરવાડ * માંગરોળ :- ૨૧.૭ ઉ.અ. અને ૭૦.૬ પૂ.રે. વચ્ચે આવેલું છે. – આ બંદરનો નો ઉલ્લેખ ટોલેમીએ માંગલોસન તરીકે કર્યો છે. – ૧૫મી સદીમાં આ બંદર ઘોડાની આયાત માટે વખણાતું હતું.

 

 

 

અમરેલી

* જાફરાબાદ, કોટડા, પીપાવાવ, ધારાબંદર * પીપાવાવ :- તા. રાજુલા – ૨૦.૫૯ ઉ.અ. અને ૭૧.૩૩ પૂ.રે. વચ્ચે આવેલું છે. – જે જોલાપુરી નદીના મુખપ્રદેશમાં આવેલું છે. – આ બંદર ભાવનગર રાજયના ઈજનેર સિમ્સ બાંધ્યું હતું અને ૧૮૯૨માં પ્રિન્સ આલબર્ટ વિક્ટરના હાથે.

ખુલ્લું મુકાયું હતું – આ બંદરનું પ્રાચીન નામ પોર્ટ આલ્બર્ટ વિક્ટર હતું . – આ બંદર ગુજરાતનું ઊંડુ બંદર ગણાય છે તેથી અહીં વહાણ બાંધવાનો ઉદ્યોગ વિકસ્યો છે. – આ બંદર ૧૯૯૮ થી કાર્યરત છે તેમજ આ બંદર સાથે સંત પીપાજીનું નામ જોડાયેલું છે. – આ એક ખાનગી બંદર છે જે કેમીકલ હેરાફેરી માટે પણ વખણાય છે.

 

 

 

 

* જાફરાબાદ :

આ બંદરનો ઉપયોગ મત્સ્ય ઉદ્યોગ માટે થાય છે. – અહીં ૧૦ ટન ક્ષમતાનો ફિસરીજ પ્લાન્ટ આવેલો છે. – અહીં બુમલા માછલી જોવા મળે છે.

 

 

 

ભાવનગર

* ભાવનગર, ઘોઘા, મહુવા, તળાજા, અલંગ, સરતાનપર * ભાવનગર :- કાળુભાર નદીના મુખ પર ૨૧. ૪૬ ઉ.અ. અને ૭ર.૧૪ પૂ.રે. વચ્ચે આવેલું છે. – ભાવનગરના રાજવી ભાવસિંહજીએ ભાવનગરના બંદરનો વિકાસ કરવા ૧૭૨૩માં રાજધાની શિહોરથી ભાવનગર ખસેડીને ભાવનગર લઈ ગયા. ઉપરાંત આ બંદરના વિકાસ માટે ગૌરીશંકર ઓઝા, શામળદાસ

મહેતા, ભાવસિંહ બીજા અને કૃષ્ણકુમારસિંહજીએ મહત્વનો ફાળો આપ્યો .

 

 

* ઘોઘા

:- ૨૧.૪૧ ઉ. અ. અને ૭૨.૧૬ પૂ.રે. વચ્ચે આવેલું છે. – આ બંદર માટે એ કે પ્રખ્યાત કહેવત છે કે, “લંકાની લાડી અને ઘોઘાનો વર’’ – મૈત્રક શાસનમાં જાણીતું બંદર હતું. – ઘોઘા બંદરથી અમદાવાદના નગરશેઠ હઠીસિંહ કેસરીસિંહ અફીણનો વેપાર કરતા હતા અને ધનવાન બન્યા હતા. – ઘોઘા બંદર અફીણની નીકાસ માટે જાણીતું છે. – હઠીસિંહની પત્નિનું નામ હરકુંવર શેઠાણી હતું જેમનો જન્મ ઘોઘામાં થયો હતો.

 

 

 

* મહુવા :- “મધુમતી”

– ૨૧.00 ઉ.અ. અને ૭૧.૪૮ પૂ.રે. વચ્ચે આવેલું છે.

– દંડીએ દશકુમાર ચરિતમાં મધુમતી નામનો ઉલ્લેખ કરેલો છે.

* તળાજા:

– ૨૧.૧૮ ઉ.અ. અને ૭૨.૧૧ પૂ.રે. વચ્ચે આવેલું છે.

 

 

* અલંગ

:- ૨૧.૨૧ ઉ.અ. અને ૭૨ ૧૨ પૂ.રે વચ્ચે આવેલું છે. – અહીં તા. ૧૩ ફેબ્રુઆરી, ૧૯૮૩થી જહાજ ભાગવાનો ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો જે એશિયામાં

પ્રથમ નંબરે ગણાય છે. – અહીં દેશના ૯૦ ટકા જહાજો ભાંગવામાં આવે છે.

ના

અમદાવાદ

* વિઠ્ઠલ બંદર અને ધોલેરા બંદર અહીં આવેલા છે. આણંદ

 

 

* ખંભાત :- “સ્તંભતીર્થ”

– આ બંદર ઈતિહાસમાં ખૂબ જ પ્રખ્યાત હતું જે હાલમાં ઉપેક્ષીત છે.

– આ બંદર સોલંકી શાસન દરમીયાન આંતરરાષ્ટ્રીય બંદર તરીકે મશહુર છે અને સુરત બંદરનો ઉદય થયો

ત્યાં સુધી તે મહાબંદર તરીકે હતું .

– હેમચંદ્રાચાર્યએ અહીં દિક્ષા લીધી હતી.

– સોલંકીકાળમાં વસ્તુપાળ અહીંના વેલાકુલાધ્યક્ષ હતા.

– ગુજરાતમાં સૌપ્રથમ કાગળની આયત આ બંદરે થઈ હતી. (૧૩મી સદી)

 

 

ભરૂચ

• ભરૂચ, દહેજ, ટંકારી, કાવી * ભરૂચ :- નર્મદા નદીના ડાબા કાંઠે ખંભાતના અખાત ઉપર ૨૧.૪ર ઉ.એ. અને ૭૩.૦૨ પૂ.રે. વચ્ચે આવેલું છે. – આ બંદર મોર્યયુગમાં (ઈ.સ. ૩૨૨ થી ૧૮૫) ઈસુના સાતમાં શૈકા સુધી ૧OOO વર્ષ થી આ બંદર જીવંત રહ્યું હતું. – ગ્રીક વહાણવટીઓએ તેમના ગ્રંથ પેરીપ્લસમાં ભરૂચનો બારીગાજા તરીકે ઉલ્લેખ કર્યો છે.

 

 

* દહેજ :- ૨૧. ૪૧ ઉ.અ. અને ૭ર.૩૦ પૂ.રે. વચ્ચે આવેલું છે. – મોસમી ગ્રીનફીલ્ડ પ્રકારનું બંદર છે. – જે ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મીનલ લી. તરીકે ઓળખાય છે. – આ બંદર પ્રવાહી રસાયણો અને પેટ્રોલિયમ પેદાશોની હેરફેર માટે જાણીતું છે . – આ બંદરની નજીક ગાંધાર, અંકલેશ્વર તેલ ક્ષેત્ર આવેલું હોવાથી આ બંદર અત્યંત મહત્વનું છે. – ભાવનગરના ઘોઘા થી દહેજ બંદર વચ્ચે રો- રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી. – આ ઉપરાંત નજીકમાં આવેલા હાંસોટ, કલ્પસર યોજના સાથે જોડાયેલું છે .

 

 

સુરત

* ડુમ્મસ, હજીરા, મગદલ્લા, ભગવા, સુરત

* મગદલ્લા :- સુરતના વિકલ્પ તરીકે તાપીનદીના મુખ દક્ષિણે ૨૦ કિ.મી. દુર ૨૧.૦૮ ઉ.અ. અને ૭૨.૪૪ પૂ.રે. પર

આવેલું છે.

 

 

* હજીરા :

– ૨00પથી શરૂ થયું છે જે ૩૩૪૧ કરોડના ખર્ચે તૈયાર થનાર ખાનગી ક્ષેત્રનું બંદર છે.

* સુરત :- ૨૧, ૧૨ ઉ.અ. અને ૭૨.૫૭ પૂ.રે. વચ્ચે સમુદ્રથી અંદરના ભાગમાં તાપી નદીના દક્ષિણ કિનારે રર

કિ.મી. દુર આવેલુ છે. – નદીઓના કાંપના લીધે સુરત બંદરનું પુરાણ તથા તેના વિકલ્પ માટે મગદલ્લા બંદર બનાવવામાં આવ્યુ. – રાંદેરના ગર્વનર મલેક ગોપીએ સુરતને બંદર તરીકે વિકસાવ્યુ. – માં અંદર લડાળનાં અાં રા ીય ૮૨ કહેવાતું હતું – મુસ્લીમો મક્કા હજ પઢવા સુરતથી જતા હોવાથી આ બંદર બાબુલ કા મક્કા તરીકે જાણીતું છે.

 નવસારી

 

 

* ઓંજલ,

બિલીમોરા, વાંસી બોરસી, જલાલપોર * બિલીમોરા :- ૨૦.૪૮ ઉ.અ. અને ૭૨.૫૭ પૂ.રે. પર અંબીકા નદી કીનારે આવેલું છે. – આ બંદર ડાંગનું પ્રવેશ દ્વાર ગણાય છે. – આ બંદરેથી ઈમારતી લાકડા અને વાંસની નિકાસ થાય છે.

 

વલસાડ

* વલસાડ, ઉંમરસાડી, કોલક, મરોલી, ઉમરગામ * વલસાડ :

– ૨૦.૫૦ ઉ.અ. અને ૭૨.૫૯ પૂ.રે. વચ્ચે ઓરંગા નદી પર આવેલું છે.

 

* ઉંમરગામ :

– ૨૦.૭ ઉ.અ. અને ૭ર.૪૪ પૂ.રે. ૫ તોલી નદીની દક્ષિણ આવેલુ છે. – આ મત્સ્ય ઉદ્યોગનું કેન્દ્ર છે.

લોથલા

* ધોળકા, જી. અમદાવાદ

– વિશ્વનું સૌથી પ્રાચીન બંદર છે. – હાલમાં આ બંદર સમુદ્રથી ૧૮ કિ.મી. દુર આવેલુ છે. જે પ્રાચીન સમયમાં માત્ર ૫ કિ.મી. દુર હતું. – આ બંદર સાબરમતી અને ભોગાવો નદીના મુખપ્રદેશ પર આવેલું હતું

વલભી

* જી. ભાવનગર

– પ્રાગઐતિહાસિક કાળથી વલભી બંદર તરીકે જાણીતું હતું. – મૈત્રક વંશના સ્થાપક ભટ્ટાર્કે સમુદ્રનો લાભ લેવા તેની રાજધાની ગીરીનગરથી ખસેડીને વલભી બનાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *